બ્લડ શુગર લેવલ વધે કે ઘટે તો દેખાય છે આ લક્ષણો, નજરઅંદાજ ના કરતાં નહીંતર!

શરીરને સ્વસ્થ બનાવવા માટે બ્લડ શુગર લેવલ એટલે કે રક્ત શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખવુ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે બ્લડ શુગર ઓછુ હોય કે વધારે, બંને ખતરનાક હોય છે. બ્લડ શુગર લેવલ અનિયંત્રિત થવા પર સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની અસર કિડની અને આંખ પર પડે છે. ચાલો તમને જણાવીએ કે બ્લડ શુગર ઓછુ અથવા વધુ થવા પર કયા લક્ષણો જોવા મળે છે, જેની ઉપેક્ષા કરવી ભારે પડી શકે છે.

વ્યાયામ ખૂબ જ ઓછો કરવો

તમારા રુટીનમાં હળવું વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. જેવું કે ચાલવું, ઘરના કામ કરવા જેવી ગતિવિધિ બ્લડ સુગર(Blood Sugar)ને ઓછી કરવા માટે સારી રહે છે. તો તમે નિયમિત રૂપે હલન ચલન નહીં કરો તો, ગ્લૂકોઝ લેવલ ક્યારે વધી જશે, તે ખબર નહીં રહે. પરંતુ વધુ અઘરી કરસત તમારા બ્લડ સુગર(Blood Sugar)માં અચાનકથી વૃદ્ધિ કરી શકે છે.

તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે વ્યાયામ કરવાનું છોડી દો. સારું એ રહેશે કે તમે તમારા ડૉક્ટર સાથે આ વિશે વાત કરો કે બ્લડ સુગર(Blood Sugar)ને કંટ્રોલમાં રાખવા માટે તમારે તમારા ટ્રીટમેન્ટના પ્લાનમાં કેવા ફેરફાર કરવા જોઈએ.

image source

બ્લડ શુગર લેવલ વધુ હોવાના લક્ષણ

બ્લડ શુગર લેવલ વધુ હોવા પર વારંવાર તરસ લાગે છે. ગળુ હંમેશા સુકુ જ લાગે છે. તેવામાં જો વ્યક્તિ વધુ માત્રામાં પાણી પીવે તો તેને વારંવાર બાથરૂમ જવુ પડે છે.

હકીકતમાં બ્લડ શુગર લેવલ વધવાની અસર કિડની પર પડે છે અને તેવામાં કિડની યોગ્ય રીતે કામ નથી કરી શકતી, જેથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી શરીરમાં પાણીની અછત પણ થઇ શકે છે.

image source

બ્લડ શુગર લેવલ વધુ હોવા પર મોઢુ સુકાવા લાગે છે અને હોઠ ફાટવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિને ખૂબ જ થાક લાગે છે જ્યારે કેટલાંક લોકોને દરેક સમયે શરીરમાં નબળાઇની ફરિયાદ થવા લાગે છે. ઘણીવાર બ્લડ શુગર વધુ હોવા પર હાથ અથવા પગ સુન્ન થવા લાગે છે.

બ્લડ શુગર વધુ હોવા પર આંખોની સમસ્યા થવા લાગે છે કારણ કે બ્લડ શુગર હાઇ લેવલ રેટિનાની રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને તેવામાં આંખોની રોશની જવાનું જોખમ પણ વધી જાય છે. તેથી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવુ જરૂરી હોય છે. બ્લડ શુગર વધવા પર કેટલાંક લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે જેમાં પેટમાં મરોડ, ઉલ્ટી અને ગંભીર કબજિયાત જેવી સમસ્યાઓ સામેલ છે. આ ઉપરાંત બ્લડ શુગરનું લેવલ વધી જાય તો ઝડપથી વજન ઓછુ થવાની સમસ્યા પણ થઇ શકે છે. તેથી લક્ષણો પર ધ્યાન આપો.

image source

બ્લડ શુગર લેવલ ઓછુ થવાના લક્ષણ

બ્લડ શુગર લેવલ ઓછુ થવા પર હાથ-પગમાં ધ્રુજારીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત ખૂબ જ પરસેવો થાય છે અને થાક, નબળાઇ, બેભાનાવસ્થા જેવુ મહેસૂસ થાય છે અને માથાના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે. તેથી આ લક્ષણોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!