શું તમે પણ કરો છો બોડી પોલિશિંગ? તો ખાસ કરો આ બાબતોની કેર, નહિં તો આવશે રોવાનો વારો

મિત્રો, આપણા રોજબરોજના ભાગદોડ ભરેલા જીવનમા આપણે આપણી ત્વચાની યોગ્ય સાર-સંભાળ લઇ શકતા નથી. નિયમિત ધૂળ , ગંદકી અને પ્રદૂષિત વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે આપણી ત્વચાની સુંદરતા અને નિખાર ઘટવા લાગે છે જો તમે તમારી ત્વચાને મુલાયમ રાખવા ઈચ્છતા હોવ તો તેની સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે, ત્વચાની સાર-સંભાળ રાખવા માટે બોડી પોલિશિંગ એ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

પોલિશિંગથી આપણી ત્વચાને અનેકવિધ પ્રકારના ફાયદા થાય છે, તેનાથી આપણી ત્વચાના છિદ્રોમા એકત્રિત થતી ગંદકી દૂર થાય છે.

આ સિવાય તે ત્વચાના મૃત કોષોની સમસ્યાને પણ દૂર કરે છે. આ સિવાય તે તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. આ સિવાય તેમાં કરવામાં આવેલ મસાજ તમને તણાવમુક્ત બનાવે છે. આ સિવાય તે તમારી ડેડ સ્કીનને દૂર કરીને તમારી ત્વચાનો નીખર પાછો લાવે છે.

image source

શરીરને પોલિશ કરવાની આ પ્રક્રિયામા મુખ્યત્વે ત્વચાની સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવે છે. શરીરની મૃત ત્વચાને દૂર કરવા માટે શરીરને સ્ક્રબિંગ કરવુ પડે છે અને સ્ટીમ આપવી પડે છે. ત્યારબાદ જો શરીરની યોગ્ય રીતે માલિશ કરવામા આવે છે તો તમારી ત્વચા નીખરી આવે છે અને ત્વચા આકર્ષક બનશે.

image source

જ્યારે પણ આપણે ક્લીન્જીન્ગ, સ્ક્રબિંગ કે મસાજ કરીએ ત્યારે આ ક્રિયાઓ તમારી ત્વચાના છિદ્રોને ખોલી નાખે છે, આ બધી ક્રિયાઓ પૂર્ણ થયા પછી તમારા શરીર પર ગરમ પાણીમા પલાળેલા ટુવાલને લપેટીને શરીર પર થોડા સમય માટે રહેવા દો જેથી, તમારી ત્વચામા રહેલી ડલનેસ દૂર થઇ જાય છે અને તમારી સ્કીન આકર્ષક બને છે.

image source

બોડી પોલિશિંગની વિશેષતા એ છે કે, તેમા ફૂલો, પાંદડા વગેરેનો ઉપયોગ ત્વચા અનુસાર થાય છે. જો તમે ઇચ્છો તો તમે ઘરે બોડી પોલિશિંગ પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા હળદર પાવડર એક ચમચી બદામના તેલની બે ચમચી સાથે મિક્સ કરો. જો તમે ઇચ્છો તો તમે નાળિયેર તેલ પણ લઈ શકો છો.

ત્યારબાદ આ તૈયાર મિશ્રણથી આખા શરીરની માલિશ કરો. થોડા સમય પછી આ મિશ્રણમાં ચણાનો લોટ મિક્સ કરી હળવા હાથથી તેને મિક્સ કરો. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે ક્રીમ , ગુલાબજળ , ઓટમીલ અને જોજોબા ઓઈલ મિક્સ કરીને પણ બોડી સ્ક્રબિંગ કરી શકો છો.

image source

સાવચેતીઓ :

જો તમારી ત્વચા દાઝી ગઈ હોય તો આવા લોકોએ શરીર નુ પોલિશિંગ કરવાનું ટાળવું જોઈએ. તમારી ત્વચાને એલર્જી હોય એવી કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરો. જો તમે માર્કેટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો પછી તેમાં રહેલા કેમિકલ વિશેની માહિતી પણ ચોક્કસપણે વાંચો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત