બોલીવુડના આ છે સૌથી મોંઘા તલાક, જેના કારણે અભિનેતા થઈ ગયા બરબાદ, જાણીને નહીં કરી શકો વિશ્વાસ..

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગત ના લગ્નો જેટલા ચર્ચામા રહે છે તેના કરતા પણ વધુ તેમના છૂટાછેડા ચર્ચામા રહે છે. રસપ્રદ વાત તો એ વાત છે કે, આ કલાકારો છૂટાછેડા લીધા પછી જે એલેમની લે છે, તે પણ કોઈ ઓછી ચર્ચામા નથી હોતી.

image source

એવા ઘણા કલાકારો છે કે જેમણે છૂટાછેડા લેવાને બદલે ખુબ જ મોટી રકમ એલીમની સ્વરૂપે ચૂકવવી પડે છે. તો ચાલો આજે આ લેખમા આપણે ફિલ્મજગતના ખુબ જ ચર્ચિત કલાકારોના છૂટાછેડા વિશે હળવી માહિતી મેળવીશુ અને જાણીશુ કે ક્યા કલાકારે તલાક માટે કેટલી રકમ ચૂકવી?

રિતિક રોશન અને સુઝાન ખાન:

image source

વર્ષ ૨૦૧૪ મા રિતિક અને સુઝાનના ચૌદ વર્ષ જુના લગ્ન તૂટી ગયા હતા. આ સમય દરમિયાન મીડિયા ના એક અહેવાલ મુજબ સુઝૈને રિતિક પાસે અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા એલીમની ની માંગ કરી હતી. ત્યારબાદ આ અંગે બંનેએ સામસામે બેસીને ચર્ચા કરી હતી અને છેલ્લે ૩૮૦ કરોડ રૂપિયા એલીમની માટે ફાઈનલ કરવામા આવ્યા હતા.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર:

image source

વર્ષ ૨૦૧૬ મા કરિશ્મા એ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. આ સમય દરમિયાન સંજયે પોતાના બંને બાળકોના નામ પર ૧૪ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદીને આપ્યા હતા. આ સિવાય કરિશ્મા ને સંજય ના પિતાનુ ઘર પણ આપવામાં આવ્યું હતું. આ સિવાય સંજય ભરણપોષણ પેટે અમુક રકમ દર મહીને આપે છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘ:

image source

સૈફ અને અમૃતા ના વર્ષ ૨૦૦૪ મા છૂટાછેડા થયા હતા. સૈફે અમૃતા ને ૫ કરોડ રૂપિયા એલીમની સ્વરૂપે આપ્યા હતા. અમૃતા સાથે છૂટાછેડા પછી સૈફે વર્ષ ૨૦૧૨ મા કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

સંજય દત્ત અને રિયા પિલ્લઈ:

image source

સંજયે વર્ષ ૧૯૯૮ મા તેની બીજી પત્ની રિયા સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા પછી તે રિયા ના બધા જ ખર્ચ ઉપાડી રહ્યો હતો. આ સિવાય તેણે રિયાને એક સી ફેસિંગ એપાર્ટમેન્ટ અને લક્ઝરી કાર પણ આપી હતી.

ફરહાન અખ્તર અને અધુના ભવાની:

image source

ફરહાન અને અધુના એ વર્ષ ૨૦૧૬ મા છૂટાછેડા લીધા હતા. તેણે અધુના ને એલીમની ની રકમ મંથલી દેવાની જગ્યાએ એક નિશ્ચિત રકમ એકસાથે આપી દીધી હતી. જો કે, આજ સુધી હજુ પણ આ વાત અંગે કોઈ ખુલાસો થયો નથી કે, આ રકમ કેટલી હતી? આ સિવાય અહેવાલો મુજબ એલીમનીમા ફરહાને અધુના ને દસ હજાર સ્ક્વેર ફીટ નો બંગલો વિપાશના પણ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત