બોલીવૂડની આ 5 જાણીતી અભિનેત્રીઓ હાલમાં બદલાઈ ગઈ છે એકદમ, પહેલી નજરે તમે પણ નહિં ઓળખી શકો:PICS

આમ તે બોલીવૂડ સાથે જોડાયેલી ઘણી બધી ખબરો સાંભળવા મળતી હોય છે પણ તેમાંની કેટલીક ખબરો એક્ટ્રેસની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી હોય છે તો વળી કેટલીક તેમની ફિલ્મો સાથે જોડાયેલી હોય છે. આજે અમે તમને બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓ વિષે જણાવીશું જે એક સમયમાં પોતાની સુંદરતા અને પોતાની અભિનયના બળ પર ખૂબ નામના મેળવી ચૂકી છે પણ આજે સ્થિતિ એવી છે કે
કામ ન મળવાના કારણે તેઓ ફિલ્મ જગતથી સાવજ દૂર થઈ ગઈ છે.

image source

તમને જણાવી દઈએ કે સમયની સાથેસાથે તેમની પોપ્યુલારીટી અને તેમના ફેન્સ બન્નેમાં ઘટાડો થઈ ગયો છે જ્યાં એક સમયે લોકો તેમના પર ઓવારી જતા હતા ત્યારે આજે લોકો તેમને યાદ પણ નથી કરતા. તમને જણાવી દઈએ કે હવે આ એક્ટ્રેસીસ ખૂબ જ બદલાઈ ગઈ છે અને તેમણે પોતાના જૂના લૂકને બદલીને નવો લૂક અપનાવી લીધો છે અને પેહલા કરતાં સાવજ અલગ દેખાઈ રહી છે. તો ચાલો
જાણીએ આ પાંચ અભિનેત્રીઓ વિષે – જેમને પહેલી નજરે ઓળખવી પણ મુશ્કેલ છે.

નમ્રતા શિરોડકર

image source

90ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાં નમ્રતાનું નામ પણ આવે છે. જો કે તે સમયે તેણીએ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી, પણ તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં કામ કર્યા બાદ નમ્રતાએ લગ્ન કરી લીધા. તેણીએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે લગ્ન કરી લીધા અને હવે તેમના બાળકો પણ છે. નમ્રતા હવે પોતાના લગ્નજીવનમાં ઓતપ્રોત થઈ ગઈ છે અને સમયની સાથે સાથે તેના લૂકમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. જો કે તેણી આજે પણ સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે.

તનુશ્રી દત્તા

image source

હવે વાત કરીએ તનુશ્રી દત્તાની જે લાંબા સમય બાદ ફરી ખૂબ ચર્ચામાં આવી હતી. હા તેણીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ આશિક બનાયા આપનેથી કરી હતી અને આ ફિલ્મમાં તેણીની સામે ઇમરાન હાસમી હતા. આ ફિલ્મમાં તેણીએ ઘણા બધા બોલ્ડ સીન આપ્યા હતા જેના કારણે તેણી લોકપ્રિય બની હતી. પણ ત્યાર બાદ તેણી વધારે ફિલ્મોમાં જોવા નહોતી મળી અને ફિલ્મોમાં એકધારી
અસફળ થયા બાદ તેણી બોલીવૂડથી દૂર થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે તનુશ્રી વર્ષ 2003માં મિસ ઇન્ડિયાનો ખીતાબ પણ મેલવી ચુકી છે, પણ હવે તેણી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

મીનાક્ષી શેશાદ્રી

image source

80-90ના દાયકામાં મીનાક્ષી શેશાદ્રીનો દબદબો હતો. તેણીએ એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણીએ ફિલ્મ દામીની અને હીરો જેવી ફિલ્મો આપી છે. હાલ મીનાક્ષીનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે તેણી પોતાના પતિ અને બાળકો સાથે સુખી જીવન જીવી રહી છે. અને વધતી ઉંમરની સાથે તેણી વધુ અને વધુ ફીટ દેખાવા લાગી છે.

પ્રિતિ ઝંગયાની

image source

પ્રીતિએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત શાહરુખની ફિલ્મ મોહબ્બતેથી કરી હતી. તેમાં તેણી જિમ્મી શેરગીલની ઓપોઝિટ જોવા મળી હતી. આ ફિલ્મ તે વર્ષની સુપરહિટ ફિલ્મોમાંની એક હતી. તેણીની સુંદરતાના કારણે લોકો તેણીને ખૂબ પસંદ કરતા હતા તેમ છતાં તેણી બોલીવૂડમા સફળ નહોતી થઈ શકી. તેણીએ 2008માં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈ કે તેણીએ બોલીવૂડ એક્ટિર પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા છે.

ઉર્વશી શર્મા

image source

બોલીવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી શર્મા તેણીનાં બીજા એક નામ છે રૈના જોશી પણ. તેમણે પોતાની કેરિયરની શરૂઆત 2007ના વર્ષમાં કરી હતી. તેણીની પ્રથમ ફિલ્મ નકાબ હતી જે વધારે હીટ નહોતી થઈ શકી. આ ફિલ્મમાં તેણીની ઓપોઝિટ અક્ષય ખન્ના હતા અને આ ફિલ્મનું ડીરેક્શન અબ્બાસ મસ્તાને કર્યું હતું. ત્યાર બાદ ફિલ્મ જગતમાં તેણી સફળતા ન મેળવી શકી અને તેણીએ લગ્ન કરી લીદા
અને બોલીવૂડથી દૂર થઈ ગઈ. તમને જણાવી દઈએ કે ઉર્વશી શર્માએ અભિનેતા સચિન જોશી સાથે લગ્ન કર્યા છે અને હવે તેમને બે બાળકો પણ છે. અને હવે તેણી તદ્દન બદલાઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત