બોલીવુડની આ ફિલ્મોના વિલન ડરાવવા કરતા હસાવે છે વધુ, તમારા મનપસંદ વિલન કિરદાર વિષે જણાવો…

હિન્દી ફિલ્મોમાં વિલન એક એવું અભિન્ન અંગ હોય છે કે જેના કારણે જ ફિલ્મનો હીરો તેની હીરોગીરી દેખાડવા સક્ષમ બને છે. ફિલ્મમાં વિલન સ્ટ્રોંગ હોય તો હીરો એ દર્શકોના દિલમાં જગ્યા બનાવવા ખાસ મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે વિલનનું પાત્ર ભજવનાર એક્ટરથી લોકો નફરત કરતા હોય છે. કારણ કે તે લોકોને હેરાન કરવાનું જ કામ કરે છે. પરંતુ બોલિવૂડમાં કેટલીક ફિલ્મો એવી પણ છે કે જેમાં લોકોને વિલન મજા કરાવે છે.

બોલિવૂડના 10 વિલન એવા છે કે જેને ફિલ્મના પડદે જોતા જ લોકો પેટ પકડી ને હસી પડે છે. આજે તમને જણાવીએ તેમના આવા જ કેટલાક ફની વિલન વિશે..

image source

1. ફિલ્મ ટશનમાં અનિલ કપૂરના હરીયાવાડા કેરેક્ટરને જોઈ સ્પષ્ટ લાગે છે કે તેણે પોતાના વિલન વાળા પાત્રને જરા પણ સિરિયસલી લીધું નથી.

image source

2. એક્ટિંગની બાબતમાં કે કે મેનનનો કોઈ જવાબ નથી. પરંતુ ફિલ્મ દ્રોણામાં રીઝ રાયજાદા વાળા પોતાના પાત્રને જોઈ કદાચ એ પણ વિચારતા હશે કે તેણે આ શું કરી લીધું…

image source

3. મુકેશ ઋષિએ વિલન તરીકે અનેકવાર સારા પાત્ર ભજવ્યા છે. પરંતુ ફિલ્મ ગુંડા માં આવું થઈ શક્યું નહીં. આ ફિલ્મ તેની સૌથી ખરાબ ફિલ્મોમાં એક ગણી શકાય. જેમાં તેનો માત્ર એક જ ડાયલોગ હતો કે મેરા નામ બુલ્લા હૈ, રખતા હું મે ખુલ્લા

image source

4. બોલિવૂડમાં તમે આજ સુધી રાવન ફિલ્મના અર્જુન રામપાલ છે તેવો વિલન નહીં જોયો હોય. આમ તો તે વધારે ખરાબ તેની સ્ક્રીપ્ટ ના કારણે લાગ્યો હતો. જેમાં અર્જુન રામપાલ એક ગેમના વિલનનુ પાત્ર ભજવ્યું હતું.

image source

5. અક્ષય કુમાર પણ આ યાદીમાં સામેલ છે ફિલ્મ 2.0 અક્ષય કુમારની જોઈ બાળકો પણ કન્ફ્યુઝ થઇ ગયા કે તે શું જોઈ રહ્યા છે

image source

6. આમ તો અમરીશ પુરીએ તેના કેરિયરમાં મોટાભાગની ફિલ્મોમાં વિલન તરીકેનું બેસ્ટ પાત્ર ભજવ્યું છે. પરંતુ ફિલ્મ તહેલકા માટે આવું કરી ન શક્યા.

image source

7. ફિલ્મ ત્રિમૂર્તિ ના મેકર્સે આવી જ હાલત મોહન અગાશેની કરી હતી. ફિલ્મમાં તેણે ખોકા સિંહ નું પાત્ર ભજવ્યું હતું

image source

8. મે તેરા હીરો ફિલ્મ અરુણોદય સિંહ એક ગુંડા નું પાત્ર ભજવી રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડરાવતો હોય છે. પરંતુ આખી ફિલ્મમાં તે બિચારો વિલન બનીને રહી ગયો.

image source

9. આ જ ફિલ્મમાં અન્ય વિલનના પાત્રમાં જોવા મળે છે રાજુ ખેર છે જે ડરામણાને બદલે ક્યુટ ગુંડા લાગે છે.

image source

10. સિત્તેરના દાયકામાં બનેલી ફિલ્મ જાની દુશ્મન ના મેકર્સ એ અમરીશ પુરી માટે આવો લુક પસંદ કર્યો. જેના કારણે તેઓ પણ આ યાદીમાં આવી ગયા..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત