ફિલ્મજગતમાં સિંગલ ફાધર્સ જ નહિ પરંતુ, સિંગલ મધર્સનો પણ છે દબદબો, આજે જ જાણો તમે પણ…

બાળકની જવાબદારી હંમેશાં સિંગલ પેરેન્ટ્સ માટે ખૂબ અધરી બની જાય છે, પછી તે કોઈ પુરુષ હોય કે સ્ત્રી. બોલિવૂડની કેટલીક હસ્તીઓ એવી છે કે જેઓ સિંગલ મધર અને ફાધર હોવા છતાં તેમના બાળકોના ઉછેર માટે તેઓ વધુ સારી રીતે જવાબદાર છે. આગળ આપણે બોલિવૂડના કેટલાક સિંગલ ફાધર્સ વિશે માહિતી જોઈ હતી. આજે આપણે આ લેખમાં એકલી માતાઓ એટલે કે સિંગલ મધર્સ વિશે જણાશું. જેને તેમના બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે, અને તેમના પ્રત્યેની તેમની જવાબદારી ખુબ સારી રીતે પૂરી કરી છે.

નીના ગુપ્તા :

આજની આ દુનિયામાં, સિંગલ મધર બનવાનું પસંદ કરવું હજી થોડું સરળ છે, પરંતુ એંશીના દાયકામાં તેને વિચારવું એ પણ એક મોટી વાત હતી. જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ લગ્ન કર્યા વિના ૧૯૮૮ માં પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. મસાબા નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સની પુત્રી છે.

image source

નીના અને વિવિયન વચ્ચે સંબંધ હતો પરંતુ તે બંનેએ ક્યારેય લગ્ન કર્યા ન હતા. ત્યારે નીનાએ સિંગલ મધર બનવાનો પડકાર સ્વીકાર્યો હતો. તેણે તેની પુત્રીને સિંગલ મધર તરીકે પણ એક સારો એવો ઉછેર કરીઓ હતો. નીનાએ ૨૦૦૮માં દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા.

રવિના ટંડન :

image source

રવિના ટંડન પણ એક સિંગલ મધર રહી ચૂકી છે, રવિના ટંડનએ દત્તક લીધેલી બે પુત્રીઓ પૂજા અને છાયા માટે તેણે સિંગલ મધર બનવાની જવાબદારી સારી રીતે પૂરી કરી હતી. રવીનાએ આ દીકરીઓને ૧૯૯૫ માં દત્તક લીધી હતી. જોકે રવીનાએ વર્ષ ૨૦૦૪મા ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા.

સુષ્મિતા સેન :

image source

પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેને પણ એક સિંગલ માતાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે. તેણે વર્ષ ૨૦૦૦ માં પુત્રી રેનીને દત્તક લીધી અને તે પછી વર્ષ ૨૦૧૦મા તેણે પુત્રી અલિસાહને દત્તક લઈને સિંગલ માતાના પડકારને સ્વીકાર કર્યો હતો. સુષ્મિતા સેન હાલમાં મોડેલ રોહન શૌલ સાથે રિલેશનશિપમાં છે.

કરિશ્મા કપૂર :

image source

અભિનેત્રી કરિશ્મા કપૂર તેની પુત્રી સૌમ્યા કપૂર અને પુત્ર કિયારા રાજ કપૂરનો ઉછેર સિંગલ મધર તરીકે કર્યો હતો. કરિશ્માએ ૨૦૦માં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૬ માં તેના છૂટાછેડા થયા હતા. જોકે છૂટાછેડાના બે વર્ષ પહેલાં જ તેણે સંજયથી અલગ રહેવાનું શરૂ કરી દીધું હતું.

અમૃતા સિંહ :

image source

અભિનેત્રી અમૃતા સિંહે પોતાની પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનને સિંગલ માતા તરીકે તેનો ઉછેર કર્યો હતો. તેમણે નોટેડ એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને બંનેએ વર્ષ ૨૦૦૪મા ડિવોર્સ લીધા. જોકે સૈફને અત્યારે પણ તેમના બાળકો સાથે સારા સંબંધો રાખે છે.

કનિકા કપૂર :

image source

બેબી ડોલ સિંગર કનિકા કપૂર ત્રણ બાળકોની સિંગલ મધર છે. તેમણે માત્ર ૧૯ વર્ષની ઉંમરે એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંદોક સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૨ માં તે બંનેએ છૂટાછેડા લીધા પછી. કનિકા તેના બાળકોને સિંગલ મધર તરીકે ઉછેરવાની જવાબદારી નિભાવી રહી છે.

એકતા કપૂર :

image source

દિગ્દર્શક – નિર્માતા એકતા કપૂરને કોણ નથી જાણતું. એકતા હાલમાં સિંગલ છે, અને તે સિંગલ માતાની સાથે સાથે પોતાનું કામ સારી રીતે કરી રહી છે. એકતા થોડા સમય પહેલા જ સેરોગસી દ્વારા પુત્ર રવિ ની માતા બની ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!