આ કંપનીએ એવો હેડફોન કર્યો છે લોન્ચ જે ચાર્જ કરતાં સતત 30 કલાક સુધી કરશે કામ, ફીચર્સ અને કિંમત જાણીને રહેશો એલર્ટ

ભારતીય કંપની બોલ્ટ એ નવા વાયરલેસ હેડફોન બોલ્ટ ઓડિયો પ્રોબેસ એન્કરને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ હેડફોનની કિંમત ઘણી ઓછી રાખી છે. સાથે જ કંપનીએ એવો દાવો કર્યો છે કે આ હેડફોનને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ તે સતત 30 કલાક સુધી કામ આપશે. ત્યારે આ હેડફોન વિશે થોડી વિશેષ વિગતો પણ જાણીએ.

Boult Audio ProBass Anchor Wireless Headphone : બોલ્ટ એ તાજેતરમાં જ તેના નવા બોલ્ટ ઓડિયો પ્રોબેસ એન્કર ને લોન્ચ કર્યો છે તે હેડફોનનો લુક ઘણો જ દમદાર છે. એટલું જ નહીં તેમાં આપવામાં આવેલા ફીચર્સ પણ શાનદાર છે. આ હેડફોનમાં આપવામાં આવેલ ANC અને વાયરલેસ કનેક્ટિવિટી ફીચરને સપોર્ટ કરે છે.

image source

આ હેડફોનની સૌથી ખાસ વાત તેની બેટરી છે. બેટરી વિશે કંપનીના દાવા મુજબ તે એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ સતત 30 કલાક સુધી કામ આપશે. જો તમે હેડફોન વાપરવાના શોખીન હોય અને તમને હેડફોનમાં વારંવાર બેટરી પુરી થઈ જવાની સમસ્યા પણ હોય તો સારા ભાવમાં બોલ્ટનો આ Boult Audio ProBass Anchor Wireless Headphone એક સારો વિકલ્પ છે.

શું છે Boult Audio ProBass Anchor Wireless Headphone ના ફીચર્સ ?

સામાન્ય રીતે બજારમાં મળતા સસ્તા હેડફોન કાન પર પહેરી, ઉપયોગ કર્યા પછી તેના વજનને કારણે કાનમાં દુખાવો થાય છે તેમજ માથું પણ ભારે ભારે લાગવા લાગે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે Boult Audio ProBass Anchor Wireless Headphone માત્ર 150 ગ્રામ વજનનો જ છે. આ હેડફોનમાં ઇન બીલ્ટ માઇક્રોફોન પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આ હેડફોન બ્લેક કલરમાં લોન્ચ કર્યો છે જે દેખાવમાં એકદમ રોયલ બ્લેક લાગે છે. હેડફોનમાં શાનદાર ઓડિયો ક્વોલિટી માટે 40 mm ડ્રાઇવર્સ આપવામાં આવ્યા છે.

image source

એ ઉપરાંત આ હેડફોનમાં સિરી અને ગૂગલ આસીસ્ટન્ટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યા મુજબ આ હેડફોન સિંગલ ચાર્જમાં 30 કલાક સુધી કામ આપે છે.

શું છે Boult Audio ProBass Anchor Wireless Headphone ની કિંમત ?

બોલ્ટના આ Boult Audio ProBass Anchor Wireless Headphone ને તમે ઓનલાઇન શોપિંગ વેબસાઈટ અમેઝોન પરથી ખરીદી શકો છો. ભારતમાં લોન્ચ કરવામાં આવેલા આ હેડફોનની કિંમત ઘણી ઓછી એટલે કે 3,999 રૂપિયા રાખવામાં આવી છે. ભારત સિવાય અન્ય દેશોમાં હજુ કંપનીએ આ હેડફોન લોન્ચ નથી કર્યો.

image source

ઉપર વાત કરી તેમ જો તમે હેડફોન વાપરવાના શોખીન હોય અને તમને હેડફોનમાં વારંવાર બેટરી પુરી થઈ જવાની સમસ્યા પણ હોય તો સારા ભાવમાં બોલ્ટનો આ Boult Audio ProBass Anchor Wireless Headphone એક સારો વિકલ્પ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!