બ્રેડ પરાઠા – રોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ હંમેશા વિચારતા હોવ છો? શીખો આ ટેસ્ટી વાનગી…

જય કૃષ્ણ મિત્રો

સવાર પડે એક જ વિચાર આવે આજે નાસ્તો શું બનાવીશું, બાળકો ને લંચ બોક્સ મા સુ આપીશું, પણ આ એક હેલ્ધી છે કારણ કે અમારા વેજીટેબલ નાખ્યા છે એટલે, ટેસ્ટ માં પણ સરસ લાગે છે.

સામગ્રી

  • બ્રેડ ૪ પીસ
  • એક વાટકી સોજી
  • એક વાટકી દહીં
  • એક ૧ નંગ કેપ્સીકમ ઝીણા કટ કરેલા
  • ૧ નંગ ડુંગળી ઝીણી કટ કરેલી
  • ૧ નંગ ટામેટું ઝીણું સમારેલું
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી હળદર
  • એક ચમચી પાવભાજી મસાલો ના હોય તો ગરમ મસાલો
  • એક ચમચી ચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
  • કોથમીર જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક બાઉલમાં સોજી લેવી પછી પછી તેમાં મિક્સર જારમાં બ્રેડને એકદમ ક્રશ કરીને અંદર બાઉલમાં નાખવી.

પછી તેમાં ઝીણી ડુંગળી સમારેલી ટામેટા કેપ્સીકમ નાખવું, કોથમીર નાખીશું.

પછી લાલ મરચું પાવભાજી મસાલો, હળદર નાખી શું ચાટ મસાલો મીઠું નાખીશું.

પછી થોડું દહીં નાખી ખીરું ને તૈયાર કરીશું.

પછી ૨૦ મિનિટ માટે ખીરું મૂકી દેવાનું છે,

ગેસ ગેસ ચાલુ કરી ને નોનસ્ટિક ગરમ કરવા મૂકો તેના પર આજુ બાજુ તેલ લગાવો, પછી ચમચા થી ખીરું પાથરવું, પછી થોડું આસપાસ તેલ લગાવ તા રહેવું ને ગોલ્ડન બ્રાઉન બંને બાજુ સેકાય પછી તો ડીશમાં કાઢી લેવું અને ગેસ બંધ કરવો.

એક પ્લેટ મા બ્રેડ પરોઠા સાથ કેચ્ સર્વ કરો.

આ બ્રેડ પરાઠા કોઈ પણ કોઇપણ ચટણી સાથે ખાઈ શકો છો બાળકો ને ટિફિન માં પેક કરી ને આપી સકો છો.

નાસ્તામાં માં ગરમ ગરમ આ બ્રેકફાસ્ટ સારો લાગે છે.

મારી રેસીપી ગમે તો લાઈક, શેર, કોમેંટ્સ, કરશો.

રસોઈની રાણી : ફરોમ ભોજક અમદાવાદ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.