હ્રદય, કેન્સર, કીડની જેવી બીમારીની રાજ્ય સરકાર કરાવશે મફતમાં સારવાર, આવો છે સરકારનો પ્લાન

હાલમાં રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. તો બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. આ ઉપરાંત હવે રાજ્યમાં રાજ્યમાં શાળા કોલેજો ધમધમવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે હવે એક મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સરકાર આરોગ્ય વિભાગના માધ્યમથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

image soucre

જો આ આંકડામાં જોઈએ તો 18 વર્ષ સુધીના દોઢ કરોડ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળી માહિતી પ્રમાણે જો આ તપાસમાં જે વિદ્યાર્થી ગંભીર બીમારી ધરાવતો જોવા મળશે તેમના માટે સરકાર વ્યવસ્થા બનાવીને મફત સારવાર પૂરી પાડશે. આ ઉપરાંત આ સમગ્ર મામલે રાજ્યકક્ષાની સ્ટીયરિંગ કમિટીમાં સમીક્ષા કરાઈ હતી. નોંધનિય છે કે, હાલમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગની જવાબદારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે છે. નોંધનિય છે કે કોરોના બાદ બીજી ઘણી બીમારીઓએ રાજ્યમાં પગ પેસારો કર્યો છે.

image soucre

આ અંગે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે. જેમાં 18 વર્ષ સુધીના શાળાએ જતા અને ન જતા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ડિગ્રીના વિદ્યાર્થીનો પણ સમાવેશ થઈ જશે. તમને જણાવી દઈએ કે, સરકારના આ કાર્યક્રમમાં મફતમાં સારવાર આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં હ્રદય, કેન્સર, કીડની જેવી બીમારીની પણ મફત સારવાર કરવામાં આવશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક કેસમાં બાળકોમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે. આવા કેસમાં જે વિદ્યાર્થીઓનું નિદાન 18 વર્ષ પહેલા થયું હશે અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 18 વર્ષ પછી કરવાનું હોવાથી તેમને પણ મફતમાં કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

image soucre

નોંધનિય છે કે સરકારની આ પહેલથી જે લોકો મોંઘી સારવાર નથી કરાવી શકતા તેમને ઘણો લાભ થશે. તો બીજી તરફ વર્ષ-2019-20માં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ થઈ હતી. પરંતુ કોરોના સંક્રમણના કારણે 2020-21નો કાર્યક્રમ યોજી શકાયો ન હતો. પરંતુ હવે 2021-22 દરમિયાન કોરોનાના કેસ ઓછા થતા આ કાર્યક્રમ ફરી યોજવામાં આવશે કેવી માહિતી સામે આવી છે.

image soucre

તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો બીજી લહેરનો અંત આવી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે જ્યારે 27 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત એકપણ મૃત્યુ નોંધાયું નથી. નોંધનિય છે કે, આ પહેલા 12 ઓગસ્ટે સતત પાંચ દિવસ સુધી એકપણ મૃત્યુ ન થયા બાદ છઠ્ઠા દિવસે એક દર્દીનું રાજકોટ શહેરમાં મોત થયું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 નવા કેસ સામે આવ્યા છે. 4 મહાનગર અને 27 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.