T20 પછી વિરાટ કોહલી પાસેથી વન ડેની કેપટનશિપ પણ છીનવાશે? આ બે વ્યક્તિ કરશે છેલ્લો નિર્ણય

ICC T20 વર્લ્ડ કપ 2021 પછી, વિરાટ કોહલીએ ભારતીય T20 ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેની વન-ડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ જોખમમાં છે, એવું માનવામાં આવે છે કે વન ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ મોટો નિર્ણય લઈ શકે છે.
વિરાટની વન ડે કેપટનશિપ પર નિર્ણય જલ્દી

image soucre

વિરાટ કોહલીને વન ડે કેપ્ટન તરીકે ચાલુ રાખવા અંગેનો નિર્ણય આ અઠવાડિયે લેવામાં આવશે જ્યારે ચેતન શર્માની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન કરશે

દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શુ થશે?

image source

બીસીસીઆઈના ટોચના અધિકારીઓનું કહેવું છે કે કોવિડ-19નો નવો વેરીએન્ટ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હોવા છતાં, પ્રવાસ હજુ પણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રહેશે, જોકે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

2022માં ભારત રમશે ફક્ત 9 વન ડે

image source

મોટાભાગની T20 ઇન્ટરનેશનલ મેચો વર્ષ 2022માં રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. હાલના પ્રોગ્રામ મુજબ, ભારતે આગામી 7 મહિનામાં માત્ર 9 વન ડે રમવાની છે, જેમાંથી 6 વિદેશમાં એટલે કે 3 દક્ષિણ આફ્રિકા અને 3 ઈંગ્લેન્ડમાં રમાશે.

વિરાટ કોહલી પાસેથી છીનવી લેશે વન ડે કેપટનશિપ?

image source

BCCIમાં એક જૂથ વિરાટ કોહલીને વન ડે કેપ્ટન તરીકે જાળવી રાખવાની ફેવરમાં છે, જ્યારે અન્ય જૂથ T20 અને વન ડેI બંનેની કપ્તાની એક જ ખેલાડીને સોંપવાની તરફેણમાં છે જેથી કરીને રોહિત શર્મા વન ડે વર્લ્ડ કપ 2023 માટે સારી તૈયારી કરવાની તક મળશે.

આ બે વ્યક્તિ કરશે છેલ્લો નિર્ણય

હવે સવાલ એ ઊભો થાય છે કે જો વિરાટ કોહલીની વન ડે કેપ્ટનશિપને લઈને BCCIના જૂથો વચ્ચે તકરાર થાય તો તેનું પરિણામ શું આવશે? એવું માનવામાં આવે છે કે આ મામલે અંતિમ નિર્ણય બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ લેશે.

image source

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતીય ટીમની જાહેરાત આગામી પાંચ દિવસમાં કરવામાં આવશે. અમે તૈયારી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને પછી સરકારની પરવાનગીની રાહ જોઈશું. જો સરકાર અમને પ્રવાસ રદ કરવા કહેશે તો અમે પ્રવાસ રદ કરીશું.” પરંતુ અમારે ટીમ પસંદ કરવી પડશે અને ટીમને તૈયાર રાખવી પડશે. આ સપ્તાહે શનિવારે કોલકાતામાં બીસીસીઆઈની બેઠક યોજાવાની છે. આ દરમિયાન મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા અને તેની સહાયક ટીમનો કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવશે.