કરફ્યૂ દરમિયાન શું ચાલુ રહેશે અને શું બંધ? વાંચી લો અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કરેલું જાહેરનામુ

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોના મહામારીમાં જ લોકોને તહેવારોની ખરીદી અને ઉજવણી હવે ખુબ જ ભારે પડી રહી છે. કારણ કે કોરોના વાયસરને ભૂલીને ગુજરાતી પ્રજા મોજશોખમાં મસ્ત બની ગઇ હતી પરંતુ હવે તેના પડઘા પડી રહ્યા છે અને સ્થિતિ તો એવી પણ સામે આવી રહી છે કે, રાજ્યના કેટલાક શહેરોમાં કરફ્યૂ લાદવાનું પણ સ્થાનિક તંત્ર વિચારી રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં તો આગામી 57 કલાક માટે કરફ્યૂની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું એ કઇક આ પ્રકારે છે.

image source

🛑 *આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ..*

🛑 *કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં…*

image source

🛑 *વાહનો અવર જવર પર પ્રતિબંધ…*

🛑 *લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે..*

🛑 *અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે…**

🛑 *દૂધ વિતરણ ચાલુ રહેશે..*

🛑 *રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે…*

image source

🛑 *એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે…*

🛑 *સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે…*

image source

🛑 *ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મજૂરી..*

🛑 *પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે…*

🛑 *તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી…*

🛑 *તમામ છૂટછાંટો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે…*

image source

🛑 *પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી ,પાણી ,વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે…*

🛑 *પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે..*

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1420 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,94,402એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 305, સુરત કોર્પોરેશન 205, વડોદરા કોર્પોરેશન 116, રાજકોટ કોર્પોરેશન 83, બનાસકાંઠા 54, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 52, મહેસાણા 52, પાટણ 49, સુરત 41, વડોદરા 39, ગાંધીનગર 34, મહીસાગર 27, મોરબી 24, અમદાવાદ 22, જામનગર 22, અમરેલી 21, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 18, સાબરકાંઠા 16, ખેડા 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 13, દાહોદ 12, ગીર સોમનાથ 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, અરવલ્લી 7, દેવભૂમિ દ્વારકા 6, ભરૂચ 5, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, બોટાદ 3, નવસારી 2, વલસાડ 1, 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત