ચહેરાની ચમક કાયમ રાખવા ઈચ્છો છો તો 2 વસ્તુઓથી બનાવી લો ખાસ ફેસપેક, નહીં ખર્ચ થાય વધારે રૂપિયા

વધતી ઉંમરની સાથે સ્કીનને લઈને પણ તમને અનેક પ્રકારની સમસ્યાઓ રહે તે સ્વાભાવિક છે. ઉંમર વધવાની સાથે સાથે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ચહેરા પર દેખાય છે. ત્વચા પર કરચલીઓ આવવાનું પ્રમુખ કારણ એન્ટીઓક્સીડન્ટ અને લેચની ખામી હોય છે. આજે અમે આપને માટે એવા કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેની મદદથી તમે આ સ્કીન સંબંધી સમસ્યાઓથી છૂટકારો ફટાફટ અને ઓછા ખર્ચે મેળવી શકો છો.

જાણો કઈ ચીજો તમારી સ્કીન કેરમાં કરી શકે છે મોટી મદદ

image source

હાલની સીઝનને અનુરૂપ વાત કરીએ તો ખાસ કરીને બ્લેક બેરી અને દહીં તમારી સ્કીન માટે ખાસ મદદરૂપ બની રહે છે.

બ્લેકબેરીમાંથી સ્કીનને શું મળે છે

બ્લેકબેરીમાં મળતા વિટામિન એ અને સી, સૂરજના હાનિકારક કિરણોથી બચાવવામાં કારગર નીવડે છે. આ સાથે એજિંગની સમસ્યા જેવી કે કરચલીઓ અને ફાઈન લાઈન્સથી પણ છૂટકારો મળે છે. બ્લેકબેરીમાં પોષક તત્વો એક નેચરલ ક્લીન્ઝરના રૂપમાં કામ કરે છે. આ સ્કીન પર રહેતા સોજાને ઘટાડવાનું કામ કરે છે. તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 એસિડ પણ હોય છે. જેનાથી સ્કીનને તાજગી મળી રહી છે.

image source

આ સિવાય તેને તમે દહીં સાથે મિક્સ કરો છો તો સ્કીનને તેનો વધારે લાભ થાય છે. તેમાંથી પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન B6 અને વિટામિન B12 મળે છે. તેનાથી સ્કીનને અનેક ફાયદા પણ થાય છે. દહી ચહેરાના મસાજની સાથે સાથે તેને નરમ બનાવે છે અને તેમાં નિખાર લાવવાનું કામ પણ કરે છે.

જાણો કઈ રીતે ઘરે બનાવશો આ ખાસ ફેસપેક

image source

દહીં અને બ્લેકબેરીનો ખાસ ફેસપેક બનાવવા માટે તમારે ખાસ ચીજોની જરૂર રહેશે નહીં. તમે દહીં, બ્લેકબેરી અને મધ તથા ગુલાબજળની મદદથી આ ફેસપેક બનાવી શકો છો. આ માટે સૌ પહેલા 3 ફ્રેશ બ્લેકબેરી લો અને તેને ક્રશ કરી લો. તેમાં એક ચમચી દહીં, એક ચમચી મધ અને ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરી લો.

આ તમામ ચીજોને સારી રીતે હલાવી લો. હવે એક બ્રશ કે આંગળીની મદદથી તમે આ ફેસપેકને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી લો. ધ્યાન રાખો કે આંગળી કે બ્રશને ઉપરની દિશામાં ઉપયોગમાં લો. આ સાથે આ માસ્કને ભૂલથી પણ આંખની પાંપણ પર લગાવો નહીં.

image source

જ્યારે આ ફેસપેક સૂકાઈ જાય ત્યારે અથવા તો 20 મિનિટ રાખ્યા બાદ તમે સાદા પાણીથી ફેસ વોશ કરી લો. આ ઉપાય તમે અઠવાડિયામાં 2 વાર અપનાવી શકો છો. તો હવેથી તમે પણ પરફેક્ટ રીઝલ્ટ માટે આ ઉપાય અપનાવો અને મેળવી લો નિખરતી સ્કીન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!