આ કારણે લોકો ઝડપથી થઇ જાય છે વૃદ્ધ, હંમેશા જુવાન રહેવા માટે ક્યારે પણ ના કરો આ કામ

ચાણક્ય: આ કારણે લોકો ઝડપથી વૃદ્ધ થઇ જાય છે, જુવાન રહેવા માટે આ કાર્ય ન કરો

image source

એક સામાન્ય બાળક ચંદ્રગુપ્ત મૌર્યને અખંડ ભારતનો સમ્રાટ બનાવનાર ચાણક્યને નીતિશાસ્ત્રના મહાવિદ્વાન ગણવામાં આવે છે. એમણે માણસના જીવનમાં અનેક નીતિ-નિયમોનો ઉલ્લેખ કર્યો છે. અર્થશાસ્ત્રના આધાર સ્તંભ સમાન ચાણક્યનું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રચલિત છે. ચાણક્ય પોતાના નીતિ શાસ્ત્રના પ્સુત્ક ચાણક્ય નીતીના ચોથા અધ્યાયના ૧૭માં શ્લોકમાં સ્ત્રી, પુરુષ અને ઘોડાની વૃદ્ધાવસ્થા વિશે વાત કરે છે. ચાણક્યના કહ્યા પ્રમાણે લોકો જલ્દી કેમ વૃદ્ધ થઇ જાય છે અને કેવી રીતે આ વૃદ્ધાવસ્થાથી બચી શકાય એ વિશે વાત કરીશું…

ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તના અંગત સલાહકાર પણ હતા અને આચાર્ય પણ. ચાણક્યના નીતિ સુત્રો વિશ્વ કક્ષાએ ગણના પામેલા છે. ચાણક્ય દ્વારા કહેવાયેલા દરેક સુત્રો અને શ્લોકો મહદઅંશે સાચા પડે છે. સ્ત્રી, પુરુષ અને ઘોડા અથવા કાપડને લઈને એમણે કહેલા શબ્દો આપણા જીવનના પ્રવાહને કોઈકને કોઈક રીતે સ્પર્શે છે.

image source

ચાણક્ય પોતાના શ્લોકમાં કહે છે કે નીચે દર્શાવેલા કર્યો ન કરવાથી પુરુષ અને સ્ત્રીઓ જલ્દી વૃદ્ધ થાય છે.

अध्वा जरा मनुष्याणां वाजिनां बंधनं जरा ।

अमैथुनं जरा स्त्रीणां वस्त्राणामातपं जरा ।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ સતત મુસાફરી કરે છે, પગથી ચાલે છે તે વ્યક્તિ જલ્દીથી વૃદ્ધ થઈ જાય છે. કારણ કે વધુ પડતું ચાલવાથી શરીર થાકી જાય છે, એટલે કે જો વ્યક્તિએ લાંબા સમય સુધી યુવાન રહેવું છે તો એમણે વધુ ચાલવું જોઈએ નહિ.

image source

વ્યક્તિ સિવાય ચાણક્ય આ શ્લોકમાં ઘોડાનો ઉલ્લેખ પણ કરે છે, જે વ્યક્તિની તુલનામાં સંપૂર્ણ વિરોધાભાષી છે. તેઓ કહે છે કે ઘોડાને જો હંમેશાં માટે બાંધી રાખવામાં આવે તો તે જલ્દીથી વૃદ્ધ થઈ જાય છે, એની શક્તિ ઓછી થવા લાગે છે. તેથી, ઘોડાને ખુલ્લો રાખવો જોઈએ અને ચાલવાની પણ છૂટ હોવી જોઈએ.

આ સિવાય ચાણક્ય સ્ત્રીની વૃદ્ધાવસ્થાનો ઉલ્લેખ કરતી વખતે કહે છે કે, જે સ્ત્રી પોતાના પતિ સાથે જાતીય સબંધો નથી રાખતી એ જલ્દીથી વૃદ્ધ થઈ જાય છે. આમ જોતા સ્ત્રીઓએ જાતીય સંભોગ કરતા રહેવું જોઈએ. કારણ કે સ્ત્રીનું શરીર આ સબંધો દરમિયાન વધુ ખીલી જતું હોય છે. આપણે અવાર નવાર સ્ત્રીના યૌવનને લગ્ન પછી વધારે યુવાન દેખાવના વાક્યો સાંભળ્યા છે. જે સાચા છે, જાતીય સુખ એ સ્ત્રી અને પુરુષના જીવનમાં નવા શક્તિ સ્ત્રોતનો સંચાર કરે છે.

image source

ચાણક્ય અંતમાં કહે છે કે જો કોઈ કાપડને લાંબા સમય સુધી તડકામાં રાખવામાં આવે તો તે જુનું થઈ જાય છે. ખરેખર, તેનો રંગ ઉતરી જાય છે અને તે રંગહીન કાપડ જૂનું થઈ જાય છે.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત