ચાણક્ય નીતિ: સાપ કરતા પણ વધુ ઝેરીલા હોય છે આ ૪ લોકો, ક્યારેય ન કરવી તેમની મિત્રતા…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક દેશ છે. આપણા દેશમા અનેકવિધ એવા વિદ્વાનો જન્મ લઇ ચુક્યા છે કે, જેમણે ધર્મ અને આધ્યાત્મના આધાર પર અનેકવિધ એવા ગ્રંથો લખ્યા છે કે, જેમા દર્શાવેલી બાબતોનુ આપણે યોગ્ય રીતે પાલન કરીએ તો આપણા જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ સર્જાતી નથી.

image source

આ વિદ્વાનોમા એક વિદ્વાન હતા આચાર્ય ચાણક્ય. આપણે સૌ જાણીએ છીએ કે, આચાર્ય એ નીતિશાસ્ત્રમા ખુબ જ પારંગત હતા અને આટલા વિદ્વાન હોવા છતાપણ તે એક સામાન્ય માણસની જેમ પોતાનુ જીવન વ્યતીત કરતા હતા. આજે આ લેખમા આપણે આચાર્યએ જણાવેલી અમુક બાબતો અંગે ચર્ચા કરીશુ.

image source

આપણા મહાન રાજનીતિજ્ઞ માનવામા આવતા આચાર્ય ચાણક્યએ પોતાના સમૃદ્ધ ગ્રંથ ચાણક્ત નીતિમા મનુષ્યના જીવનમા કામ આવતી નીતિઓનુ વર્ણન કરવામા આવેલુ છે. એક શ્લોકના માધ્યમથી તેમણે જણાવ્યુ હતુ કે, વ્યક્તિએ કેવી રીતે અને કઇ સ્થિતિમા નષ્ટ થઇ જાય છે. આ સાથે જ તેમણે અમુક એવા લોકો વિશે પણ જણાવ્યુ છે કે, જે સર્પ કરતા પણ વધુ જીવલેણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ નીતિઓ વિશે.

दुराचारी च दुर्दृष्टिर्दुरावासी च दुर्जनः।

यन्मैत्री क्रियते पुम्भिर्नरः शीघ्रं विनश्यति।।

image source

આપણા આચાર્યએ દુષ્કર્મ પ્રત્યે સાવચેત રહેતા કહ્યુ કે, જે વ્યક્તિ દુરાચારી હોય, જે વ્યક્તિ દુષ્ટ સ્વભાવવાળા હોય, કોઇ કારણ વિના બીજાને નુકસાન પહોચાડનાર અને આ દુષ્ટ વ્યક્તિ સાથે મિત્રતા રાખનાર શ્રેષ્ઠ પુરુષ પણ જલ્દી જ નષ્ટ થઇ જાય છે કારણકે, આ સંગતનો પ્રભાવ ખુબ જ જરૂર પડે છે એટલે કે વિદ્યાથી અલંકૃત હોવા પર પણ દુર્જનથી દૂર જ રહેવુ જોઇએ કારણકે, આ લોકો સર્પ કરતા પણ વધુ ઝેરી અને જીવલેણ હોય છે.

दुर्जनेषु च सर्पेषु वरं सर्पो न दुर्जनः।

सर्पो दंशति कालेन दुर्जनस्तु पदे-पदे।।

image source

આચાર્ય અહી દુષ્ટતાની દ્રષ્ટિએ તુલના કરતાની સાથે તે પક્ષને રજૂ કરે છે કે, જ્યા પણ દુષ્ટતાનો દુષ્પ્રભાવ ખુબ જ ઓછો જોવા મળે. તેનુ માનવુ એવુ છે કે, દુષ્ટ અને સાપ આ બંનેમાથી સાપ એ સારો છે કારણકે, સાપ ગમે તેટલો ઝેરી હોય પણ તે એક જ વાર ડંખ મારે છે પરંતુ, દુષ્ટ વ્યક્તિ દરેક સમયે નુકસાન પહોંચાડવા માટે તૈયાર રહે છે.

image source

આ જ એકમાત્ર એવુ કારણ છે કે, જેના કારણે દુષ્ટ વ્યક્તિએ સૌ કોઇથી બચીને ચાલવુ જોઇએ. દુર્જન વ્યક્તિના ચહેરા પર પ્રસન્નતા હોય છે, તેની વાણી ચંદનની જેવી ઠંડી હોય છે પરંતુ, તેના મનમા હમેંશા દુષ્ટભાવના હોય છે અને તેમની આ દુષ્ટ ભાવના જ આપણા માટે જીવલેણ સાબિત થઇ શકે છે, માટે તેમનાથી દૂર રહેવુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ