છેલ્લા સમય સુધી મિલ્ખા સિંઘની આ ઈચ્છા રહી ગઇ અધૂરી, ના પૂરી શક્યું કોઇ, જાણો હવે કેન્દ્રીય મંત્રીએ શુું લીધા સોગંધ

કેન્દ્રીય મંત્રીએ લીધા સોગંધ મિલ્ખા સિંઘની આ ઈચ્છા પૂરી કરવા!

ભારતના ગૌરવ મિલ્ખા સિંઘનું આજે નિધન થઇ ગયુ છે જેનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. મહાન દોડવીર મિલ્ખા સિંઘનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. તેમની આખરી ઈચ્છા અધૂરી રહી છે જેને હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પૂરી કરવાના સોગંધ લીધા છે. અંતિમ સમય સુધી મિલ્ખા સિંઘની આ ઈચ્છા રહી અધૂરી કોઈ ભારતીય મિલ્ખા સિંઘની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ કરશે તેમની છેલ્લી ઈચ્છા પૂરી

મહાન દોડવીર મિલ્ખા સિંઘનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. પીએમ મોદી સહિત ખેલ, રાજનીતી અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી છે. ભારતીય સેનામાં ભર્તી થયા બાદ દોડવીરના રૂપમાં પોતાની ઓળખ બનાવનારા મિલ્ખા સિંઘની એક ઈચ્છા અધૂરી રહી. તે દુનિયાથી વિદાય લઈ ચૂક્યા છે પરંતુ કોઈ પણ ભારતીય તેમની ઈચ્છા પૂરી કરી શક્યો નથી. હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તેને પૂરી કરવાના સોગંધ લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મિલ્ખા સિંઘે 80 આંતરરાષ્ટ્રિય દોડમાંથી 77 જીતી છે પરંતુ રોમ ઓલમ્પિકનો મેડલ હાથથી છીનવાયો હોવાનો અફસોસ જીવન ભર રહ્યો હતો. તેમની આખરી ઈચ્છા હતી કે તેમના રહેતા કોઈ પણ ભારતીય ખેલાડીના હાથમાં આ ઓલમ્પિક મેડલ જુઓ. પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. જો કે મિલ્ખા સિંઘની દરેક ઉપલબ્ધિ ઈતિહાસમાં નોંઘાયેલી રહેશે અને તેઓ પ્રેરણાસ્ત્રોત રહેશે.


ખેલમંત્રીએ કહી આ વાત, કહ્યું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરીશું

કિરણ રિજિજૂએ ટ્વિટર પર મિલ્ખા સિંહનો એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વાયદો કરીએ છીએ કે તેઓ મિલ્ખા સિંઘની અંતિમ ઈચ્છા પૂરી કરશે. વીડિયોમાં મિલ્ખા સિંઘે કહ્યું કે તેમની અંતિમ ઇચ્છા હતી કે જેમ તેઓએ એથટિક્સમાં દેશના માટે ગોલ્ડ જીત્યો છે જેમકે કોઈ દેશના યુવાનો દેશના માટે રોમ ઓલમ્પિકમાં ગોલ્ડ જીત્યા અને ભારતનો ઝંડો લહેરાવ્યો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને ભારતીય ફૂટબોલ ટીમે પણ મિલ્ખા સિંઘના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ. બંગાળના રાજ્યપાલે લખ્યું છે કે તેમને હંમેશા યાદ કરાશે. તેમનું જીવન અનેક પેઢીઓને પ્રેરણા આપશે.
કરિયરમાં મળ્યા આ મોટા એવોર્ડ

  • 1958માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
  • 2001માં ભારત સરકાર દ્વારા અર્જુન પુરસ્કાર આપવાની રજૂઆત કરાઈ જેને મિલ્ખા સિંઘે નકારી હતી.
  • દોડવીરના રૂપમાં બનાવી કરિઅર
  • 1956: મેલબોર્નમાં યોજાયેલી ઓલમ્પિક રમતોમાં 200 અને 400 મીટર રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
image source

1958: કટકમાં આયોજિત રાષ્ટ્રીય રમતોમાં તેમને 200 અને 400 મીટરમાં રાષ્ટ્રીય કીર્તિમાન બનાવ્યો. એશિયન રમતોમાં પણ આ બંને પ્રતિયોગિતામાં સ્વર્ણ પદક મેળવ્યો. 1958માં એશિયાઈ રમતોમાં સફળતા મેળવ્યા બાદ મિલ્ખાને જૂનિયર કમીશંડ ઓફિસરના આધારે પદોન્નતિ આપીને સમ્માનિત કરાયા હતા. પંજાબ સરકારે તેમને રાજ્યાના શિક્ષા વિભાગમાં ખેલ નિર્દેશકના પદે નિયુક્ત કર્યા, આ પદ પર તેઓ 1998 સુધી રહ્યા બાદ સેવા નિવૃત્ત થયા હતા.

મિલ્ખા સિંઘ ફ્લાઇંગ સિખના નામે જાણીતા હતા પરંતુ તમને ખબર છે આ નામ તેમને ક્યાંથી અને કેવી રીતે મળ્યુ હતુ?

કેવી રીતે મળ્યુ નામ

image source

વર્ષ 1960માં મિલ્ખા સિંઘને પાકિસ્તાન તરફથી લાહોરમાં દોડવા માટેનું આમંત્રણ મળ્યુ હતુ. ભારત પાકિસ્તાનના વિભાજન બાદ થયેલા કત્લેઆમથી દુઃખી મિલ્ખા સિંઘે આમંત્રણ ઠુકરાવી દીધુ હતુ. જે બાદ ત્યારના તત્કાલ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તેમને સમજાવ્યા અને કહ્યું કે આ બધુ ભૂલીને તે પાકિસ્તાન જાય. બાદમાં વાઘા બોર્ડરના રસ્તે તે પાકિસ્તાન પહોંચ્યાય ખુલ્લી જીપમાં તેને પાકિસ્તાન લઇ જવામાં આવ્યા.

તેમનો મુકાબલો એશિયાના તુફાન નામના એક મશહૂર પાકિસ્તાની ધાવક અબ્દૂલ ખાલિક સાથે હતો અને આખુ સ્ટેડિયમ ભરેલુ હતુ. રેસ શરૂ થાય તે પહેલા કેટલાક મૌલવી આવ્યા અને ખાલિકને આશીર્વાદ આપ્યા ત્યારે મિલ્ખાએ કહ્યું હું પણ ખુદાનો બંદો છુ ત્યારે મોલવીઓએ કહ્યું, અલ્લાહ તમને પણ તાકાત આપે. રેસ શરૂ થઇ ત્યારે લોકોના ધબકારા વધી ગયા હતા.

image source

મોટાભાગના લોકોએ કહ્યું કે મિલ્ખા હારી જશે પરંતુ જે થયુ તે ઇતિહાસ બનવી ગયો. મિલ્ખા એવા દોડ્યા જાણે તે ઉડી રહ્યાં હોય અને તે સમયના પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન પણ જોતા જ રહી ગયા હતા. તેમણે મિલ્ખાના ગળામાં મેડલ પહેરાવતી વખતે પંજાબીમા કહ્યું, ‘मिल्खा सिंह जी, तुस्सी पाकिस्तान दे विच आके दौड़े नई, तुस्सी पाकिस्तान दे विच उड़े ओ, आज पाकिस्तान तुहानूं फ्लाइंग सिख दा खिताब देंदा ए।’ જે બાદ તે ફ્લાઇંગ સિખના નામે મશહૂર થઇ ગયા હતા. લગભગ છેલ્લાં એક મહિનાથી કોરોના સામે ઝઝૂમ્યા બાદ ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંઘ જીવન જીવવાની દોડ સામે હારી ગયા. આ અઠવાડિયે જ તેમની પત્નીનું પણ કોરોનાથી નિધન થયું હતું. મિલ્ખા સિંઘે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!