Site icon News Gujarat

Homemade ચોકલેટ બ્રેડ કેક – બાળકોની દરેક જીદ્દ થશે હવે પુરી બનાવો આ યમ્મી કેક…

Homemade ચોકલેટ બ્રેડ કેક

સામગ્રી :

બનાવવાની રીત:

1.. સૌપ્રથમ એક strainer ચારણી માં દળેલી ખાંડ મિલ્ક પાવડર કોકો પાવડર ને ચાળી લો..

2.. હવે બીજી તરફ એક તપેલી માં પાણી ઉકળવા માટે મૂકી દો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો તેના ઉપર એક જાડો વાટકો મૂકી તેમાં તેલ ઉમેરો તેમાં થોડું-થોડું કરીને ચાળીને રાખેલું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરો અને હલાવતા રહો ધ્યાન રાખો કે તેમાં ગઠ્ઠા ના પડે..

3.. બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો ધ્યાન રાખો કે તેમાં બિલકુલ પાણી પડે નહીં તમે જે વાસણનો ઉપયોગ કરો તો એ બિલકુલ કોરા હોવા જોઈએ

4.. આ મિશ્રણને આપણે ખાલી મિક્સ કરવા માટે ગરમ પાણી ઉપર મુક્યું હતું જેથી તેમાં ગઠ્ઠા પડે નહીં..

5.. હવે તમારી પાસે ચોકલેટ ના મિશ્રણ ઠંડુ પડે એટલે જામ થવા મળશે ….એટલે તેને થોડું લિક્વિડ રાખવા 1/2 ગ્લાસ દૂધ ઉમેરી thodu garam કરી મેલ્ટેડ ચોકલેટ રેડી થશે …આ મેલ્ટેડ ચોકલેટ ને તમે બિસ્કિટ ,કાજુ ,કેકે અને બ્રેડ પર લગાવી ને ઉપયોગ માં લઇ શકાય …

અહીં મેં એક બ્રેડ પર ખાંડ વાળું પાણી લગાવી તેની ઉપર મેલ્ટેડ ચોકલેટ લગાવી …તેની ઉપર બીજી બ્રેડ નું આ રીતે લયેર કરતા જવું ….આ રીતે મેં 4-5 બ્રેડ નું કર્યું છે …અને જેમ્સ થી ગાર્નિશ કરી ફ્રીઝ માં 2-3 કલાક માટે સેટ કરી સર્વ કરવું …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version