ચોમાસામાં જ્યારે શાક મળે છે ઓછા ત્યારે આ કિચન ટીપ્સ આવશે ખૂબ કામ

વરસાદની મોસમ એવી છે કે જેમાં શાકભાજી મોંઘા થઈ જાય છે અને માર્કેટમાંથી ગાયબ પણ થઈ જતા હોય તેમ લાગે છે. બીજી તરફ આ સમય એવો હોય છે જ્યારે ઘરમાં લોકોને વધુને વધુ ચટપટું, ગરમા ગરમ અને ચટાકેદાર ભોજન કરવાની ઈચ્છા પણ થાય છે. તેવામાં શાકભાજીની અછત વચ્ચે ગૃહિણીઓ માટે ચિંતા વધી જાય છે કે શાક મળતા ન હોય તેમાં રોજ નવું શું બનાવવું ? જો તમને પણ આવો પ્રશ્ન થતો હોય તો તમે પણ આ વિકલ્પને ટ્રાય કરી શકો છો.

image source

1. દાળ અને કઠોળ – ચોમાસામાં શાકભાજી મોંઘા થઈ જાય છે, તો વળી ઘણીવાર સારી ગુણવત્તાના શાકભાજી મળતા પણ નથી. તેવામાં શાકને બદલે તમે દાળનું પ્રમાણ ભોજનમાં વધારી શકો છે. દાળ ખાવાથી એક સાથે બે ફાયદા થશે. એક તો તમને શાકનો વિકલ્પ મળી જશે અને બીજું કે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર દાળ સ્વાસ્થ્યને પણ લાભ કરશે. તેનાથી શરીરને ભરપુર વિટામિન અને મિનરલ્સ મળે છે જે તમને ચોમાસાની ઋતુમાં પણ બીમાર પડવા દેશે નહીં. દાળ શાકના પ્રમાણમાં લાંબા સમય સુધી સ્ટોરી કરી શકાય છે અને તેમાં રોજેરોજ ભાવ વધારો થતો નથી. દાળ અને કઠોળમાં તમે રાજમા, દાલ મખની, ચણા, મગનો ઉપયોગ શાકને બદલે કરી શકો છો.

image source

2. પનીર અને ટોફૂ – પનીર ભારતીય વ્યંજનોમાં સૌથી ટેસ્ટી વિકલ્પ કહી શકાય. જ્યારે પણ તમને મુંજવણ થાય કે શું બનાવવું ત્યારે તમે પનીર બનાવીને ખાઈ શકો છો. સપ્તાહમાં એક કે બેવાર પનીરની સબજી લંચ કે ડિનરમાં લઈ શકાય છે. પનીરને પણ તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. જો પનીરના હેલ્ધી વર્ઝનને ડાયટમાં સામેલ કરવું હોય તો તમે ટોફૂનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

3. સોયાબીન – શાકભાજીની કમી હોય ત્યારે સોયાબીન સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. સોયાબીનમાં પણ ભરપુર પ્રોટીન હોય છે. તેને તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. શાક તરીકે, સોયા ચંક્સ તરીકે તમે રાઈસ સાથે પણ તેને લઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં 36 ગ્રામ પ્રોટીન હોય છે. જે ન્યૂટ્રિશન હોય છે.

4. ઈંડા – બારેમાસ ઈંડાનો વિકલ્પ હાજર જ હોય છે. રોજ ઈંડાને અલગ અલગ રીતે બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. વરસાદની મોસમમાં જ્યારે શાક મોંઘા થઈ જાય છે ત્યારે ઈંડા તો મળી જ રહ છે.

image source

5. ચણાનો લોટ – ચણાનો લોટ એવી વસ્તુ છે જે ઘરમાં હોય તો તમે તેનાથી અનેક વસ્તુઓ બનાવી શકો છો. આ એકમાત્ર એવી વસ્તુ છે જેનું શાક તમે સરળતાથી અને અન્ય કોઈ શાકભાજી વિના પણ બનાવી શકો છો. તેમાંથી બનતા ફરસાણ વરસાદી વાતાવરણમાં ભોજનનો સ્વાદ વધારી દે છે. બેસનના ગટ્ટાની સબજી, ઢોકળીનું શાક, ખાંડવી, ઢોકળા સહિતની વસ્તુઓ શાકનો સારો અને ટેસ્ટી વિકલ્પ સાબિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *