જો તમારુ પણ થઇ જાય છે નાની-નાની વાતો પર મૂડ સ્વીંગ તો અવશ્ય અજમાવો આ ઉપચાર…

મિત્રો, ઘણા લોકોનુ જો મૂડ અસ્વસ્થ હોય અથવા તો એક પરિસ્થિતિમા તમારુ મન સ્થિર ના રહેતુ હોય તેવી મુશ્કેલીઓ પણ જો ઉદ્ભવતી હોય તો આ એક ખુબ જ વિકરાળ સમસ્યા બની ચુકી છે અને આ સાથે જ બેઠેલી અન્ય વ્યક્તિને પણ સારુ લાગતું નથી. આ સાથે જ આ કારણોને લીધે આપણે ઘણી મોટી તકો ગુમાવી શકીએ છીએ.

image soucre

ઘણીવાર આ નાની-નાની બાબતોના લીધે પણ સંબંધોમા વધારે પડતુ અંતર પડી જતુ હોય છે. જો તમારો મૂડ પણ કોઈ નાની વસ્તુ માટે વધારે પડતો ખરાબ રહેતો હોય તો તમે અહીં જણાવેલી અમુક પદ્ધતિઓ અનુસરવાનો પ્રયાસ કરી શકો છો. જો ખરાબ મૂડની સમસ્યા તમારી સાથે અવારનવાર થતી રહેવાની છે તો તમારે આ ખરાબ મૂડનુ કારણ સમજવાની પણ જરૂર છે.

image soucre

હમેંશા તમારે એ પ્રયાસ રાખવો કે, જો નાની બાબતોમા તમારો મૂડ બગડી જતુ હોય તો તેવી વસ્તુને યાદ ના કરવી તથા તે બાબતને તમારા મગજમા પણ ઉતારવા ના દેવી. આ સિવાય તે સમસ્યા હલ કરવાનો પ્રયાસ પણ ના કરવો. જેના કારણે તમારો મૂડ ખરાબ છે અને તમારું મન અસ્થિર છે.

લાગણીઓ પર નિયંત્રણ રાખો :

image soucre

ઘણા લોકો ખૂબ ભાવનાશીલ હોય છે. આવી સ્થિતિમાં નાની-નાની વાતોને યાદ કરીને મૂડમા ખલેલ પહોંચે છે અને તમારુ મન કોઈપણ જગ્યામા લાગતુ નથી. તેથી, કોઈપણ વિષય પર વધારે વિચારવાનું ટાળો અને તમારી ભાવનાઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો.

તમારા માઈન્ડને ડાયવરટ કરો :

image soucre

કોઈપણ કારણોસર જો તમારા મૂડને ખલેલ પહોંચે છે તો તેમના વિશે ક્યારેય પણ વિચારવાનો પ્રયાસ ના કરો અને તમારા મનને બીજે ડાયવર્ટ કરી દો. તમને જે ગમતુ હોય તેના વિશે વિચારો. ટીવી, સંગીત, મિત્રોને ફોન કોલ્સ, મિત્રો સાથે બહાર હરવા-ફરવા જવુ, રસોઈ, પુસ્તક વાંચન, બાગકામ, ખરીદી અથવા તમને જે કરવાનું ગમે તે ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરો.

આ સિવાયની આ વસ્તુઓ પણ તમે કરી શકો છો :

image soucre

દરરોજ સવારે થોડો સમય યોગ અથવા કસરત કરો. થોડા કિલોમીટર ચાલો. સારો આહાર લો. પુષ્કળ પાણી પણ પીવો. કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું ટાળો. તમારા માટે પણ થોડો સમય કાઢો. સ્વસ્થ ઊંઘ લો. ધૂમ્રપાન કરશો નહીં અને દારૂનું સેવન ના કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!