કોપરા બરફી – બાળકો તો આ કલરફુલ બરફી જોઈને જ ખાવા માટે લલચાઈ જશે..

કેમ છો ફ્રેંડસ..

સ્વતંત્ર દિવસ ની બધાયને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે 15 આગસ્ટ સ્વતંત્ર દિવસ આપણે મસ્ત મજાનું બધાયનું મોઢું મીઠું કરીયે .. હા હું આજે સ્વીટ રેસીપી લઈને આવિ છું તે છે ત્રિરંગા કોપરાની બરફી..

આપણા ભારત માટે જે લોકો પોતાનું જીવનનો બલિદાન આપ્યું છે. હું તેમને નમન કરું છું.. ભારત માતા કી જય, ભારત માતા કી જય, માત્ર એ જ નારો છે.

આગસ્ટ મહિનાની 15 તારીખ ભારત માટે સોથી અગત્ય ની તારીખ છે તે દિવસે લાલ કિલ્લા પર ભારતનો ત્રિરંગી અશોકચક્ર ધ્વજ ફરકયો સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો ચારે બાજુ લોકોની ભીડ અને પ્રકાશ ની ઝડઝળત દેખાતી હતી..

તો ચાલો ફ્રેંડસ આપણે કોની રાહ જોવાની છે? મસ્ત ત્રિરંગા સ્વીટ બનાવી બધાયનું મોઢું મીઠું કરીયે તે માટે ની જોઈ લો સામગ્રી :-

ભારત માતા કી જય

સ્વતંત્રદિન સ્પેશિયલ

“કોપરા બરફી “

સામગ્રી :-

  • 1 મોટો બાઉલ – કોપરાનું છીણ
  • 1 નાની વાટકી – દૂધ
  • 1 નાની વાટકી – ખાંડ
  • 2 ચમચી – મલાઈ
  • 2 ચમચી – ઘી
  • 1 નાની ચમચી – ઈલાયચી પાવડર

રીત :-

સૌ પ્રથમ એક પ્યાન માં બે ચમચી ઘી ગરમ કરી કોપરાનું છીણ શેકી લેવું.

હવે તેમાં નાની વાટકી દૂધ ,મલાઈ ઉમેરી મિક્સ કરવું પ્યાન ને છોડે ત્યાંસુધી મિશ્રણ ને શેકી લેવું.

હવે મિશ્રણ ના બે ભાગ કરવા એક ભાગ માં ઓરેન્જ ફૂડ કલર અને બીજા માં ગ્રીન ફૂડ કલર મિક્સ કરવું.ત્રીજો ભાગ સફેદ રાંખવાનો.

હવે કોઈ પણ મોલ્ડ લેવો મારી પાસે હાર્ટ શેપ નો મોલ્ડ છે તો મેં એ લીધો છે.મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી પેલા ઓરેન્જ વારુ મિશ્રણ મૂકી ચમચિથી પ્રેસ કરી ઉપર સફેદ વાળું મિશ્રણ પાથરવું સરખું પ્રેસ કરી ઉપર ગ્રીન વાળુ મિશ્રણ પાથરવું.

હવે એક પ્લેટ લઈ તેમાં ધીરે થી બરફી ને અનમોલ્ડ કરવું….

એકદમ ડીલિસીએસ અને ટેસ્ટી Independence day સ્પેશ્યલ બરફી તૈયાર છે ….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.