કોરોના વિસ્ફોટ: આ દેશમાં ફરી લોકડાઉનની તૈયારીઓ, 3 સપ્તાહમાં 3 લાખ નવા કેસ નોંધાયા, અનેક લોકોમાં ફફડાટ

કોરોના વાયરસના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેનાથી વિશ્વભરના દેશો પરેશાન છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડની નજીક પહોંચી છે. જો કે રિકવરી રેટમાં પણ સુધારો હોવાથી વિશ્વભરના 2 કરોડથી વધુ લોકો સ્વસ્થ થયા છે. પરંતુ મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 11 લાખની નજીક પહોંચી છે. એક તરફ કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે કોરોનાને લઈને વધુ એક ગંભીર સમાચાર સામે આવ્યા છે.

image source

અમેરિકાની કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન જે કોરોનાની વેક્સિન પર ટ્રાયલ ચલાવી રહી હતી તેને હાલ રોકી દેવામાં આવ્યું છે. કંપનીએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે ટ્રાયલ દરમિયાન એક વ્યક્તિ બીમાર થઈ છે. આ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની ટ્રાયલ ગત મહિને રોકી દેવામાં આવી હતી. આવામાં કેટલાક દેશ છે જ્યાં કોરોના વાયરસના કારણે ફરીએકવાર લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ દેશોમાં ફ્રાંસ, ઈટલી સહિતના દેશોનો સમાવેશ થાય છે.

image source

કોરોના વાયરસના કારણે ફ્રાન્સમાં લોકડાઉન માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીં ત્રણ સપ્તાહમાં ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. તેવામાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે અહીં સખત નિયમોને લાગુ કરી અને સંક્રમણને રોકવામાં આવશે. અહીં તમામ પ્રકારની હોટલ, રેસ્ટોરાં અને બાર હવે બંધ રહેશે. આ સાથે સરકારે WHOનો પણ સંપર્ક કર્યો છે. ઠંડી વધવાના કારણે કોરોના સંક્રમણ વધ્યું હોવાના અનુમાનોથી યુરોપના અન્ય દેશોમાં પણ ફફડાટ છે.

image source

ફ્રાંસ સિવાય જર્મની, સ્પેન, ઈટલી જેવા દેશોએ પણ સંક્રમણ રોકવાની વ્યુહરચના અંગે નવેસરથી વિચારણા કરવામાં આવી રહી છે. ઈટલી સરકારે પણ કડક નિયમો લાગુ કર્યા છે. અહીં જાહેર કાર્યક્રમ તો મનાઈ છે પરંતુ પ્રાઈવેટ પાર્ટીમાં આવનારી દરેક વ્યક્તિનો રેકોર્ડ રાખવો પડશે. લગ્ન અને અંતિમસંસ્કાર માટે પણ નવા પ્રતિબંધો લાગુ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. તો બીજી તરફ બ્રિટનની બોરિસ જોનસન સરકારે દેશમાં સંક્રમણની બીજી લહેરનો સામનો કરવા તૈયારી કરી છે.

image source

તો બીજી તરફ સાઉથ કોરિયામાં સંક્રમણના કેસ ઓછા થયા પછી અહીં નિયમોમાં થોડી રાહત આપવામાં આવી છે. અહીં નાઈટ ક્લબ, બાર અને રેસ્ટોરાં ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. સ્ટેડિયમને કેપિસિટીથી 30 ટકા દર્શકોની સાથે ખોલવાની પરવાનગી અપાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત