કોરોનાની નેગેટિવીટી ભગાવવા માટે મેડિકલ સ્ટાફે PPE કિટમાં કોવિડ વોર્ડમાં કર્યા ગરબા, આખા દેશમાં વીડિયોના થયા વખાણ

હાલમાં કોરોનાએ દેશભરમાં કંઈક પરિવારના માળા વિંખી નાખ્યા છે. બરબાદ કરી નાંખ્યા છે. એવા સમયે આજે એક વીડિયો સામે આવ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે. કારણ કે આ સમય એવો છે કે લોકોને તન કરતાં મનથી સ્વસ્થ રહેવાની વધારે જરૂર છે. કારણ કે આ કોઈ એક રાજ્ય પુરતી વાત નથી, દેશભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે. જોકે શરીરના સારા સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતા પણ ખૂબ જ જરૂરી છે.

image source

આ બધા માહોલની વચ્ચે એસ.જી હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના વીડિયો અને તસવીરો પણ વાયરલ થઈ રહી છે. એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થ્ય કર્મીઓ મનને પણ ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શરીર સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતાની બહુ મોટી ભૂમિકા છે.

image source

આ બધી મહામારી વચ્ચે સ્ટાફ દ્વારા તમામ દર્દીઓ સાથે PPE કીટમાં જ ડાંસ તથા ગરબા કરીને તેમને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા જેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે પણ જોી શકો છો કે સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓ સાથે PPE કિટમાં ડાંસ કરતા દેખાય છે. તેમની સાથે દર્દીઓ પણ હળવાશના મૂડમાં દેખાઈ રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઈ જતી હોય છે. ત્યાં લોકોએ પોઝિટિવ રહેવું એ ખુબ જ જરૂરી હોય છે. એવામાં તેમને તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્ય ખરેખર બિરદાવવાને યોગ્ય છે. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો વખાણ પણ કરી રહ્યાં છે.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લા માટે કોવિડ હોસ્પિટલ DRDO સહયોગથી 950 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

image source

જેમાં 150 ઓક્સિજન બેડ છે, આવતીકાલથી શરૂ થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત લીધી છે, સરકાર અને DRDOએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે, CM અને DyCMનો સાંસદ તરીકે આભાર માનું છું. ICU બેડની સુવિધાઓ મળશે. CTસ્કેન સહિત ટેસ્ટની સુવિધાઓ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!