કોરોનાના હાહાકાર અને કરફ્યૂના માહોલ વચ્ચે જાહ્નવી કપૂરે ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું, મિત્રો સાથે કર્યો ડાન્સ

માયાનાગરી મુંબઇમાં વધતા કોરોના વાયરસના મામલે બધાના હાજા ગગડી ગયા છે. પછી તે સામાન્ય માણસ હોય કે કોઈ વિશેષ સેલેબ્રિટી હોય. કોરોના બધા માટે માથાનો દુખાવો બન્યો છે. કોરોનાના વધતા જતા કેસને નિયંત્રિત કરવા માટે મુંબઈ કર્ફ્યુના ઓર્ડર આપી દેવામાં આવ્યાં છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની મજેદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર પોતાની ખુબસુરતી, કલાકારી અને ડાન્સિંગને લઇને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના પિતા સાથે ખુબ જ ક્લોઝ છે અને તેના સોશ્યલ મિડીયા પર પણ આ વાત જોવા મળે છે.

(photo credit: instagram/@janhvikapoor)
image source

વીડિયોમાં જાહ્નવી તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. જેમાં તે કાર્ડી બીના મ્યુઝિક વીડિયો ‘Up’ પર તેના મિત્રો સાથે પૂલ સાઇડમાં પોઝ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો તેના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે જાહ્નવીના આ વીડિયો પર તેના ચાહકો જ નહીં પરંતુ અનેક સેલેબ્સ પણ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

વીડિયોમાં જાહ્નવીના પિલાટે ટ્રેનર અને તેની ટીમના સભ્યો જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે જાહ્નવીએ કેપ્શનમાં આશા વ્યક્ત કરી છે કે હું ઇચ્છું છું કે તે વધુ સારું કરી શકે. અભિનેત્રી લખે છે- ‘મને ખરેખર લાગે છે કે અમે ઈચ્છીએ છીએ કે આપણે આના કરતા સારુ કરી શકીએ, પરંતુ ..’ આ ઉપરાંત તેણે કેટલીક ઇમોજીસ પણ કરી છે. વીડિયોમાં જાહ્નવી જાંબલી કલરની હૂડી અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂરનો આ વીડિયો શેર કર્યા પછી મસાબા ગુપ્તા અને સ્ટાઈલિશ તાન્યા ગવરીએ પણ વીડિયો પર ટિપ્પણી કરી છે. જાહ્નવી તાજેતરમાં રાજકુમાર રાવ અને વરૂણ શર્માની સાથે હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી ‘દોસ્તાના 2’ માં પણ જોવા મળશે. ફિલ્મમાં અભિનેત્રીની જોડી કાર્તિક આર્યન સાથે જોવા મળવાની હતી, પરંતુ હવે કાર્તિક હવે આ ફિલ્મનો ભાગ નથી રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

આ પેહલાં જાહ્નવી ત્યારે ચર્ચામાં આવી હતી કે જ્યારે કરીના કપૂરના ચૅટ શો વોટ વુમન વોન્ટમાં જ્હાનવીએ આ વાતની જાણકારી આપી હતી. ટીનેજમાં તમે થોડા બાગી થઇ જતા હોવ છો અને તે કરી બેસતા હોવ છો જે તમારે ન કરવું જોઇએ. તે જ રીતે તેણે પણ જુઠ્ઠુ બોલીને લોસ એન્જલસથી લાસ વેગસની ફ્લાઇટ પકડી લીધી હતી. સાંજ સુધી આમ તેમ ફરી અને રાત્રે તે ઘરે પહોંચી ગઇ હતી. એક્ટર શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની મોટી દિકરી જ્હાન્વી કપૂરે ફિલ્મ ‘ધડક’થી બોલિવિુડમાં ડેબ્યૂ કર્યુ છે. જ્હાન્વી પહેલાથી પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના લીધે સોશ્યલ મીડિયા પર સતત ચર્ચામાં રહી છે. એક સમયે જ્હાન્વીની તુલના તેની બોલિવુડની પહેલી સુપરસ્ટાર અને દિવંગત એક્ટર શ્રીદેવી સાથે થઈ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *