કોરોનાનું નવું જોખમ આવ્યું સામે, જે જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી અને થઇ જશે એવા હાલ કે…

કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં યથાવત છે અને જે રીતે ભારતમાં રોજ હજારોની સંખ્યામાં સંક્રમીતોની સંખ્યા વધી રહી છે તે જોતાં તે હાલ તો બીજા સ્થાન પર છે પણ પ્રથમ સ્થાન પર આવતા વાર નહીં લાગે. બીજી બાજું દુનિયાના ઘણા બધા દેશોમાં પણ સ્થિતિ ભારત જેવી જ છે પણ ત્યાંની વસ્તી ભારત કરતાં ઓછી હોવાથી સંક્રમણનો આંકડો ભારત જેટલો મોટો નથી જણાતો.

image source

વૈજ્ઞાનિકો હજુ સુધી નથી તો કોરોનાની કોઈ રસી શોધી શક્યા કે નથી તો કોઈ દવા શોધવામાં આવી. થોડા સમય પહેલાં રશિયાની વેક્સિનના સમાચાર મળ્યા હતા તે વિષે હજું પણ સ્થાનિક લેવલે કોઈ જ જાણકારી નથી. માટે સંક્રમણ તો હજુ પણ ફેલાતું જ રહેશે. પણ હવે નવી વાત એ જાણવા મળી છે કે કોરોના માનવથી પ્રાણીઓમાં ફેલાઈ શકે છે અને તેનાથી પ્રાણીઓને મોટું જોખમ રહેલુ છે.

આ સંશોધન બેલ્જિયમના વૈજ્ઞાનિકો દ્વારા કરવામા આવ્યું છે અને તેમણે 28 પ્રાણીઓની યાદી પણ બહાર પાડી છે. આ પ્રાણીઓને મનુષ્યથી વાયરસનું સંક્રમણ થઈ શકે છે. આ યાદીમાં, બિલાડી, શ્વાન, ચિત્તો, સસલા વિગેરેનો સમાવેશ થાય છે.

image source

બેલ્જિયમની એન્ટવર્પ યુનિવર્સિટિના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું છે તેમનું કહેવું છે કે ખાસ કરીને પાલતુ પ્રાણીઓમાં વાયરસનું જોખમ સૌથી વધારે રહેલું છે, કારણ કે તેઓ સીધા જ માણસના સંપર્કમાં આવે છે. અને સંશોધકો એમ કહીને પણ ચેતવી રહ્યા છે કે જો પ્રાણીઓમાં આ સંક્રમણ પહોંચશે તો તેમના શરીરમાં તે વાયરલ લાંબા સમય સુધી ટકી જાય છે. અને ભવિષ્યમાં આ મહામારી ફરી ફેલાવાનું જોખમ તોળાયેલું રહે છે.

શું પ્રાણીઓ પણ માસ્ક પહેરાવવા પડશે ?

image source

આ સંશોધન સાથે જોડાયેલા ડો. સોફી ગ્રીસીલ્સ જણાવે છે કે કોરોનાનું સંક્રમણ માણસમાં ફેલાતું અટકાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, અને જો આ સંક્રમણ પ્રાણીઓમાં ફેલાશે તો મોટું જોખમ ઉભું થશે. નથી તો પ્રાણીઓ માસ્ક પહેરી શકતાં કે તેમનામાં સોશિયલ ડિસ્ટન્સિંગની પણ કોઈ સમજ નથી હોતી. માટે જ માણસોમાં ફેલાયેલા કોરોના વાયરસને પ્રાણીઓમાં ફેલાતો અટકાવવો ખૂબ જરૂરી છે.

ડો. ગ્રેસીલ્સના કહેવા પ્રમાણે કેટલાક એવા પ્રાણીઓ છે જેમનામાં ખૂબ જ સરળતાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. અને તેમણે પોતાના સંશોધનમાં પ્રાણીઓને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. પ્રથમ કેટેગરી છે ઝૂલોજિકલ, જેમાં જંગલમાં રહેતા પ્રાણીઓનો સમાવેશ કરવામા આવ્યો છે, બીજી કેટગરી છે ડોમેસ્ટિક પ્રાણીઓ જેમાં પાલતુ પ્રાણીઓનો સમાવેશ થાય છે જ્યારે ત્રીજી કેટેગરી ખેતી માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓની છે.

image source

ઝુલોજિકલ કેટેગરીઃ આ કેટેગરીમાં ચિત્તો, પાન્ડા, અરેબિયન ઉંટ, ચિમ્પાન્ઝી, ગોરિલ્લા, બોનોબો, ઓરંગઉટાન, આફ્રિકન લંગૂર, ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી, પોલર બિયર અને જંગલી યાકનો સમાવેશ થાય છે.

ડોમેસ્ટિક પ્રાણીઓઃ આ કેટેગરીમાં સ્વાન, બિલાડી, ખિસકોલી, ગિની પિગ, ગોલ્ડન હેમ્પ્સ્ટર, ચાઈનીઝ હેમ્સ્ટરનો સમાવેશ થાય છે.

એગ્રિકલ્ચરઃ આ કેટેગરીમાં ભૂંડ, રેડ ફોક્સ, ઘોડા, ફેરેટ, ગધેડાં, બકરી તેમજ પાલતુ યાકનો સમાવેશ થાય છે.

image source

બેલ્જિયમની આ સંશોધક ટીમે ચેતવણી આપી છે કે જંગલી પ્રાણીઓમાં ખાસ પ્રકારના કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. કોરોનાનું આ જોખમ ખાસ કરીને પેસ્ટ કંટ્રોલ સ્ટાફ, ફોરેસ્ટ્રી વર્કર તેમજ વાઇલ્ડ લાઇફ ટુરિસ્ટને રહેલું છે. તેમજ પ્રાણીઓ સાથે કામ કરતાં લોકોએ એ આ બાબતે સચેત રહેવું જોઈએ છે.

પ્રાણીઓના સંપર્કમાં આવતા પહેલાં માસ્ક પહેરો

સંશોધકો જણાવે છે કે જે લોકો જંગલમાં કોઈ પ્રવૃત્તિ કરવા માટે અવારનવાર જતા હોય તેમજ પાલતુ પ્રાણીના સંપર્કમાં અવારનવાર આવતા હોય તેમણે માસ્ક પહેરી રાખવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જાળવ રાખવું જોઈએ. અને આ નિયમ તેમણે પ્રાણીઓના હિત ખાતર અનુસરવા જોઈએ. આમ કરીને આપણે ભવિષ્યના જોખમને પણ ટાળી શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત