કોરોનાની ત્રીજી લહેરનો ડર, શિમલા મનાલી ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોવ તો જાણી લો આ નવા નિયમો, નહિંતર..

કોરોના વાયરસ મહામારીની સંભવિત ત્રીજી લહેર આવી શકે છે તેવી આશંકા વચ્ચે શિમલા, મનાલી જેવા ટુરિસ્ટ પ્લેસ પર પર્યટકોની ભીડ વધવા લાગી છે. આ સમયે કોવિડ 19 ની ગાઈડલાઈન બાબતે પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. આ પરિસ્થિતિથી ચિંતિત થાઉં ઉત્તરાખંડ હાઇકોર્ટેએ કડક વલણ અપનાવતા આ બાબતે આદેશો આપ્યા છે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું જરૂરી

image source

હાઇકોર્ટે આદેશ આપતા નૈનીતાલમાં પ્રતિબંધ લાગુ કરી દીધા છે. અહીંના DM ધીરાજ સિંહ ગરબયાલએ ગત શુક્રવારે પ્રતિબંધનો અમલ કરાવતા શહેરમાં બેરોકટોક એન્ટ્રીને બંધ કરી દીધી હતી. સાથે જ શહેરમાં આવવા માટે અમુક નિયમો લાગુ કરી દીધા છે. આદેશ મુજબ, નૈનિતાલમાં હવે માત્ર એ વાહનોને જ એન્ટ્રી મળશે જેનું રજિસ્ટ્રેશન દેહરાદૂન સ્માર્ટ પોર્ટલમાં કરવામાં આવ્યું હોય અને 72 કલાકનો કોરોના નેગેટિવ રિપોર્ટ તેમની પાસે હોય.

હોટલ રજિસ્ટ્રેશનનું પ્રુફ આપવું પડશે

image source

એટલું જ નહીં પર્યટકોએ ચેકીંગ દરમિયાન હોટલ બુકીંગ કરાવ્યાનું પ્રમાણપત્ર બતાવવું પડશે. આ સ્થિતિમાં જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેના પર આપદા પ્રબંધન એક્ટ સહિત અન્ય કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. DM એ જણાવ્યું હતું કે, અમે વિકેન્ડમાં જમા થતી ભીડને ઓછી કરવા માટે આ આદેશ જાહેર કર્યો છે જે 9 જુલાઈથી 12 જુલાઈ સુધી લાગુ રહેશે. જ્યારે સ્થાનિક લોકો સાથે કાર્યાલય આવતા લોકોને સરળતાથી શહેરમાં પ્રવેશ મળશે.

બાઈકથી આવતા ધ્યાન આપે

image source

વિકેન્ડમાં નૈનિતાલ આવતા પર્યટકો માટે પોલીસે રૂટ બનાવ્યો.છે.. એક અલગ સ્ટીકર આ ગાડીઓ પર લગાવવામાં આવશે. સીધા નૈનિતાલ આવતા પર્યટકોના વાહન પર બ્લુ સ્ટીકર લગાવવામાં આવશે અને તેમને કાલાઢૂંગીથી પ્રવેશ અપાશે. જ્યારે ભવાલી રામગઢ અલમોડા પિથોરાગઢ જતા વાહનોને ભવાલી સ્લીપ આપવામાં આવશે જે બયા જ્યોલીકોટ આવાગમનની અનુમતિ આપશે. બાઇકમાં આવતા લોકો માટે નારાયણ નગર અને ઋષિ બાયપાસ પર રોકવામાં આવશે અને ત્યાંથી શટલ સેવા દ્વારા નૈનિતાલ લાવવામાં આવશે.

કેમ્પટી ફોલ્સ પર લગાવવામાં આવશે ચેક પોસ્ટ

image source

આ પહેલા મસૂરીના ટોપ ટુરિસ્ટ પ્લેસ કેમ્પટી ફોલ પર હવે એક વખતમાં 50 પર્યટકોને નહાવાની જ અનુમતિ મળશે. સાથે જ ઝરણાંમાં રોકાવવાનો ટાઇમ પણ વધુમાં વધુ અડધી કલાક નક્કી કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ટીહરીના DM ઇવા આશિષ શ્રીવાસ્તવએ કેમ્પટી ફોલ્સમાં ચેક પોસ્ટ લગાવવાનો અને સીમિત સંખ્યામાં પર્યટકોને પ્રવેશવા દેવાનો આદેશ જાહેર કર્યો છે જેથી કોરોના નિયમો અંતર્ગત પર્યટકોની તપાસ થઈ શકે. દર અડધી કલાકે હવે હુટર પણ વગાડવામાં આવશે જે લોકોને ઝરણાંમાંથી બહાર આવવા માટેની નિશાની હશે.

હિમાચલમાં ઇ પાસ અનિવાર્ય કરાયો

image source

હિમાચલ પ્રદેશ સરકારે ટુરિસ્ટ પ્લેસ મનાલી, શિમલા આવતા પર્યટકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરતા ઇ પાસ અનિવાર્ય કરી દીધો છે. જો કે રાજ્યમાં એન્ટ્રી માટે કોરોના નેગેટિવ રિપોર્ટની હવે જરૂર નહીં રહે. આ કારણે પર્યટકોને ચેકીંગ કરવામાં લાગતો લાંબો ટ્રાફિક જામનો સામનો નહિ કરવો પડે.