Site icon News Gujarat

20 વર્ષ સુધી દરરોજ 20 સિગારેટનું નુકસાન અને બીજી લહેરના કોરોનાનું નુકસાન બન્ને સરખુ, થથરાવી મૂકે એવું રિસર્ચ

સમગ્ર વિશ્વને કોરોનાએ હંફાવી દીધું છે. 2020 તો ઠીક પણ 2021 પણ કોરોનામય જ રહેવાનું છે એવું લાગી રહ્યું છે. ભારત પણ કોરોનાની દ્રષ્ટિએ આંકડાઓ પાર કરી રહ્યું છે. ગુજરાતમાં પણ 4500 ઉપર કેસો નોંધાય રહ્યા છે. ત્યારે હાલમાં જે વાત કરવી છે એ ખરેખર ચોંકાવનારી છે અને થોડો ડર લાગે એવું છે. કારણ કે કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજ્યભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના પાંચ કે સાત દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો, અત્યારની પેટર્નમાં વાયરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાંમાં એન્ટ્રી લઈ લે છે.

image source

જો વિગતે વાત કરીએ તો ફેફસાં સુધી પહોંચે એટલી જ વાત નથી પણ સીધું જ 50થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે. વાત ત્યાં સુધી વણસી રહી છે કે હજુ તો કોઈ દર્દીએ એન્ટિજન, આરટીપીસીઆર કે સીટી સ્કેન કરાવ્યો હોય અને એનું પરિણામ આવે એના 24 કલાકમાં જ ફેફસાંમાં ઈન્ફેકશનનું પ્રમાણ 50થી 70 ટકાએ પહોંચી જતું જોવા મળી રહ્યું છે અને જે ખરેખર આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આ કારણે સેકન્ડ વેવમાં મોત વધી રહ્યાં હોવાનું તબીબોનું માનવું છે.

image source

સૌથી ચોંકાવનારી અને ડરામણી વાત તો એ છે કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે કોઈ વ્યકિત રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીવે ત્યારે ફેફસાં જેટલા ડેમેજ થાય. એટલા જ ફેફસાં વાયરસને કારણે બેથી ત્રણ દિવસમાં થઈ જાય છે. આ વાત કોઈ સામાન્ય વાત નથી. એમાં પણ ગુજરાતની હાલત તો એવી છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 ટકા દર્દીઓ ઓકિસજન પર છે. જેમના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના દર્દીઓના સીટી સ્કેન કરાવવામાં આવ્યા નથી, કેમ કે 700થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરાવવા શક્ય પણ નથી, પરંતુ ડોક્ટરો કહે છે કે ઓકિસજન પર દર્દી ત્યારે જ હોય જ્યારે તેમનાં ફેફસાં 40 ટકા કરતાં વધુ ડેમેજ હોય શકે છે.

image source

ડો.સમીર ગામી, સિનિયર પલ્મોનોલોજિસ્ટ આ વિશે વાત કરતાં જણાવે છે કે હાલમાં મોટા ભાગના કેસમાં ઓકિસજનની જરૂર હોય છે. તેમનાં ફેફસાંમાં બેથી ત્રણ જ દિવસમાં 50થી 70 ટકા સંક્રમિત થાય છે. આ સ્થિતિ કોઈ સામાન્ય માણસ રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીએ ત્યારે થતી હોય છે. જે કોરોનાના નવા સ્ટ્રેનમાં માત્ર ત્રણ દિવસમાં જોવા મળે છે. આ સિવાય હાલમાં દર્દીઓના ઓક્સિજન જરૂરિયાતની વાત કરવામાં આવે તો 89 ટકા દર્દીઓને ઓકિસજનની જરૂર પડે છે. જો 15થી 29 ટકા ફેફસાં ઈન્ફેકટ થયાં હોય તો તેવા દર્દીને ઓકિસજનની જરૂર પડતી નથી. પ્રથમ વેવમાં વ્યક્તિને ચેપ લાગતો હતો ત્યારે પહેલા 5થી 7 દિવસમાં સીટી સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવતો હતો. જૂજ કિસ્સામાં જ ઇન્ફેક્શન 50 ટકાથી ઉપર આવતું હતું.

image source

એ જ રીતે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડો. પ્રતીક સાવજના જણાવ્યા અનુસાર, પ્રથમ વેવ કરતાં હાલનો બીજો વેવ વધુ ઘાતક છે, કારણ કે વાયરસની પેટર્ન બદલાઈ છે. ત્રણ દિવસમાં મોટા ભાગના દર્દીઓનાં ફેફસાં 30થી 70 ટકા ડેમેજ થઈ જાય છે. જો ગુજરાતના જ એક કિસ્સા વિશે આપણે વાત કરીએ તો અમરેલીના દર્દીને કોરોના થયા બાદ ત્યાં દાખલ થવા માટે પ્રયાસ કર્યા, પણ ત્યાં બેડ નહીં મળતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શનિવારે સવારે તેઓ અહીં દાખલ થયા. અહીં ડોકટરે સીટી સ્કેન કરાવ્યું તો તેમનાં ફેફસાંમાં 70 ટકા ઈન્ફેકશન ફેલાઈ ગયું છે. સિવિલ હોસ્પિટલના ડો.પારુલ વડગામા કે જેઓ કોવિડ ઈન્ચાર્જ છે. તેમણે પણ વાત કરી કે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં 90 ટકા ઓકિસજન પર છે, જેમનાં ફેફસાંમાં 50થી 70 ઈન્ફેકશન જોવા મળે છે. પહેલા સ્ટ્રેનમાં આ પ્રમાણ 7-10 દિવસે જોવા મળતું, હવેના સ્ટ્રેનમાં 2-3 દિવસમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version