કોઇએ પોલીસ સ્ટેશનમાં બાળકને ફીડિંગ કરાવ્યું, તો કોઇએ જન્મેલી દીકરીનું મોં વિડીયો કોલથી જોયું, આ કહાની સાંભળીને તમે પણ આપશો સલામ

રાજકોટ શહેરમાં એકવાર ફરીથી કોરોના વાયરસએ વર્ષ ૨૦૨૦ની ગંભીર સ્થિતિને તાજી કરાવી દીધી છે. વર્ષ ૨૦૨૦ એટલે કે, ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણ પોતાની ટોચ પર હતો તે સમયે પોલીસ અને મેડીકલ ક્ષેત્રમાં પોતાની ફરજ બજાવી રહેલ મહિલાઓ દ્વારા પોતાની ફરજને એટલી નિષ્ઠાપૂર્વક પૂરી કરી રહ્યા છે કે, તેઓને સલામ કરવાની ઈચ્છા થઈ જાય અને ફરીથી યાદ આવી જાય. ગયા વર્ષે કોઈ પરિવાર અને પતિ પણ આવી મહિલાઓને પોતાના જીવને જોખમમાં મુકીને નોકરી કરતા અટકાવી શક્યા નહી. કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન પોતાના બાળકોથી દુર રહીને પણ મહિલા પોલીસ પોતાની ફરજ બજાવી છે. ઉપરાંત પોતાના એક વર્ષના બાળકને ઘરે મુકીને ફક્ત રડે તે સમયે જ પોલીસ સ્ટેશનમાં જ બાળકને ફીડીંગ કરાવીને ઘોડિયામાં સુવડાવી દેતા હતા.

જયારે અન્ય કેટલાક કિસ્સાઓમાં મહિલા ડોક્ટરે પોતાના જીવને જોખમમાં મુકીને કોરોના વાયરસથી સંક્રમિત સગર્ભા મહિલાની ડીલીવરી પણ કરાવી હતી. જયારે અન્ય એક કિસ્સામાં ડોક્ટર પતિ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે તેમના પત્ની સતત ૨૨ દિવસ સુધી ઘરે એકલા રહ્યા હતા. આ લેખમાં આવા જ કેટલાક કોરોના વોરીયર્સ વિષે જણાવીશું.

-એક વર્ષના દીકરાને ઘરે રાખીને મહિલા ASI કરતા હતા ૧૨ કલાકની ડ્યુટી.

રાજકોટ જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI રેખાબેન રમેશભાઈ સાવલિયાને બે બાળકો છે. તેમાં બીજું બાળક લોકડાઉન થયું તે સમયે ફક્ત એક વર્ષનો હતો. એક વર્ષના દીકરાને ફીડીંગ કરાવવા માટે રેખાબેનના પતિ દર ત્રણ કલાકે પોલીસ સ્ટેશન લઈને આવતા હતા. રેખાબેન પોલીસ સ્ટેશનમાં સતત ૧૨ કલાક સુધી નોકરી કરી રહ્યા હતા. ASI રેખાબેનએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન લોકડાઉન ચાલી રહ્યું હતું તે સમયે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી જવાનો ભય રહેતો હતો, તેમ છતાં આવી પરિસ્થિતિમાં જ દેશને મારી જરૂરિયાત હતી અને હું મારી ફરજ ચુકી નથી. જો હું રજા રાખું છું તો અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધી જાય. પોલીસ સ્ટેશનમાં કામ કરતા સાથી કર્મચારીઓ પણ મારા દીકરાની સંભાળ રાખી રહ્યા હતા, એટલા માટે મારી પાસે ફરજ પહેલા અને પરિવાર પછી હતો.

-ડીલીવરી કરાવતા સમયે કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હતો.

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની નિવાસી એક ગર્ભવતી મહિલાનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. આ ગર્ભવતી મહિલાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા દરમિયાન જ પોતાના બાળકને જન્મ આપ્યો હતો, પણ કોરોના વાયરસથી સંક્રમિત ગર્ભવતી મહિલાની ડીલીવરી કરાવનાર મહિલા ડોક્ટરની હિંમતની પણ પ્રસંશા કરવી પડે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. મનીષા પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડીલીવરી કરાવતા સમયે કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય તો યથાવત હતો જ પરંતુ એક ડોક્ટર તરીકે દર્દીની સારવાર કરવી જ પડે છે અને હું આપણે આપણી ફરજ બજાવવામાં ક્યારેય પીછેહઠ કરવી જોઈએ નહી. આવા સમયે પરિવારના સભ્યો પણ ઘરે ચિંતા કરી રહ્યા હતા તેમ છતાં પણ પરિવારના કોઈ સભ્યએ મને મારી ફરજ બજાવતા રોકી હતી નહી અને પરિવારના સભ્યો મને વારંવાર મારી સંભાળ રાખવાની સલાહ આપી રહ્યા હતા. જો ગર્ભવતી મહિલા કોરોના વાયરસથી સંક્રમિત હોય છે તો આ મહિલાની ડીલીવરી થઈ ગયા બાદ બાળકનું સેમ્પલ લેવામાં આવે છે. આ બાળકનું પણ સેમ્પલ લેવામાં આવ્યું અને પરીક્ષણ કરતા બાળકનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

-પોલીસ કોન્સ્ટેબલે વિડીયો કોલિંગની મદદથી દીકરાને જોઈને આનંદનો અનુભવ કર્યો.

એક વર્ષ પહેલા રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ નિભાવી રહેલ સિદ્ધરાજસિંહ સતુભા જાડેજાની પત્નીએ પોતાના દીકરાને જન્મ આપ્યો હતો. કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન પોતાની ફરજને પ્રાથમિકતા આપતા કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સતુભા જાડેજાએ વિડીયો કોલિંગની મદદથી પોતાના દીકરાને જોઈને આનંદનો અનુભવ કર્યો હતો અને દીકરાને આશીર્વાદ આપીને પત્નીના સ્વાસ્થ્ય વિષે જાણ્યું હતું. પતિની ગેરહાજરીમાં પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલની પત્નીની લોકોએ પ્રસંશા કરવામાં આવી હતી.

-રોજ ઘરે જવાથી હોસ્પિટલ સ્ટાફની હિંમત તૂટે નહી તે માટે સ્ટાફની સાથે જ રહેતા, દર્દીઓની વચ્ચે રહ્યા બાદ ઘરે જાય તો પરિવારની ચિંતા થવા લાગે.

રાજકોટ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન મેડીકલ ટીમ પોતાના જીવના જોખમે હોસ્પિટલમાં રહીને ફરજ બજાવી રહી છે. તે સમયે રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલના ડૉ. જયેશ ડોબરીયા કોરોના વાયરસનો જયારે પહેલો કેસ આવ્યો હતો તે સમયથી જ હોસ્પિટલમાં ચાલ્યા ગયા હતા અને ૨૪ કલાક હોસ્પિટલમાં જ રહેતા હતા. સિનર્જી હોસ્પિટલમાં પણ ત્રણ કેસ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા, જયારે આ તમામ દર્દીઓના સ્વસ્થ થઈ ગયા બાદ ડીસ્ચાર્જ આપીને ઘરે જવા દેવામાં આવી હતી, તેમ છતાં પણ ડૉ. જયેશ ડોબરીયા સતત ૨૨ દિવસ સુધી ઘરે ગયા હતા જ નહી અને હોસ્પિટલમાં જ રોકાયા હતા. ડૉ. જયેશ ડોબરીયાએ કહ્યું હતું કે, સતત કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વચ્ચે રહ્યા બાદ ઘરે જાય છે તો પરિવારના સભ્યોની ચિંતા અને રોજ રોજ ઘરે જશે તો હોસ્પિટલના સ્ટાફની હિંમત તૂટી જશે એટલા માટે ડૉ. જયેશ ડોબરીયા સ્ટાફની સાથે જ રહીને ૨૪ કલાક ડ્યુટી કરી રહેલ સ્ટાફને પણ એવું થાય કે સર પોતે જ અહિયાં છે તો આપણે શું કામ ઘરે જવું જોઈએ, એટલા માટે ડૉ. જયેશ ડોબરિયા ૨૨ દિવસ સુધી હોસ્પિટલમાં જ રહ્યા અને તેમના પત્ની ઘરે એકલા રહ્યા હતા.

-મારી દીકરી મારા વિના નહી રહી શકતી હોવાથી સાથે જ લઈને આવતી.

જસદણના આટકોટ નજીક બનાવવામાં આવેલ ચેકપોસ્ટ પર એક નર્સ ૪૨ ડીગ્રી કરતા વધારે તાપમાનમાં પોતાની સાડાત્રણ વર્ષની દીકરીને પોતાની સાથે જ રાખીને ફરજ બજાવી રહ્યા હતા. આટકોટમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભાવિશાબેન રાબડીયા નર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ભાવિશાબેન રાબડીયા રાજકોટ- ભાવનગર હાઈ- વે પર આવેલ ચેકપોસ્ટ પર બહારથી આવી રહેલ વ્યક્તિઓનું થર્મલગનની મદદથી તાપમાન માપવાનું અને ચેકઅપ કરવાની ફરજ નિભાવી રહ્યા હતા. ભાવિશાબેન રાબડીયા પોતાની દીકરી આરાધ્યાને પોતાની સાથે જ ૪૨ ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ નિભાવવા માંથી ચુક્યા હતા નહી. ભાવિશાબેન રાબડીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી આરાધ્યા મારા વિના નહી રહી શકતી હોવાથી તેને સાથે લઈને જ આવતી હતી. ચેકપોસ્ટ પર ફરજ પર હાજર સ્ટાફ પણ આરાધ્યાનું પુરેપુરી સંભાળ રાખતા અને તાપ ના હોય તે જગ્યાએ ચાલી જતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!