લોકડાઉનમાં સેવા: આ પતિ-પત્ની રોજ જમાડે છે ભૂખ્યા લોકોને, આ સાથે દોઢ લાખ પગાર પણ આપી દીધો સેવામાં

આજે અમે આપને ગુજરાત રાજ્યના રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહેલ એક ડોક્ટર દંપતી વિષે જણાવીશું.

image source

જેઓ દિવસ દરમિયાન હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવે છે જયારે સાંજે ફરજ પરથી પાછા ફરીને સાંજે ભૂખ્યા વ્યક્તિઓને જમાડે છે અને જરૂરિયાત વાળી વ્યક્તિઓને સેનેટાઈઝર અને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

ઉપરાંત આ બન્ને પતિ પત્ની સેવા કરવા માટે અને જમાડવા માટે જરૂરી પડતી વસ્તુઓ માટે પોતાનો એક પગાર વાપરવા માટે આપી દેવાનું નક્કી કર્યું છે. આ બન્ને પતિ પત્નીનો પગાર અંદાજીત દોઢ લાખ રૂપિયા જેટલા તેમણે સેવામાં આપ્યા છે.

દીકરાએ કહ્યું કે, મમ્મી પપ્પા સેવા કરો ઘરની ચિંતા ના કરશો.

image source

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મુકેશભાઈ મેરજા જેઓ લેબ ટેકનીશીયનની જોબ કરે છે. જયારે તેમના પત્ની વિભાબેન મુકેશભાઈ મેરજા જેઓ આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. મુકેશભાઈ મેરજા જણાવે છે કે, તેઓ અને તેમના પત્ની આ દેશમાં ચાલી રહેલ મહામારીના સમયમાં દેશને સમર્પિત રહેવાનું નક્કી કર્યું છે.

નોકરીમાં બંને પતિ પત્નીના જીવ જોખમમાં હોવા છતાં પણ નોકરી કરીએ છીએ અને ત્યાર પછી જયારે દિવસે નોકરી પર ફરજ પૂરી કર્યા પછી મિત્રોની મદદથી એક રસોડું તૈયાર કર્યું છે ત્યાં અમારા પતિ પત્નીના પગારથી રસોડું ચલાવે છે. આ રસોડામાં બનતું ભોજન જરૂરીયાતમંદ ગરીબ વ્યક્તિઓ સુધી જાતે જ પહોચાડે છે અને પ્રેમથી જમાડે પણ છે.

image source

મુકેશભાઈ મેરજા અને તેમના પત્ની વિભાબેન આગળ જણાવતા કહે છે કે, તેઓ હજી પણ આ કાર્ય જરૂરિયાત પ્રમાણે શરુ જ રાખવાના છે. તેમજ વિભાબેન કહે છે કે, દેશમાં ચાલી રહેલ મહામારીમાં કામ કરીને અમને ખુબ ગર્વ થઈ રહ્યો છે તેમજ આ કામમાં અમારો દીકરો કહે છે કે, મમ્મી પપ્પા આપ બન્ને સેવા કરો અને ઘરની ચિંતા બિલકુલ કરશો નહી હું સાંભળી લઇશ.

વિભાબેન મેરજા મહિલાઓ માટે પિંક ઓટો રીક્ષાના પ્રણેતા છે.:

 

image source

ગુજરાત રાજ્યમાં પિંક ઓટો રીક્ષાના પ્રણેતા અને આખા ગુજરાતમાં સૌપ્રથમ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાવનાર તેમજ ઘણા બધા સેવાકીય એવોર્ડ મેળવનાર વિભાબેન મુકેશભાઈ મેરજા જણાવે છે કે, મારું કામ જ મારો ધર્મ છે. અત્યારે હું અને મારા પતિ અમારો પગાર લોકડાઉનમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં આપી રહ્યા છે.

આજે જયારે આખી દુનિયા કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે ત્યારે મારો ધર્મ છે કે આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવી શકાય અને આ લોકડાઉનના સમયમાં ગરીબ, મજુર વર્ગ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને પડી રહેલ મુશ્કેલીઓમાં તેમને યોગ્ય રીતે સમજાવીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરીને તેઓની મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

image source

અમે બંને પતિ પત્ની સરકારી નોકરી પર પોતાની ફરજ બજાવીએ છીએ. તેમજ ઘરનું કામકાજ કરવાનું હોય છે આ સાથે જ અમે બન્ને એક સેવાભાવી સંસ્થા સાથે પણ જોડાયા છીએ. આ સંસ્થાના સભ્યો સાથે મળીને પ્રતિદિન બે હજાર થી અઢી હજાર વ્યક્તિઓ માટે રોટલી, શાક, છાશ, ભાત, ગુંદી, ગાઠીયા જેવું સાત્વિક ભોજન જમાડવામાં આવે છે. તેમજ દરેક વ્યક્તિને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક, હેન્ડ સેનેટાઈઝર અને સામાજિક અંતર જાળવી રાખવાનું પણ સમજાવીએ છીએ.