કોવેક્સીન લેનારા 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને મળશે આ સુવિધા, જાણો નવો નિયમ

દેશમાં કોરોના મહામારીને લઈને સતત ચિંતા વધી રહી છે ત્યારે કોરોનાની વેક્સીનનું ટ્રાયલ ગુજરાતના અમદાવાદમાં પણ શરૂ કરાયું છે. જી હા, અમદાવાદમાં આવેલી સોલા હોસ્પિટલમાં ભારતીય બનાવટની કોરોનાની કોવેક્સીનનું ટ્રાયલ છેલ્લા 3 દિવસથી શરૂ થયું છે. કોવેક્સીન વેક્સીન માટે જે પણ લોકો ટ્રાયલ માટે આવ્યા છે તેમની પાસે 10 પાનાનું ફોર્મ ભરાવાય છે. આ ફોર્મમાં જો કોઈ ઉંમર લાયક એટલે કે 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ છે તો તેમની ઉંમરની સાથે જ તેમન કયા રોગ છે તેની માહિતિ રેકોર્ડિંગ માટે લેખિતમાં સંમતિ લેવાય છે અને તેમનું ઓડિયો રેકોર્ડિંગ પણ કરાય છે.

કેટલા સમયની રહે છે વેક્સીનના ટ્રાયલની પ્રક્રિયા

image source

મળતી માહિતી અનુસાર કોરોનાની કોવેક્સીન વેક્સીનની ટ્રાયલ પ્રક્રિયા માટે 1 કલાકનો સમય વોલેન્ટિયર્સ પાસે લેવાય છે. વેક્સીન આપતાં પહેલાં જ નિષ્ણાત ડોક્ટર્સની મદદથી વોલેન્ટિયર્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો કોઈ વોલેન્ટિયર એક વખત રસી લે છે તો તેણે જણાવ્યા અનુસાર ફરીથી ટ્રાયલ માટે 12 મહિના સુધી નક્કી કરેલી તારીખે ચેકઅપ માટે હાજર થવાનું રહે છે. આ સિવાય તેમના આરટીપીસીઆરના ટેસ્ટ પણ કરાવાશે. જ્યારે પણ કોઈ વોલેન્ટિયર્સ ટેસ્ટિંગ માટે પોતાની સંમતિ દર્શાવે છે ત્યારે તેનું નામ ખાનગી રાખવામાં આવે છે.

કયા કયા સમયે વોલેન્ટિયર્સની કરાવાશે તપાસ

image source

જ્યારે એક વાર કોઈ વોલેન્ટિયર વેક્સીન લે છે ત્યારે તેની સમગ્ર શારીરિક તપાસ કરાય છે. જેમાં તેના નાક, લોહીની તપાસની સાથે સાથે જ તેને કઈ તકલીફો છે તેની હિસ્ટ્રી પણ તપાસવામાં આવે છે. આ વેક્સીન લીધા બાદ વોલેન્ટિયર્સે 30 મિનિટ સુધી ત્યાં જ બેસવું પડે છે.

એક મહિના બાદ અપાશે વેક્સીનનો બીજો ડોઝ

image source

જ્યારે એક ડોઝ લીધા બાદ બીજો મહિનો આવે છે ત્યારે વોલેન્ટિયર્સને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવે છે. આ ડોઝની કોઈ સાઈડ ઈફેક્ટ થાય છે કે નહીં તે ચકાસવા માટે તેઓએ 30 મિનિટ ત્યાં બેસવું પડે છે. જ્યારે કોઈ વોલેન્ટિયરને બીજી વખત ડોઝ અપાય છે ત્યારે તેનું ટેમ્પ્રેચર, ધબકારા, બીપી અને ઓક્સીજન લેવલ પણ ચેક કરાય છે. જેનાથી વેક્સીનની અ્સરનો અંદાજ કાઢી શકાય છે.

image source

આ પછી સાતમા મહિના સુધી ઉપર મુજબ વેક્સીન આપ્યા વિના ફક્ત તપાસ માટે વોલેન્ટિયર્સે આવવાનું રહેશે અને તેમની તપાસ બાદ તેઓ પરત કામે ફરી શકે છે.

વેક્સીનના બંને ડોઝ લીધેલા વોલેન્ટિયર્સે આઠમા મહિને રસીની આડઅસર, તાવ, શરદી કે ઉધરસ સિવાય કોઈ તકલીફ છે કે નહીં તેની માહિતી નક્કી સ્થળે આપવાની રહે છે.

image source

નવમા મહિને ઓપીડીમાં ફરીથી વોલેન્ટિયર્સની શારીરીક તપાસ કરવામાં આવે છે અને તેની પર વેક્સીનેશનની અસર શું થઈ રહી છે તે તપાસવામાં આવે છે. સતત 12 મહિના સુધી આ રીતે ટ્રાયલ માટે આવેલા દર્દીઓનું ચેકિંગ કરાય છે અને તેમને સુપરવાઈઝ પણ કરાય છે જેથી વેક્સીનની અસરકારકતા જાણી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત