કોવિન એપઃ ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે? આરોગ્ય સેતુનું શું થશે? શું એની પર પણ રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે?

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાનું વેક્સીનેશન અભિયાન શરૂ થયું છે. આ સમયે સૌ પહેલાં સરકાર હેલ્થવર્કર્સ અને સાથે જ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીન આપી રહી છે. આ માટે સરકારે ઓગસ્ટ સુધીમાં 3 કરોડ લોકોને વેક્સીનેટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સિવાય અન્ય લોકો પણ કોવિન એપ પર રજિસ્ટર કરાવીને વેક્સીન લેવાની તૈયારી કરી શકે છે. આ સિવાય સરકાર લોકોની પસંદગી માટે ઇલેક્શન ડેટાનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં યોગ્ય લોકો સેલ્ફ રજિસ્ટ્રેશન માટે કોવિન એપનો ઉપયોગ કરી શકશે એમ પણ સરકારે કહ્યું છે.

image source

જાણો સરકારના અનુસાર ક્યાં સુધીમાં એપની મદદ મળી શકશે

હજુ સુધી સરકારે આ કોવિન એપના ઉપયોગની કોઈ નક્કી તારીખ જાહેર કરી નથી. કોવિન વેબસાઈટ કે એપ લોન્ચ થઈ નથી. એની પર સરકાર જ ડેટા અપલોડ કરી રહી છે. આ એપ સરકારી અધિકારીઓ માટે હોવાની જાણકારી મળી રહી છે. સરકારે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકો અને સાથે ઓછી ઉંમરના લોકોનો ડેટાબેઝ પણ અપલોડ કરવાની શરૂઆત કરી છે. આ માટે સર્વે અને ચૂંટણી ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે. હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીનેટ પણ કરાયા છે. જેથી સામાન્ય લોકો તેને જાતે જ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેમાં ચેકિંગ માટે આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરાશે.

કોવિન એપમાં શું મળશે

આ એપમાં વેક્સીન ફેક્ટ્રીથી નીકળીને તેને પહોંચાડવા સુધીની જાણકારી મળશે. જેઓએ વેક્સિન લગાવી દીધી છે તેમનું ટ્રેકિંગ કરી શકાશે. આ પછી બીજા ડોઝ માટે તેમને સર્ટિફિકેટ અપાશે અને જેને મોબાઈલમાં સ્ટોર કરી શકાશે. કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક એટલે કે કોવિન પ્લેટફોર્મ વેક્સીનના ગ્રૂપની ઓળખ કરી શકાશે. એવા લોકોને ટ્રેક કરવામાં મદદ મળશે અને સાથે ગેરરીતિને અટકાવવામાં પણ એપ મદદ કરશે.

કોવિન એપમાં શું હશે

આ એપમાં 3 વિકલ્પ મળે છે જેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન, વ્યક્તિગત રજિસ્ટ્રેશન અને બલ્ક અપલોડ. જેની મદદથી 12 ભાષામાં ટેકસ્ટ મેસેજ મોકલી શકાય છે. જેને વેક્સીન લગાવવાની છે તેને પણ ગાઈડ કરી શકાય છે. જો કોઈનું નામ આ પ્લેટફોર્મ પર ન હોય તો યોગ્ય રીતે અધિકારીનો સંપર્ક કરી શકાય છે. દરેક વ્યક્તિના હેલ્થ સર્ટિફિકેટ સિસ્ટમમાં અપલોડ કરી શકાય છે. આ સિવાય કોવિડ પોર્ટલનો ઉપયોગ કરતાં સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકાય છે.

image source

આરોગ્ય સેતુ એપનું શું થશે

આ એપ એક સિંગલ વિન્ડો એપ છે. જેને 17 કરોડ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. અહીં લોકોએ પોતાની માહિતી આપવાની રહે છે. સેલ્ફ રજિસ્ટ્રેશન સાથે અન્ય અનેક વિકલ્પોને અહીં આપવામાં આવ્યા છે. પણ વેક્સીનેશન માટે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે. આ એપ પર કોવિન પ્લેટફોર્મ સાથેની માહિતી મળશે પણ એનરોલમેન્ટ અને વેક્સીનેશન સાથે જોડાયેલા વિકલ્પ પણ મળશે. આ સુવિધા ત્યારે મળશે જ્યારે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સનું વેક્સીનેશન પૂરું થશે.

image source

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું છે કે જે લોકો કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવે છે તેમને જ વેક્સીનની સુવિધા મળે છે. આ સિવાય વેક્સીનની સુવિધા મળશે નહીં. ક્યૂઆર બેસ્ડ સર્ટિફિકેટ આપશે. આ સિવાય આ પ્લેટફોર્મ લોન્ચ થયું નથી પણ અન્ય અનેક એપ આ નામથી લોન્ચ થઈ છે જે અફવા ફેલાવી રહી છે. એનાથી બચવાની સ્વાસ્થ્યમંત્રીએ સલાહ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત