મલાઈકા અરોરાને દેખાયા માલદીવમાં ડાયનોસોરના ઈંડા? ફેન્સને પૂછ્યો આ સવાલ

હાલના દિવસોમાં મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. વીતેલા દિવસોમાં, બંનેએ તેમના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે હોટ અંદાજમાં જોવા મળી હતી, જ્યારે અર્જુન કપૂર બીચ પર આરામ કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ તસવીરોમાં ખાસ વાત એ હતી કે બંનેએ સોલો તસવીર શેર કરી હતી. જેમાં તેનો પાર્ટનર જોવા મળ્યો ન હતો. પરંતુ લોકોને એ સમજવામાં સમય ન લાગ્યો કે બંને એક જ જગ્યાએ રજાઓ વિતાવી રહ્યા છે. તો મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે જેને જોઈને એમના ફેન્સ પણ ચોંકી ગયા છે

મલાઈકા અરોરાએ શું જોયું?

image source

મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ત્રણ મોટા કદના ઈંડા જેવું કંઈક જોવા મળે છે. તસવીર શેર કરતાં મલાઈકા અરોરાએ ચાહકોને સવાલ પૂછ્યો કે ‘શું ડાયનાસોરના ઈંડા છે?’ આગળ તેણે લખ્યું છે #Khalesi

વેકેશનનો વિડીયો કર્યો શેર

image source

મલાઈકા અરોરા માલદીવમાં હોલિડે એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે સાઇકલ ચલાવતી વખતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો અર્જુન કપૂરે જ બનાવ્યો છે. આ સાથે મલાઈકા પણ હોટ તસવીરો શેર કરતી જોવા મળી હતી. સાથે જ અર્જુન કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરી છે. જ્યાં તે બીચ સાઈડ પર બેઠેલો જોવા મળ્યો હતો. બંનેની તસવીરો જોઈને સરળતાથી અંદાજ લગાવી શકાય છે કે બંને એકસાથે વેકેશન મનાવી રહ્યાં છે.

બ્રેકઅપની હતી ખબરો

image source

તાજેતરમાં એવું માનવામાં આવતું હતું કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે અને બંને વચ્ચે લાંબા સમયથી કોઈ વાત થઈ નથી. જેના કારણે તેમના બ્રેકઅપના સમાચાર જોરમાં હતા. પરંતુ બંનેને માલદીવમાં એકસાથે વેકેશન મનાવતા જોઈને લોકોના મોં પર તાળું આવી ગયું છે.

વર્કફ્રન્ટ

image soucre

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર હાલમાં જ ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો, તેના પાત્રની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ટૂંક સમયમાં અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં પણ જોવા મળશે. જો મલાઈકા અરોરાની વાત કરીએ તો મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયા બેસ્ટ ડાન્સર 2ને જજ કરતી જોવા મળી હતી.