રથયાત્રાની બીજી સવારે ડાકોરમાં ઘટી અદ્ભુત ઘટના, ઓનલાઈન લાખો ભક્તો બન્યા તેના સાક્ષી, 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રણછોડજીની વાંસળી…

રથયાત્રાની બીજી સવારે ડાકોરમાં ઘટી અદ્ભુત ઘટના – ઓનલાઈન લાખો ભક્તો બન્યા તેના સાક્ષી – 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું

image source

વિશ્વવિખ્યાત ડાકોરના રણછોડરાયજીના મંદીરમાં બની અદ્ભુત ઘટના. અને હજારો લોકોએ લાઈવ નીહાળી આ સુંદર ઘટના. રથયાત્રાની બીજી સવારે મંગળા આરતીના સમયે મંદીરમાં એક અલૌકિક ઘટના ઘટી હતી. મંગળા આરતી દરમિયાન ભગવાનને ધરવામા આવેલી વાંસળી આપોઆપ નીચે પડતી દેખાઈ હતી. આ ઘટનાને લઈને વૈષ્ણવ શ્રદ્ધાળુઓ તેમજ ભક્તો તેને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે અને તેનું અર્થઘટન કરી રહ્યા છે.

image source

જોકે આ ઘટનાથી ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક ધારી રહ્યા છે કે ભગવાન કોપ વરસાવશે તો વળી કેટલાકનું કહેવું છે કે ભગવાન મુશ્કેલીઓ દૂર કરશે. દેશના દરેક મોટા મંદીરો હવે મંદીરમાં થતાં ઉત્સવો તેમજ આરતીઓનું પોતાની વેબસાઇટ પર લાઇવ ટેલિકાસ્ટ કરતા હોય છે. અને મંદીરમાં હાજર નહીં રહી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનનો લાહવો ઓનલાઈન ઉઠાવતા હોય છે. તેમાં પણ હાલ લોકડાઉનના કારણે મંદીરના દર્શન પર પણ અંકુશ મુકવામાં આવ્યો છે એટલે ઓનલાઈન દર્શન કરનારા શ્રદ્ધાળુઓમાં પણ ભારે વધારો થયો છે.

image source

મંદીર દ્વારા આરતીના વિડિયોનું લાઇવ ટેલિકાસ્ટ લાખો ભક્તો દ્વારા જોવાય છે. તે દિવસે પણ લાખો ભક્તો ભગવાનની આરતીના ઓનલાઈન સહભાગી બન્યા હતા અને આ ઘટના તેમને ઓનલાઈન જોવા મળી હતી. બરાબર સવારના 7 વાગ્યાને 3 મિનિટ અને 15 સેકન્ડે વાંસળી પડી હતી. જો કે આ ઘટનાને લઈને ભક્તો ભારે ચિંતામાં છે. જો કે તેમને એવી પણ પૂર્ણ શ્રદ્ધા છે કે તેમનો શામળિયો તેમને ગમે તેવા કપરા સંજોગોમાંથી બહાર લાવી દેશે.

image source

જોકે તેને લોજીકલી જોવા જઈ તો બની શકે કે ભગવાનની વાંસળી ચોંટાડતી વખતે ક્યાંક ચૂક રહી ગઈ હોય અને સ્વાભાવિક રીતે જ વાંસળી પડી હોય. પણ અહીં વિષય શ્રદ્ધા અને આસ્થાનો છે. પણ તમને જણાવી દઈએ કે વૈષ્ણવોમાં વાંસળીને પણ શ્રી કૃષ્ણ જ માનવામાં આવે છે. બીજી બાજું આપણે શું ક્યારેય કૃષ્ણને વાંસળી વગર કલ્પ્યા છે ? હંમેશા તેમની છવી આપણી સમક્ષ ઉભરી આવે ત્યારે મોરપંખ અને વાંસળી તો તેમાં હોય હોય અને હોય જ. અને શ્રદ્ધાળુઓ એવું પણ વિચારી રહ્યા છે કે શ્રીકૃષ્ણની વાંસળી મંગળા આરતીના સમયે જ કેમ પડી ? શા માટે આ ચોક્કસ સમય ?

image source

જોકે પુષ્ટીમાર્ગી વૈષ્ણનો આ ઘટનાને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેમના કહેવા પ્રમાણે શ્રીકૃષ્ણની વાંસળીને સેવકોએ રથયાત્રાના માર્ગે ફેરવવી જોઈતી હતી. દર શુક્રવારે તેમજ અગિયારસના દિવસે ભગવાનની કંઠીને લક્ષ્મીજીના મંદીરે લઈ જવામાં આવીને એક પરંપરા પૂર્ણ કરવામા આવે છે તેમ વાંસળીને પણ રથયાત્રાના માર્ગે ફેરવવી જોઈતી હતી તેમ કરવાથી પ્રભુના આશિર્વાદ પ્રાપ્ત થયા હોત અને કોરોનાના નિયમોનો ભંગ પણ ન થાય. બની શકે કે આ ઘટના પ્રભુનો જ કોઈ સંકેત હોય !

image source

ત્યાર બાદ પણ એક ઘટના ઘટી હતી અને તે પણ મંગળા આરતી દરમિયાન જ બની હતી. તે વખતે મંગળા આરતી દરમિયાન કપૂર ઓલવાઈ ગયું હતું જેને પુજારીજીએ ફરીથી પ્રગટાવી દીધું હતું. તમને એ પણ જણાવી દઈએ કે 2017માં મંગળા આરતી આખી ઓલવાઈ ગઈ હતી. અને તેનાથી વૈષ્ણવોમાં કંઈક ખરાબ ઘટીત થવાની લાગણી ઉદ્બવી હતી. ત્યાર બાદથી મંદિરમાં અવારનવાર થતાં ઘર્ષણો સામે આવ્યા છે તેમજ તેમના કેટલાક પરિવર્તનો પણ આવ્યા છે. તેમજ મંદિરના કાર્યોમાં સરકારની દખલગીરી પણ વધી ગઈ છે.

image source

હવે વાંસળી પડી જવાની આ ઘટના ભવિષ્યની કઈ સ્થિતિ તરફ ઇશારો કરી રહી છે તે જોવાનું રહ્યું. જોકે ભવિષ્યની મુશ્કેલીઓ દૂર કરવા માટે અને આ ઘટનાને એક આફતનો સંકેત માનીને ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક આગેવાનો કેટલીક ચર્ચાઓ બાદ બની શકે કે અંકુશિત સંખ્યામાં આવનારી અગિયારસે રથયાત્રા કરીને સંકટોને ટાળવાનો પ્રયાસ કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત