જાણો અમેરિકાની એક એવી ડરામણી જેલ વિશે, જેની અમુક વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ

દુનિયાભરમાં અનેક જેલો આવેલી છે અને અલગ અલગ દેશોની જેલો પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ક્યાંક વળી માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તેવી યાતનાઓ પણ કેદીને ભોગવવી પડે એવી જેલો પણ છે

image source

વળી ક્યાંક ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતી જેલો પણ છે. જો કે જેલમાંથી કેદી નાસી છૂટ્યા હોય તેવા સમાચારો આપણે સમયાંતરે અખબારોમાં વાંચતા હોઈએ છીએ. ત્યારે આજે અમે આપને એક એવી જેલ વિશે જણાવવાના છીએ કે જ્યાંથી કોઈપણ કેદી ન ભાગ્યો હોવાનું મનાય છે. જો કે ભાગવા માટે પ્રયત્નો તો અનેક કેદીઓએ કર્યા છે પણ કોઈ તેમાં સફળ થયું નથી.

આ જેલનું નામ છે અલકાટ્રાઝ જેલ. કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કોના કિનારાથી દૂર અલકાટ્રાઝ ટાપુ પર સ્થિત આ જેલ વર્ષ 1934 માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનો નિભાવખર્ચ વધી જતાં 1963 માં બંધ કરી દેવામાં આવી. હવે આ જેલનો ઉપયોગ મ્યુઝિયમ તરીકે થાય છે. અને આ મ્યુઝિયમને જોવા વર્ષે અનેક પર્યટકો અહીં આવે છે. આ જેલનું એક નામ ” ધ રોક ” પણ છે.

image source

આ જેલના ભૂતકાળ વિશે વાત કરીએ તો કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી અને ચારે બાજુએ સાન ફ્રાન્સિસ્કોની ખાડીના ઠંડા પાણીથી ઘેરાયેલી આ જેલને અમેરિકાની સૌથી મજબૂત જેલ માનવામાં આવતી હતી. તે સમયે આ જેલમાં અમેરિકાના સૌથી ખૂંખાર કેદીઓને અહીં કેદ કરવામાં આવતા હતા જેથી તેઓ ક્યાંય ભાગી ન શકે. છતાં 29 વર્ષના ઇતિહાસમાં આ જેલમાંથી 36 કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો જે પૈકી 14 કેદીઓને પકડી લેવામાં આવ્યા જ્યારે અમુક કેદીઓ પોલીસની ગોળીનો શિકાર બન્યા તો અમુક પાણીમાં ડૂબી ગયા. પાંચ કેદીઓની તો લાશ પણ પોલીસને મળી નહોતી.

image source

જો કે એવું પણ કહેવાય છે કે જૂન 1962 માં આ જેલમાંથી ત્રણ કેદી ફ્રેંક મોરિસ, જોન એંગલિન અને ક્લેરેન્સ એંગલિન નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વર્ષો બાદ પોલીસને મળેલા એક પત્રમાં આવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે એ કેદીઓની તપાસ પણ કરી પરંતુ તેઓ હાથ ન લાગ્યા. જો કે જોન એંગલિન અને ક્લેરેન્સ એંગલિનના પરિવારજનોએ પણ એવો દાવો કર્યો હતો કે તેઓ જીવિત છે પરંતુ તેઓનો ક્યાંય પત્તો ન મળ્યો.

 

image source

વળી, આ જેલને અમેરિકાની સૌથી ડરામણી જેલ પણ માનવામાં આવતી. અહીં કેટલાય કેદીઓએ આત્મહત્યા કરી હતી જેના કારણે તેની આત્માઓ અહીં ભટકતી હોવાની વાતો પણ બહાર આવી હતી. લોકોએ અહીં પેરાનોર્મલ એક્ટિવિટીનો પણ અનુભવ કર્યો હોવાનું કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત