કરીના અને અનુષ્કા બાદ દીપિકાનો વારો, તસવીર વાયરલ થતાં જ સારા સમાચારા આપવાની ફેન્સને આશા બંધાઈ

દીપિકા પાદુકોણની નવી તસવીરથી લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી કરીને ધમાલ મચાવી દીધી છે. દીપિકા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં ખૂબ જ પસંદ કરી કરીને પોસ્ટ કરે છે અને સોશિયલ મીડિયા પર તેની પસંદગીની વસ્તુઓ જ શેર કરે છે.

પરંતુ થોડા સમય પહેલા જ દીપિકાએ એક એવી તસવીર શેર કરી છે, જે પછી અચાનક સવાલ ઉભો થવા માંડ્યો છે કે શું દીપિકા કોઈ સારા સમાચાર આપવા જઈ રહી છે…?

image source

અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાને તેની ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા ત્યારે હવે પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો વારો આવ્યો છે..? આવા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

દીપિકા પાદુકોણે તેના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે હસતી અને થોડી નીચે જોઈને શરમતી દેખાઈ રહી છે. જો કે, દીપિકાએ આ તસવીરના કેપ્શનમાં માત્ર ‘ફેબ્રુઆરી’ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

તમે દીપિકાની આ તસવીર પણ જોઈ શકો છો કે તેની આ તસવીર પર, ઘણા યુઝર્સ પૂછે છે કે શું તે કોઈ સારા સમાચાર આપશે. હવે દીપિકાની આ તસવીરે ઘણું સસ્પેન્સ સર્જ્યું છે. આપને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 6 વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યા પછી નવેમ્બર 2018માં લગ્ન કર્યા હતા.

image source

જો કે આ વર્ષે એક કે બે નહીં પણ દીપિકાની કેટલીય ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે દીપિકા ઘણા મોટા પ્રોજેક્ટ્સનો એક ભાગ બની ગઈ છે.

image source

આ વર્ષે દીપિકા બાહુબલી પ્રભાસ સાથે પણ એક ફિલ્મમાં જોવા મળી રહી છે, જ્યારે ઋતિક રોશન સાથે અને ડારેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મનો પણ ભાગ બની છે. આ સિવાય દીપિકાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘પઠાણ’ માં જોડાવાની વાત પણ કરી છે.

image source

ઉલ્લેખનીય છે કે બોલિવૂડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને બે વર્ષ થઈ ગયા છે. 14 નવેમ્બર 2018ના દિવસે આ રોમેન્ટિક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ઇટાલીમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

image source

દીપિકા અને રણવીરના લગ્નના સમાચાર સામે આવ્યા હતા અને થોડા દિવસ પછી તેમનું વેડિંગ ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું હતું. આ સ્ટાર જોડીએ 14 અને 15 નવેમ્બરના દિવસે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.

image source

તમને જણાવી દઇએ કે લગ્ન પહેલા લાંબા સમય સુધી દીપિકા અને રણવીર એક બીજાને લાંબા સમય સુધી ડેટ કરી ચૂક્યા છે. ઇટલીમાં લગ્ન પછી બંનેએ ભારત આવી અલગ અલગ જગ્યાઓ પર રિસેપ્શન આપ્યું હતું. નોંધનીય છે કે રણવીર અને દીપિકા બોલિવૂડના સૌથી ચાર્મિગ કપલ્સમાંથી એક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત