દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનશે નાના એરક્રાફ્ટ, આ કંપની સાથે સરકારે કર્યાં MOU

ગુજરાતનું નામ ફરી એકવાર સમગ્ર દેશમાં ગુંજતુ થવાનું છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે MOU કર્યા છે, નોંધનિય છેકે, આ કંપની હવે સૌરાષ્ટ્રના અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગગીરી શરૂ કરી દીધી છે. જેવે પગલે હવે આ વર્ષના ઓક્ટોબર સુધીમાં આ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા છે.

image source

આ કામગીરી પૂર્ણ થયા બાદ આ કંપની પ્રોડક્શન શરૂ કરશે અને પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ બજારમાં મૂકવામાં આવશે અને ગુજરાતમાં એક નવા અધ્યાયની શરૂઆત થશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટમા કંપની તરફથી પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા અને ત્યાર બાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેના થકી રાજ્યમાં નવી નોકરીની તકો ઉભી થશે અને રાજ્યનું નામ સમગ્ર દેશમાં રોશન થશે.

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે. નોંધનિય છે કે, આ કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ આ અંગે વિગતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન અહીં શરૂ કરવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે, આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. દેશમાં થોડા વર્ષોમાં નાના એકક્રાફ્ટની માગમાં વધારો થયો છે. ઉદ્યોગપતિઓ થી લઈને ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ નાના એકક્રાફ્ટ વસાવી રહ્યા છે.

તો બીજી તરફ, કંપની દ્વારા વિદેશની અન્ય 3 કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાનંમાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર જ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

image source

નોંધનિય છે કે, આ કંપની દ્વારા અમરેલી ખાતે શરૂ કરવામાં આવી રહેલા આ નવા પ્રોડક્શન યુનિટને કારણે એન્જિનિયરોની સાથે સાથે અન્ય એક્સપર્ટને તેમજ અન્ય ટેક્નિશિયનો સહિત 200થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે, જ્યારે બીજી તરફ એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર મળશે તેવી માહિતી આપી હતી. આમ ટૂંક સમયમાં ગુજરાતમાં એક નવો અધ્યાય શરૂ થા જઈ રહ્યો છે. જેથી આવનારા સમયમાં ગુજરાતનું નામ વિશ્વ ફલક પર છવાઈ જશે.