દેશના ભવિષ્ય માટે આ છે એક નવી શરૂઆત, I-Tech કરશે સરળ રીતે ઓનલાઈન ટ્રેનિંગથી બાળકોને મદદ

I-Techની મદદથી ઓનલાઈન ટ્રેન્ડમાં કરો બાળકના ભવિષ્યને ઉજ્જવળ, જાણો કઈ રીતે કામ કરે છે કંપની

દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીના કારણે અનેક મુશ્કેલીઓ આવી છે ત્યાં જ દેશના ભવિષ્ય ગણાતા એવા યુવાધનને પણ મુશ્કેલી આવી છે. તેઓ ઓફલાઈનને બદલે ઓનલાઈન પોતાની કરિયર પર ફોકસ કરી રહ્યા છે. આ સમયે I-Tech કંપની તેમની મદદ કરશે. જી હા, આ કંપની K-12 સેગમેન્ટમાં એક નવા સ્ટાર્ટઅપનો પ્રવેશ કરવા જઈ રહી છે. ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ છે અને તેનું ઈન્ડિયન માર્કેટ જોઈએ તો તે 247$ મિલિયનનું છે. I-Techએ ઉજ્જવળ અને ભવિષ્યની ઉભરતી સ્વદેશી પ્રતિભા માટે એક સુંદર અને સરળ શરૂઆત સાબિત થઈ શકે છે. શીખવાની સરળતા અને સક્ષમતા માટે એક નવી શરૂઆત કરવા કંપની તત્પર છે. કંપની 21મી સદીના ભારતના ચમકતા સિતારાઓ બનાવવા માટે વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવામાં અને તેને નિખારવામાં દ્રઢ વિશ્વાસ રાખે છે. I-Techની મદદથી હાલમાં ઓનલાઈનના માહોલમાં આઈટી ઈન્ડસ્ટ્રીમાં રોજગાર અને સ્કીલ વચ્ચેનો જે ગેપ છે તેને મોટાભાગે ઘટાડવામાં મદદ મળી શકે છે.

જાણો કેવી રીતે કામ કરે છે I-Tech કંપની :

IANT દ્વારા ચલાવવામાં આવતી I-Tech એ 100% ઓનલાઇન આઇટી સ્કીલ ટ્રેનિંગ પ્લેટફોર્મ છે. અહીં ખાસ કરીને ધોરણ 6 થી 12+ ના પણ તમામ પ્રવાહ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) માં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. અત્યારની વાત કરીએ તો ભારતમાં લગભગ 180 મિલિયન વિદ્યાર્થીઓ છે, જે આ કેટેગરીમાં છે. ભવિષ્યમાં IANT ધોરણ 3થી આઇટી એજ્યુકેશનના સ્કોપનો વિસ્તાર કરવાનો પણ વિચાર કરી રહી છે. જેમાં એકલા ભારતમાં આશરે 210 મિલિયન વિદ્યાર્થીઓ હશે તેવો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. આ 210 મિલિઅન વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે કંપની ભારતભરમાં 25000 જેટલી નવી ડિજિટલ ફ્રેન્ચાઈઝી ઉભી કરવાની પણ તૈયારી કરી રહી છે. આ કામમાં અનેક લોકોને માટે રોજગારીની તક પણ મળી શકે છે.

શું છે I-Techના કોર્સ :

I-Tech કોર્સની વાત કરીએ તો આ ખાસ કરીને ટેક્નોલોજી સ્કિલિંગ અને કોડિંગ, આઇટી ફંડામેન્ટલ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પાયથોન વગેરે તેમજ કોગ્નિટિવ લર્નિંગ અને સેલ્ફ એનરીચમેન્ટ, માઇન્ડ મેપિંગ, જનરલ નોલેજ વગેરેનું એક ખાસ પ્રકારનું કોમ્બિનેશન હશે. આ કોર્સ વિદ્યાર્થીના ભણતરમાં એક નવો આયામ ઉમેરશે અને તેમના વર્ગખંડના શિક્ષણ સાથે સુસંગત થશે. જેના કારણે તેમને નવી સ્કીલ્સની સાથે સાથે રૂટિન અભ્યાસમાં પણ મદદ મળી રહેશે.

કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કઈ રીતે મદદ કરશે આ કોર્સ :(વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

I-Tech કોર્સને કંપનીએ મુખ્ય 4 કેટેગરીમાં વહેચ્યો છે. જેમાં I-Tech જુનિયર (ધોરણ 6 અને 7) માટે, I-Tech સિનિયર (ધોરણ 8 અને 9) માટે, I-Tech એક્સપર્ટ (ધોરણ 10-12)માટે, I-Tech સુપ્રીમ (12 મા ધોરણ પછી)ના વિદ્યાર્થીઓ માટે કામ કરશે. આ સિવાય અહીં જે પણ કોર્સ બનાવાયા છે તેની ડિઝાઇન ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વના વિષયોના સમન્વ્યથી તૈયાર કરવામાં આવી છે . જે વિદ્યાર્થીઓને રીયલ-લાઇફમાં આગળ વધવા માટે મદદરૂપ થાય છે.

કયા બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરી શકે છે I-Techના કોર્સ : (વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

આ કોર્સ સ્ટેટ બોર્ડ, CBSC બોર્ડ તેમજ ICSC બોર્ડમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને મદદ કરી શકે છે. આ સિવાય કંપનીએ તેને ગુજરાતી મીડીયમ, હિન્દી મીડીયમ, ઇંગ્લિશ મીડીયમ તેમજ સરકારી સ્કૂલ કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યો છે. કંપનીને આશા છે કે આવનારા ભવિષ્યમાં આ એજ્યુકેશન અનિવાર્ય બની જશે. આ કોર્સમાં સામેલ કરવામાં આવેલ કન્ટેન્ટ SKILLS અને KNOWLEDGE નું કોમ્બિનેશન છે, જે ભવિષ્યની કારકિર્દીઓને તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ બનાવેલું છે. જે વ્યક્તિ પાસે આ યોગ્ય SKILLS હશે તેઓ પોતાનું એક સફળ કૅરીયર બનાવવામાં પણ સફળ થશે. એટલે કે કંપનીએ અહીં દરેક પ્રકારના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો નિર્ણય કર્યો છે.

કેવી રીતે આપવામાં આવશે આ કોર્સની તાલીમ :

આ કોર્સ વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્લેટફોર્મ પર શીખવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓએ ક્યાંય જવું પડશે નહીં. ઘરે બેઠા તેઓ આ તાલીમ મેળવી શકે છે. આ કોર્સમાં લિમિટેડ વિદ્યાર્થીઓની બેચ હશે અને તેઓ જે ભાષામાં અનુકૂળ હોય તે ભાષામાં શીખવવામાં આવશે. ભારતમાં જુલાઈ, 2020માં કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી. NEP 2020 યુવાનો માટે રોજગાર વધારવાની ખાતરી કરશે. NEP 2020માં વ્યવસાયિક તાલીમ અને કોડિંગ છઠ્ઠા વર્ગમાં રજૂ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ 21મી સદીની નોકરીઓ માટે પોતાને તૈયાર કરવાનું શરૂ કરી શકે. આજે આઇ.ટી. અંગ્રેજી, હિન્દી, ગણિત અને વિજ્ઞાન જેવો મહત્ત્વનો વિષય બની ગયો છે. આ ફેરફારો માંગ કરે છે કે બાળકો 21 મી સદીની કુશળતા શીખે જેમ કે – સમસ્યાનું નિરાકરણ (Problem Solving), ટિલ વિચારસરણી (Critical thinking), સર્જનાત્મકતા (Creativity), સહયોગ (Collaboration)અને સુગમતા (Flexibility).

જાણો કંપની વિશે પણ થોડી વાતો, જાણો કયા એવોર્ડથી છે સમ્માનિત : (વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરી સંપર્ક કરો.)

IANT એટલે કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેક્નોલોજી એ ભારતીય આઇટી પ્રશિક્ષણ કંપની છે. જેને આંતરરાષ્ટ્રીય આઇટી પ્રમાણપત્રો અને તાલીમમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત છે. 1999માં સ્થાપિત કરાયેલી IANTએ 10 લાખ કરતા વધુ આઇટી વર્કફોર્સને પ્રશિક્ષિત અને પ્રમાણિત કર્યા છે. આ સિવાય સમગ્ર વિશ્વમાં 110+ તાલીમ કેન્દ્રો સ્થાપ્યા છે. કેટલાક રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર વિશ્વની શ્રેષ્ઠ આઇટી તાલીમ સંસ્થા તરીકે એવોર્ડ મેળવેલા છે. IANT સત્તાવાર રીતે CompTIA ના નંબર વન APAC ટ્રેનિંગ પાર્ટનર છે, Redhat – ઓપન સોર્સ ટેક્નોલજીમાં ગ્લોબલ લીડર દ્વારા તાજેતરમાં IANTને વિશ્વના નંબર વન ટ્રેનિંગ પાર્ટનર અને વ્યવસાયિકો તથા વિદ્યાર્થીઓને તાલીમ આપવા અને પ્રમાણિત કરાયેલું છે. IANTને સાયબર સિક્યુરિટી, સોફ્ટવેર અને ઇમર્જિંગ ટેક્નોલજીસ ડોમેનના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તાલીમ આપવા અને પ્રમાણિત કરવા માટે ભારતમાં STAR CERTIFICATION નો પ્રથમ અને એકમાત્ર પ્લેટિનમ ભાગીદાર અને 2 વખત APAC અને 2 વખત નંબર 1 એવોર્ડ વિજેતા ગૌરવ પ્રાપ્ત થયો છે. IANT “માઇક્રોસોફ્ટ ગોલ્ડ સર્ટિફાઇડ પાર્ટનર” તરીકે માઇક્રોસોફ્ટની ટ્રેનિંગ આપે છે. IANT ડેટાબેઝ ટ્રેનિંગ ઓરિજિનલ કીટ અને સર્ટિફિકેશન્સ સાથે “ઓરેકલ વર્કફોર્સ ડેવલપમેન્ટ પાર્ટનર” છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!