ધાણાનું પાણી પીવાથી મળે છે આ મોટા ફાયદા, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

આખા ધાણાને ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી અનેક બીમારીથી બચવામાં મદદ મળે છે અને સાથે સ્વાસ્થ્યના લાભ પણ થાય છે.

ભારતીય રસોઈના મસાલાની વાત કરીએ તો ધાણા એ મસાલામાંનું એક છે તો ધાણા તેમાં ખાસ માનવામાં આવે છે. આ ભોજનને ખાસ બનાવવાની સાથે હેલ્થને માટે ખાસ માનવામાં આવે છે. આયુષ મંત્રાલયે પણ તેને કોરોનાની ગાઈડલાઈનમાં સ્વાસ્થ્યના લાભના રૂપમાં ભોજનમાં સામેલ કરવા કહ્યું છે.

image source

તેના ફાયદાની વાત કરીએ તો તેને રોજ ભોજનમાં સામેલ કરવું. ધાણામાંથી વિટામિન એ, સી અને અનેક પોષક તત્વો પણ મળે છે. આ સિવાય હર્બલ ચા કે ઉકાળો પણ તમે પી શકો છો. કહેવાઈ રહ્યું છે કે ધાણાનું પાણી રોજ ઉપયોગમાં લેવાય તો અનેક સ્વાસ્થ્ય લાભ લોકોને મળી શકે છે. તો જાણો કઈ રીતે તમે પણ બનાવી શકશો આ ખાસ પાણી.

આ સરળ રીતે બનાવી લેશો ધાણાનું પાણી

image source

એક વાસણમાં એક ગ્લાસ પાણી લો અને તેને ગેસ પર ઉકાળો. જ્યારે આ પાણી ઉકાળવા લાગે તો તેમાં એક ચમચી ધાણાના બીજ લો. તેને ત્યાં સુધી ઉકાલો અને તે અડધું થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારો. આ પાણીને હવે ગાળી લો અને સાથે તેને ગરમ ચાની જેમ પીઓ.

  • એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાના બીજ કે પાનને રાતભર રહેવા દો. સવારે આ પાણીનું સેવન કરો.
  • જો ધાણાનું પાણી રોજ પીશો તો તમને ગઠિયાના દર્દમાં રાહત મળે છે.
  • આ પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને શરીરમાં પાણીની ખામી થવા દેતું નથી.
  • આ શરીરથી વિષાક્ત ચીજોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેની મદદથી તમે કિડનીને ડિટોક્સ કરી શકો છો.
image source

આ ગરમીની સીઝનમાં શરીરને ઠંડું રાખે છે અને ગરમીથી રાહત આપવાનું કામ પણ કરે છે.

  • તમારા ચહેરામાં સોજાની ફરિયાદ છે તો તમે તેનું સેવન કરી શકો છો અને તમને ઝડપથી રાહત મળી શકે છે.
  • ધાણાનું પાણી ડાઈજેશન સિસ્ટમની સમસ્યામાં રાહત આપે છે. પેટમાં ગેસ, બળતરા અને અન્ય સમસ્યાને ઘટાડે છે.
  • આ શરીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વજન ઓછું કરવામાં સહાયક છે.
  • આ થાઈરોઈડ હોર્મોનને પણ નિયંત્રિત કરે છે.

આ પ્રયોગથી બ્લડ શૂગર લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત