વેબ સિરિઝ તાંડવ સામે લાગ્યો ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ, ફરિયાદ બાદ યુપી પોલીસ મુંબઈ રવાના, ડિરેક્ટરની થશે પૂછપરછ

વેબ સિરિઝ આશ્રમ બાદ હવે તાંડવ સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વેબ સિરિઝમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, મોહમ્મદ ઝીશાન અયૂબ, સુનીલ ગ્રોવર, કૃતિકા કામરા જેવા સ્ટાર્સ અભિનય કરી રહ્યા છે. જ્યારથી આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે ત્યારથી તેમની સામે વિરોધ જોવા મળી રહ્યો છે. આ સિરીઝ સ્ટ્રીમ થઈ પછી ઝીશાને ભગવાન શિવની મજાક ઉડાવી હોય તેવો એક સીન વાઈરલ થયો હતો.

તમને જણાવી દઈએ કે આ સીનમાં ઝીશાન ભગવાન શિવના રોલમાં જોવા મળે છે અને તેણે ગાળો પણ બોલી હતી. એટલુ જ નહી આ ઉપરાંત સિરીઝ પર JNUની કથિત ટુકડે ટુકડે ગેંગનો મહિમા કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે એક દિવસ પહેલા જ હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે માગણી કરી હતી કે ફિલ્મ તથા વેબ સિરીઝના માધ્યમથી હિંદુ સનાતન ધર્મનું અપમાન કરનારાઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમણે પોતાના નિવેદનમાં મોદી સરકાર પર પણ સવાલ ઊઠાવ્યા હતા.

હઝરતગંજ કોતવાલીની એક ટીમ મુંબઈ રવાના

image source

અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ ‘તાંડવ’ પર દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, હાલ એની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉમાં એમેઝોન પ્રાઈમ ઇન્ડિયાનાં ઓરિજિનલ કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત સામે ફરિયાદ નોંધાઈ છે. FIRમાં સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ ક્રિશ્ના મેહરા, રાઈટર ગૌરવ સોલંકી અને અન્ય લોકોનાં નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે કેસમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

image source

ભારતીય બંધારણની કલમ 153A, 295, 505 (1)(b), 505(2), 469, 66, 66F, 67 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પુછપરછ માટે મુબઈ રવાના થઈ ગઈ છે આ અંગે સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સોમન વર્માએ કહ્યું હતું, ‘હઝરતગંજ કોતવાલીની એક ટીમ મુંબઈ રવાના થઈ છે અને FIRમાં જેના પણ નામ છે, તે તમામની પૂછપરછ કરવામાં આવશે. બધાના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સિરિઝ સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવશે

image source

વેબ સિરીઝના વિરોધમાં ભાજપના નેતા બાદ હવે બહુજન સમાજ પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે સિરીઝના આપત્તિજનક સીન હટાવવાની માગણી કરી છે. આ અંગે બસપાના પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે વેબ સિરીઝમાં ધાર્મિક તથા જાતિ અંગેની વાત કહીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. તાંડવમાં જોવા મળતા આવા દ્રશ્યો દૂર કરી દેવા જોઈએ, દેશમાં શાંતિ અને ભાઈચારો જાળવવા આ પહલુ ભરવું યોગ્ય છે.

image source

તો બીજી તરફ આ ફરિયાગ બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠીએ આરોપીઓને ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે જનતાની ભાવનાઓ સાથે રમત રમવામાં આવે તે સહન કરવામાં આવશે નહીં. ટૂંક સમયમાં જ ‘તાંડવ’ સિરિઝ સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવશે.

image source

પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ફરિયાદ કરી

તમને જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય રામ કદમે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તાંડવ વેબ સિરીઝના મેકર્સ વિરુદ્ધ હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે તેમણે માગણી કરી છે કે સિરીઝના એક્ટર્સ, ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આ સિરીઝના મેકર્સને સમન્સ પણ પાઠવ્યું છે.

તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે આ અંગ મંત્રલાયે એમેઝોન પ્રાઈમ વીડિયોના અધિકારીઓ પાસે જવાબ માગ્યો છે. આ ઉપરાંત ભાજપ નેતા મનોજ કોટકે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું હતું, એવું લાગે છે કે ‘તાંડવ’ બનાવનારાઓએ હિંદુ દેવી દેવતાઓની મજાક ઉડાવી છે અને હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમણે એમેઝોનને પણ આડે હાથ લીધી હતી.

સૈફના ઘરની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો

તમને જણાવી દઈએ કે આ વિવાદ વધતા અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં સૈફ અલી ખાન રાજસ્થાનના જેસલમેરમાં શૂટિંગ કરી રહ્યો છે. તેમના ઘરે કરીના તથા તૈમુર જ છે. હાલમાં કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને તેમને આઠમો મહિનો જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત