ઢોંગીના ઢોંગનો મોટો પર્દાફાશ, મહેસાણામાં સમાધિ લેવાની જાહેરાત કરી અને લોકોને મામુ રમાડી દીધા, જાણો કહાની

આપણા લોકો ધર્મ અને આસ્થાના નામે ગમે તે કરી છુટતા હોય છે. આપણે ભૂતકાળમાં પણ કંઈ કેટલા દાખલા જોયા છે. ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચામાં રહેનારા છઠીયારડાના ઢોંગી બાબાએ આ પહેલાં સભા વચ્ચે પોતાનો દેહ છોડી દેવાની વાતો કરી હતી. એમાં પણ જો વિગતે વાત કરીએ તો મહેસાણાના છઠીયારડા ગામના મહંતે સમાધિની તારીખ જાહેર કરી હતી.

image source

4 એપ્રિલે તેઓ સમાધિ લેવાના હતા. એટલું જ નહીં, કબીરધામના અનુયાયીઓએ સમાધિનો દાવો કરીને સમાધિ અંગેની પત્રિકા પણ છપાવી હતી. આ ઉપરાંત 3 અને 4 એપ્રિલે જુદા જુદા કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ બધું માત્ર વાતો પૂરતું જ રહી ગયું અને ભાંડાફોડ થતાં ભોગવવાનો વારો આવ્યો છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો મહંત શપ્ત સુલેએ વાડજ ખાતે વર્ષ 2016માં કાર્યક્રમ દરમિયાન સમાધિની જાહેરાત કરી હતી. સમાધિના નામે મહંતનો હાઈવોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે. ગઈકાલે 4 એપ્રિલે તેઓ સમાધિ લેવાના હતા, જેના કારણે મહેસાણાના છઠીયારડામાં ભીડ ભેગી કરી હતી. કબીરધામના મહંતે દેહત્યાગની જાહેરાતનો આખરે અંત આવ્યો છે. સપ્તસુનની દેહત્યાગની જાહેરાત માત્ર નાટક સાબિત થઈને રહી ગઈ હતી. જો કે આ બધાની વચ્ચે જોવાની વાત તો એ હતી કે મહંતના ધતિંગ સામે મહેસાણા પોલીસ મૂકપ્રેક્ષક બની રહીને જોઈ રહી હતી. અહીં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો દેખાયો હતો.

image source

આ સાથે જો વાત કરવામાં આવે તો બાબાની જાહેરાત બાદ આખું ગામ આ ઢોંગીના ઢોંગ જોવા માટે પહોંચ્યુ હતું. પરંતુ 12 વાગ્યા સુધીમાં ઢોંગી બાબાનો ઢોંગ લોકો સમક્ષ આવી ગયો હતો. અને તેનો સમાધિ લેવાનો વાયદો પણ એક વાયદો રહી ગયો હતો. ત્યારબાદ વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું કે ઢોંગી મહંતને કડકમાં કડક સજા થાય. ઢોંગી બાબાએ લોકોના અને પોલીસ તંત્રના ત્રણ દિવસ હરામ કરી નાખ્યા હતા એવી પણ માહિતી મળી રહી છે.

image source

આ ઢોંગી વિશે વાત કરતાં પોલીસના સમજાવ્યા છતાં પણ ઢોંગીએ પોતાનો ઢોગ છોડ્યો નહોતો. છેવટે ઢોંગી બાબા એ પોતાના કહ્યા મુજબ છેલ્લી ઘડીયોમાં બાબા પોતાનો જીવ ત્યાગ ના કરી શક્યા. જ્યારે તેણે જીવ ત્યાગ ન કર્યો ત્યારે પોતાના શિષ્યોને ભરી સભામાં માઇકમાં બંધ આંખે જાહેર કર્યું હતું. અને કહ્યું હતું કે હવે હું આ નહિ કરી શકું તમે લોકો જ મને સમાધિ આપો.

image source

જ્યારે ઢોંગીએ આ વાતની જાહેરાત કરી તો સાંભળનારા બધા જ લોકો ચોંકી ઉઠ્યા હતા. અને હાજર લોકોને પણ જાણ થઈ ગઈ હતી કે આ પણ એક ઢોંગી બાબા જ છે. આટલા સીન થયા એ પછી પણ બાબાએ નમતું મૂક્યું નથી અને બાબાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આજે જે કાંઈ પણ થયું એમાં જે કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તેની હું માફી માંગુ છું.

તેમજ આજ પછી ભક્તિ પણ છોડી દઈશ. આ સિવાય જો વાત કરવામાં આવે તો બાબાના નાટકનો અંત આવવાની સાથે જ હાજર રહેલી પોલીસ પણ સ્ટેજ પાસે પહોંચી ગઈ હતી. તેમજ સ્ટેજ પર હાજર રહેલા ઢોંગીના શિષ્યોને અને જોવા આવેલા લોકો અને આશ્રમમાં આવેલ લોકોને પોલીસે મોડી રાત સુધી આશ્રમમાંથી પણ બહાર નીકળ્યા હતા.

image source

પરંતુ આ બધાની વચ્ચે જાણે લોકો એક વાતને તો ભૂલી જ ગયા કે હાલમાં કોરોના ચાલી રહ્યો છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. કારણ કે મહેસાણા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ગઈ કાલે છઢીયારડા ગામમાં બે હજારથી પણ વધુ લોકોનો જમાવડો થયો હતો. પરંતુ પોલીસ પણ આ તમાશો જોવા મજબૂર દેખાઈ હતી.

ગામના જાગૃત તલાટીએ આ વિશે વાત કરી હતી કે આ મામલે અમે અને સરપંચે અગાઉ બાબાને કહેલ કે આ પોગ્રામથી ગામમાં કોરોના સંક્રમણ વધશે. તેમ છતાં આ ઢોંગી બાબાએ લોકોના જીવનનું વિચાર્યા વગર જ પોગ્રામ કરી પોતે કોરોના સુપર સ્પ્રેડ બન્યો છે અને ઉપરથી તેના ઢોંગનો પણ અંત આવ્યો છે અને આ બાબા સામે ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ.

જોવા જેવી વાત એ છે કે કોરોના માટે સ્પ્રેડર બન્યા નથી એવો મીડિયાએ સવાલ કરતાં મહંતે કહ્યું કે, મેચમાં પણ હજારોની ભીડ થાય છે, મેં જાહેર આવવા બધાને કહ્યું નહોતું.મહંતને સવાલ કરાયો કે શું આ ધતિંગ હતું તો મહંતે કહ્યું, ના. આ કુદરત પર શ્રદ્ધા હતી. તમે જે માનો એ. સજા માટે તૈયાર છું. હવે ભક્તિ છોડી દઈશ. હજુ પણ સમાધિ માટે તૈયાર છું, ખાડો કરી દો હું સમાધિ લઈશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :divyabhaskar)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!