Site icon News Gujarat

ધૂમ 3ના નાના આમિર હવે બની ગયા છે હેન્ડસમ હન્ક, બૉલીવુડ સ્ટાર્સ કરતા પણ વધુ છે ફેમસ

ધૂમ 3 ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાન ડબલ રોલમાં જોવા મળ્યો હતો. તેની સાથે આ ફિલ્મમાં કેટરિના કૈફ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.આ ફિલ્મમાં કેટરિના કૈફ અને આમિર ખાનની જોડીને લોકોએ પસંદ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે ધૂમ 3માં યંગ આમિર ખાનનો રોલ કોણે કર્યો હતો? તે બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ નિગમ હતા.

image soucre

સિદ્ધાર્થ નિગમ નેશનલ લેવલનો જિમનાસ્ટ છે. સિદ્ધાર્થ નિગમ જિમ્નાસ્ટના ખૂબ જ પ્રેમમાં છે. તેણે મુંબઈથી દૂર અલ્હાબાદની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જ્યાં તેને જિમ્નેસ્ટિક્સની તાલીમ આપવામાં આવી. તે એક વર્કશોપ દરમિયાન ફિલ્મ નિર્માતાઓના સંપર્કમાં આવ્યો, થોડા મહિનાની તાલીમ બાદ તેને આ રોલ ઓફર કરવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે માત્ર ધૂમ 3 જ નહીં પરંતુ સિદ્ધાર્થ ફિલ્મ ‘મુન્ના માઈકલ’માં પણ જોવા મળ્યો છે. તે પછી તેણે ચાર વર્ષ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું ન હતું. તેને ‘જુડવા 2’માં વરુણ ધવનના યુવાન રોલની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી.

image soucre

વાત જાણે એમ છે કે તેની પાછળનું કારણ એ હતું કે તે ઈચ્છતો ન હતો કે તે માત્ર બાળ કલાકાર જ રહે. આવી સ્થિતિમાં તેણે ટીવી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું યોગ્ય માન્યું. તેમનું માનવું છે કે જો તમે બાળ કલાકાર તરીકે તમારી ઇમેજ બનાવો છો, તો તમે મોટા થાવ ત્યારે મુખ્ય ભૂમિકા ભજવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણા બાળ કલાકારો મોટા થયા પછી ફિલ્મોમાં સફળ નથી થઈ શક્યા.

image soucre

સિદ્ધાર્થનો પહેલો પ્રેમ જિમ્નેસ્ટિક્સ છે. પરંતુ તેને અભિનયનો પણ શોખ છે. તે હંમેશા ટૂંકી પરંતુ સારી ફિલ્મોમાં કામ કરવા માંગે છે. સિદ્ધાર્થ ઉંમર હવે 21 વર્ષનો છે અને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરવા માટે તૈયાર દેખાય છે. પરંતુ શરત એ છે કે તે લીડ રોલમાં જ કામ કરશે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ નિગમ અશોક સમ્રાટ, ચંદ્ર નંધિની, અલાદ્દીન જેવા ટીવી શોમાં લીડ રોલમાં જોવા મળ્યો છે.

image soucre

સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. એક સારા એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાર્થ ઘણો હેન્ડસમ પણ બની ગયો છે. આજના સમયમાં સિદ્ધાર્થ ટીવી જગતનો જાણીતો ચહેરો બની ગયો છે. સિદ્ધાર્થની લોકપ્રિયતા બોલિવૂડના કોઈપણ સ્ટાર કરતાં વધુ છે. ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થના 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Exit mobile version