હેપ્પી ફાધર્સ ડે: શું તમને ખબર છે દુનિયામાં આ અલગ-અલગ તારીખો પર મનાવવામાં આવે છે ફાધર્સ ડે?

આ દિવસે મનાવવામાં આવે છે ફાધર્સ ડે, જાણો એની પાછળનું રસપ્રદ કારણ.

image source

ફાધર્સ દે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે. જેવી રીતે આખી દુનિયા માતાને સમ્માન આપવા માટે મધર્સ દે મનાવે છે એવી જ રીતે પિતાને સમ્માન આપવા માટે ફાધર્સ ડે મનાવવામાં આવે છે.ફાધર્સ ડે અલગ અલગ અંદાજમાં મનાવવા આવે છે.

કેટલાક બાળકો આ દિવસે પોતાના પિતાને ભેટ આપે છે તો કેટલાક કઈક અલગ કરીને પોતાના પિતાનો દિવસ ખાસ બનાવે છે. વિશ્વમાં ઘણા બધા દેશોમાં ફાધર્સ ડે અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. આ વખતે ફાધર્સ ડે 21 જૂને છે. આ વર્ષે દુનિયામાં કોરોના મહામારીના કારણે તમે ઘરે રહીનવ જ ફાધર્સ ડે મનાવજો.

ફાધર્સ ડે નો ઇતિહાસ.

image source

ફાધર્સ ડે મનાવવાની વાત પર ઇતિહાસકારોમ ઘણા મતભેદ ક્ષહે. કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે 1907માં પહેલીવાર વર્જિનિયામાં ફાધર્સ ડે મનાવવામાં આવ્યો હતો..ફાધર્સ ડે મનાવવાની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં થઈ હતી.આ ખાસ દિવસની પ્રેરણા વર્ષ 1909માં મધર્સ ડે પરથી મળી હતી.વોશિંગટનના સ્પોકેન શહેરમાં સોનોરા ડોડએ પોતાના પિતાની યાદમાં આ દિવસની શરૂઆત કરી હતી.

એ પછી બ્રશ 1916માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને આ દિવસ મનાવવાના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી હતી. રાષ્ટ્રીય કેલ્વિન કુલીઝ વર્ષ 1924માં આને રાષ્ટ્રીય આયોજન ઘોષિત કર્યું હતું. અમેરિકા રાષ્ટ્રપતિ લિંડન જોનસને પહેલી વાર વર્ષ 1966માં આ ખાસ દિવસને જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવાનો નિર્ણય કર્યો હતો.

image source

ફાધર્સ ડે દુનિયામાં અલગ અલગ તારીખોએ મનાવવામાં આવે છે.

સામાન્ય ધારણાથી વિપરીત, હકીકતમાં ફાધર્સ ડે સૌથી પહેલા પશ્ચિમ વર્જિનિયાના ફેયરમોંટમાં 19 જૂન 1910એ મનાવવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પહેલા 6 ડિસેમ્બર 1907માં મોનોગાહ, પશ્ચિમ વર્જિનિયામાં એક દુર્ઘટનામાં માર્યા ગયા. 210 પિતાઓના સમ્માનમાં આ વિશેષ દિવસનું આયોજન શ્રીમતી ગ્રેસ ગોલ્ડન કલેટને કર્યું હતું. પ્રથમ ફાધર્સ ડે ચર્ચ આજે પણ સેન્ટ્રલ યુનાઇટેડ મેથોડીસ્ટ ચર્ચના નામે ફેયરમોન્ટમાં આવેલી છે.

ફાધર્સ ડે નું મહત્વ.

image source

માતા પિતા એકબીજાના પૂરક હોય છે. એમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક વ્યક્તિને કુશળ અને સફળ બનાવવા માટે એના પિતાનું બહુ મોટું યોગદાન હોય છે. પિતાના અથાક પરિશ્રમ અને પ્રયત્નો પછી જ પરિવારનું પાલન પોષણ થાય છે. એટલે આ ફાધર્સ ડેનું ખૂબ જ મહત્વ હોય છે.

image source

આ દિવસે પિતાના સમ્માનમાં ઘણા સમારોહ પણ યોજવામાં આવે છે. જોકે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે કોઈપણ સાર્વજનિક કાર્યક્રમ આયોજિત કરવામાં નથી આવ્યો. આ દિવસે લોકો એમના પિતાને ગિફ્ટ આપીને , એમની સાથે સમય પસાર કરીને એમનું સમ્માન કરે છે.

source : sajivnitoday

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત