સ્પેનમાં રહેતી પુત્રીએ રાજકોટ ડે. કલેક્ટરને ફોન કરી માગી મદદ, આ રીતે બચ્યો જીવ

હાલમાં ગુજરાતમાં કોરોનાનો કપરો રાળ ચાલી રહ્યો છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો ઘણા લોકોએ મોતને હાથતાળી આપી છે. રાજ્યમાં એવા ઘણા પરિવારો છે જેમના વડિલો અહિ એકલા રહે છે અને તેમના સંતાનો વિદેશમા અભ્યાસ અર્થે કે વ્યવસાય અર્થે બહાર છે. એવામાં આ કોરોના મહામારીને કારણે વિદેશમાં રહેતા બાળકો તેમના માતા પિતાને લઈને વધુ ચિંતિત છે, કારણે હાલમાં ગુજરાતની સ્થિતિ એવી છે કે જરૂરી ઈન્જેક્શનથઈ લઈને ઓક્સિજન માટે દર્દીના સગાએ રજળપાટ કરવી પડે છે. હોસ્પિટલમાં દાખલ થવામાં પણ લાઈનમાં વારો આવે છે. જેથી સમજી શકાય કે વિદેશમાં રહેતા બાળકોને તેમના વડિલોની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

image source

આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટ ખાતે કે જ્યાં યતિનભાઈ ક્રિષ્નચંદ શાહ નામના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જો કે મોટી વસ્તુ એ છે કે તેમની શંભાલ લેનારૂ અહિ કોઈ હતુ નહી. તેમની દિકરીનું નામ સ્વેતુબેન છે અને હાલમાં સ્પેનમાં રહે છે. યતિનભાઈને કોરોના આવ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાહ તેમને સમરસમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વાતની જાણ સ્પેનમાં રહેતી પુત્રીને થઈ ત્યારે તેમણે ડે.કલેક્ટર ચરણસિંહને ફોન કરી મદદ અને તેમની સઘળી હકિકત જણાવી. નોંધનિય છે કે તેમના પિતાની તબિયત વધારે ખરાબ હતી અને તેમને રેમડેસીવર ઈન્જેક્શન અને ઓક્સિજનની જરૂર હતી.

image source

નોંધનિય છે કે કોરોનાગ્રસ્ત પિતાની ચિંતામાં રાજકોટથી માઈલો દૂર પુત્રી મદદ માટે અસહાય હતી. જો કે રાજકોટ શહેર-2ના પ્રાંત અધિકારીનો મોબાઈલ નંબર શોધી સ્પેનથી સ્વેતુબેને પિતાની તબિયત અંગે વિગતે વાત કરી ત્યાર બાગ ડે. કલેક્ટર સહિત તેની આખી ટીમે સ્વેતબેનની ચિંતા દૂર કરી જરૂરી તમામ સહાયતા કરી. તમને જણાવી દઈએ કે, સમરસમાં રહેલા ડોક્ટર અને કલેક્ટરની ટીમે યતિનભાઈની પુરેપુરી કાળજી લીધી હતી અને તેમની દિકરીને સ્પેનમાં બેઠા બેઠા રોજ વોટ્સએપના માધ્યમથી હેલ્થ બુલેટીન આપતા હતા. તો બીજી તરફ કલેક્ટર અને ડોક્ટરોની મહેનતાના કારણે સ્વેતુબેનના પિતા સારવાર લઈ સ્વસ્થ્ય થયા છે અને તેમને રજા આપવામાં આવી છે ત્યારે સ્વેતુબેને કલેક્ટર અને ડોક્ટરોની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

image source

તો બીજી તરફ રાજકોટમાં કોરાન કેસની વાત કરીએ તો શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34531 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3864 દર્દી સારવાર લઈ રહ્યા છે. ગઇકાલે રવિવારે 684 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતા.

image source

નોંધનિય છે કે, રવિવારે વધુ 65 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. તો બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 528 વ્યક્તિના કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરમાં 401 અને જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ 127 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંક સાથે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લા અને શહેરમાં કુલ પોઝિટિવ કેસ 44440 થયા છે. તમને જણાવી દઈએ કે, શનિવારે 69 દર્દીનાં મોતમાંથી 21 દર્દીનાં મોત કોવિડથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. જોકે મોતનો આંક હજુ વધુ જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!