તારક મહેતા..ના જેઠાલાલે આ રીતે કરી હતી કરિયરની શરૂઆત, સલ્લુ સાથે કર્યુ હતુ ડેબ્યુ, આજે આ રીતે પહોંચી ગયા ટોપ પર

જલેબી અને ફાફડાના શોખીન છે ‘તારક મહેતા’ના જેઠાલાલ, દિલીપ જોશીએ અભિનેતા સલમાન ખાન સાથે કર્યું હતું ડેબ્યુ.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)’ના પ્રસિદ્ધ કલાકાર દિલીપ જોશી (Dilip Joshi)એ ગઈકાલના રોજ પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવ્યો છે. એમના જન્મદિવસ પર એમના ફેંસ દિલ ખોલીને શુભકામનાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

-દિલીપ જોશીનો ૫૩મો જન્મદિન.

-જેઠાલાલના નામથી પ્રસિદ્ધ છે.

-‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રસિદ્ધ પાત્રો માંથી એક છે.

ટેલીવિઝન દુનિયાના સૌથી પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)’દર્શકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. છેલ્લા ૧૩ વર્ષથી આ શો દર્શકોનું મનોરંજન કરતું આવી રહ્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ના પાત્રો પણ દેશના ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયા છે. પછી તે જેઠાલાલ હોય કે પછી દયાબેન, બાપુજી હોય કે પછી સોઢી.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

આ શોના તમામ પાત્રોની જોરદાર ફેન ફોલોઈંગ ધરાવે છે. આજે બોલીવુડ અને ટેલીવિઝન અભિનેતા દિલીપ જોશીનો જન્મદિન છે. અભિનેતા દિલીપ જોશી એટલે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ. અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi) ૫૩મો જન્મદિન મનાવી રહ્યા છે. જેઠાલાલ (Jethalal) શોમાં ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. આ શોમાં દિલીપ જોશીની કોમેડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી (Dilip Joshi)નો જન્મ તા. ૨૬ મે, ૧૯૬૮ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)ને નાનપણથી જ અભિનયનો ખુબ જ શોખ હતો. તેમણે ફક્ત ૧૨ વર્ષની ઉમરથી જ થિયેટર કરવાનું શરુ કરી દીધું હતું. ત્યાર બાદ દિલીપ જોશીએ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની પ્રસિદ્ધ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી અભિનય કરવાની શરુઆત કરી હતી પરંતુ ફિલ્મમાં એમના આ રોલ પર કોઈનું ધ્યાન સુધ્ધા ગયું હતું નહી.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

અભિનેતા દિલીપ જોશીએ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’, ‘હમરાજ’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે દિલીપ જોશીએ ટીવી શો ‘કભી યે કભી વો’, ‘ક્યાં બાત હૈ’, ‘દાલ મૈ કાલા’, ‘કોરા કાગજ’, ‘દો ઔર દો પાંચ’ જેવી સીરીયલની સાથે નાના પરદે પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

અભિનેતા દિલીપ જોશીએ ખુબ જ સંઘર્ષ કર્યો છે. કેટલીક સીરીયલ્સ અને ફિલ્મ્સમાં નાના- નાના પાત્રો નિભાવ્યા પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થઈ નહી. પછી વર્ષ ૨૦૦૮માં આવેલ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)’એ અભિનેતા દિલીપ જોશીના નસીબને પૂરી રીતે બદલી દીધું. આ શોમાં એમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. આજે દરેક ઘરમાં અભિનેતા દિલીપ જોશીને જેઠાલાલ (Jethalal)ના નામથી જાણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!