ડીસાના આ પરિવારે માનવ રૂપમાંથી દાનવ રૂપ ધારણ કર્યું, વૃદ્ધાને તરછોડી કચરામાં રઝળતા મૂકી દીધા

હાલમાં એક ઘટના સામે આવી છે કે જે જાણીને તમારી આંતરડી કકળી ઉઠશે. કારણ કે આ વખતે એક માતાની મમતા લજવાઈ હોવાનું સામે આવ્યું છે અને જેના કારણે આ કિસ્સો વધારે ચર્ચામાં આવ્યો છે. તો આવો વાત કરીએ ડીસાથી સામે આવેલા આ કિસ્સા વિશે. વાત કઈક એમ છે કે ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો હતો. હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

હવે આ કિસ્સા પછી ડીસા અને પાલનપુરના સેવાભાવી યુવાનોના આ માનવતાભર્યા કાર્યની સરાહના થઇ રહી છે. પરંતુ જો આ વાત વિશે વિગતે વાત કરવામાં આવે તો કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે. આવો જ કિસ્સો ડીસામાં બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ સમગ્ર વાત કરી હતી અને જે હતું એ માહિતી સામે આવી હતી. તેઓએ કહ્યું કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હોવાની જાણ અમને કરવામા આવી.

image source

નીતિનભાઈ જણાવે છે કે અમને જેવી જ જાણ થઈ કે અમારી ટીમના મિત્રો સાથે ત્યાં પહોચ્યા હતા. જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઇ સામે આવ્યું હતુ. કણસતી હાલતમાં માજીને એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર મોકલ્યા હતા. પાલનપુર જન સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, નરેશભાઇ સોનીએ આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સઘળી જવાબદારી ઉઠાવી હતી.

માનવતાના કામ કરનાર કામ વિશે વાત કરતાં આગળ નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ કરવા માટે અમો પ્રયત્નશિલ છીએ. આ અંગે સોમવારે સમાજ કલ્યાણ વિભાગ સહિત પોલીસને જાણ કરાશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોણ અસલી ગુનેગાર છે અને કેવી આકરી સજા આપવામાં આવશે.

આ પહેલાં પણ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂએ માતાને વાળ ખેંચી ઢોર માર મારી ગાળો આપી હતી. સાસુએ વહુ પાસે ખેંચની દવા માંગી હતી. જે આપવાની વહુએ ના પાડી હતી. જેથી તેઓ દીકરીના ઘરે જતાં રહ્યાં હતાં. પરત આવતા વહુએ આ તમારું ઘર નથી જતાં રહો એમ કહ્યું હતું. નવરંગપુરા પોલીસે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!