10 દિવસની અંદર બન્ને દિકરાની સારવાર પાછળ ખર્ચ્યા 15 લાખ રૂપિયા અને હાથમાં આવ્યા માત્ર નિષ્પ્રાણ દેહ

10 દિવસની અંદર બન્ને દિકરાની સાવાર પાછળ ખર્ચ્યા 15 લાખ રૂપિયા અને હાથમાં આવ્યા માત્ર નિષ્પ્રાણ દેહ

લગભગ 15 દિવસ પહેલાં ઝાંસીમા રહેતા એક પરિવાર સુખમાં આળોટી રહ્યું હતું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, ધંધા બરાબર ચાલી રહ્યા હતા આખાએ કુટુંબમાં હાસ્યની રમઝટ બોલતી હતી ત્યાં અચાનક જ આખાએ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અહીં એક પૂત્રનું મૃત્યુ થઈ ગયું હતું અને હજુ તો તેના દુઃખમાંથી પરિવારજનો બહાર આવે તે પહેલાં તો બીજા પુત્રએ પણ વિદાઈ લઈ લીધી.

image source

ઝાંસીમાં રહેતી એક માતાને બે દિકરા અને બે દિકરીઓ હતા. ચારેના લગ્નની જવાબદારીથી તેઓ સમયસર નિવૃત્ત થઈ ગયા હતા. મોટા દીકરાને એક આંઠ વર્ષનો દીકરો અ 12 વર્ષની દીકરી છે, જ્યારે નાના દિકરાને ત્રણ વર્ષનો એક દીકરો અને એક વર્ષની દીકરી છે. ધંધા-વ્યવસાયની જવાબદારી બન્ને દીકારએ ખૂબ જ સરસ રીતે સંભાળી લીધી હતી.

અને તેમના માતાપિતા બન્ને પોતાના પૌત્રો-પૌત્રીઓ સાથે સરસમજાનું નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. અને અચાનક પરિવાર પર દુ:ખનો પહાડ ટૂટી પડ્યો. બન્ને દિકરાઓને કોરોના વયારસનુ સંક્રમણ લાગ્યું. પહેલાં એકનું મૃત્યુ થયું અને તેના ચોથા જ દિવસે બીજા દીકરાનું પણ મૃત્યુ થઈ ગયું. આ ખબર સાંભળીને તેમની આંખોના આંસુ નથી રોકાઈ રહ્યા. પરિવારને સાંત્વના આપવા માટે લોકો પાસે શબ્દો પણ નથી રહ્યા.

image source

પરિવારના બાકી સભ્યોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે

બન્ને દિકરાના રિપોર્ટ્સ આવ્યા બાદ તેમના પિરવાજનોના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા અને બધાના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા ત્યાર બાદ તેમના સ્ટાફના પણ રિપોર્ટ્સ કઢાવવામાં આવ્યા તે પણ નેગેટિવ આવ્યા. માટે બધાને રાહત હતી. પણ કોરોના સંક્રમિત દીકરાઓના મૃત્યુ બાદ બધાને આઘાત લાગ્યો છે.

image source

હોસ્પિટલ પર સારવારમાં બેદરકારી દાખવવાનો આરોપ

કોરોના સંક્રમિત બન્ને ભાઇના મૃત્યુના મામલામાં પરિવારજનોએ દિલ્લીની એક ખાનગી હોસ્પિટલ પર સારવારમાં બેદરકારી રાખવાનો આરોપ મુક્યો છે. હોસ્પિટલ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે. આજે આ મામલા પર એમ્સની ટીમ તપાસ કરશે.

આ બન્ને ભાઈઓની ઉંમર 44 અને 38 વર્ષની હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 28મી ઓગસ્ટના રોજ પેરા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ત્રણ સપ્ટેમ્બરે બન્ને ભાઈઓને દિલ્લીની એક ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં 9મી સપ્ટેમ્બરે પંકજનું મૃત્યુ થઈ ગયું હતું.

image source

જ્યારે રવિવારે સવારે વિશાલે છેલ્લા શ્વાસ લીધા હતા. બન્ને ભાઈઓના મૃત્યુના મામલામાં પરિવાજનોએ હોસ્પિટલ પ્રશાસન પર સારવારમાં બેદરકારી રાખવાનો આરોપ મુક્યો છે. મૃતક ભાઈઓના સંબંધી જણાવે છે કે દસ દિવસની અંદર બન્ને ભાઈઓની સારવારમાં લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત