જો તમે પણ ઉભા-ઉભા પાણી પીતા હોવ તો ચેતી જજો, નહિં તો થશે આવા ગંભીર નુકસાન

મિત્રો, તરસ છીપાવવા માટે પાણીથી શ્રેષ્ઠ કોઇ જ વિકલ્પ નથી. આપણા શરીરને હાઇડ્રેડ રાખવા માટે આપણે અમુક-અમુક સમયના અંતરે પાણી પીતુ જ રહેવુ જોઇએ પરંતુ, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, જો તમારી પાણી પીવાની રીત યોગ્ય ના હોય તો તે તમારા શરીરમા ગંભીર બિમારીઓને પણ નોતરી શકે છે.

image soucre

પાણી પીવુ એ લગભગ દરેક બિમારીનો ઇલાજ માનવામા આવે છે. તે ફક્ત શરીરની ગંદકીને જ દૂર નથી કરતુ પરંતુ, આખો દિવસ તમને ફ્રેશ રહેવામા પણ ખુબ જ મદદ કરે છે. ઘણા લોકોની આદત એવી હોય છે કે, ઉતાવળમા તે ઉભા-ઉભા પાણી પીતા હોય છે.

image soucre

વિશેષ તો ગરમીની ઋતુમા આ પ્રકારની ભૂલ લોકો કરતા હોય છે. ફ્રીજમાથી સીધી જ બોટલ કાઢીને મોઢે માંડી લેતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તેનાથી અનેકવિધ ગંભીર બિમારીઓ અને નુકસાન પણ થઇ શકે છે. જ્યારે પણ તમે ઉભા રહીને પાણી પીવો છો તો તમને આવશ્યક માત્રામા પોષણ નથી મળતુ.

image soucre

જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તેના કારણે તમારી અન્નનળી અને શ્વાસનળીમા થનાર ઓક્સિજનની સપ્લાય અટકી જાય છે. તેની અસર ફક્ત ફેફસા પર નહી પરંતુ, તમારા હ્રદય પર પણ પડે છે. પાણીની વધારે પડતી માત્રાના કારણે પેટના નીચેના ભાગની દિવાલ પર ખુબ જ વધારે પડતુ દબાવ પડે છે અને પેટના અનેકવિધ અંગોને ખુબ જ વધારે પડતુ નુકસાન પહોંચે છે.

image soucre

એવી શક્યતા બની શકે કે, તમને આ વાત પર વિશ્વાસ ના થાય પરંતુ, તમારો તણાવ વધવાનુ કારણ ઉભા રહીને પાણી પીવાની આદત પણ હોય શકે છે. ઉભા રહીને પાણી પીવાની સીધી અસર જ તંત્રિકા તંત્ર પર પણ પડે છે. આ સિવાય તેનાથી પોષકતત્વ પણ મળતા નથી અને શરીરને તણાવનો સામનો કરવો પડે છે.

તમે ઘણીવાર લોકોને કહેતા પણ સાંભળ્યા હશે કે, ઉભા રહીને પાણી પીવાથી ઘૂંટણમા દુ:ખાવાની સમસ્યા થાય છે, આ સાચી વાત છે. આ ટેવના કારણે ઘૂંટણમા દુખવા લાગે છે, જેનાથી આર્થરાઇટીસની સમસ્યા પણ થઇ શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ ઉભા રહીને પાણી પીવે છે તો પાણી ફિલ્ટર થયા વગર જ નીચે જતુ રહે છે.

image soucre

ઉભા રહીને પાણી પીવાથી તેમા રહેલી અશુદ્ધિઓ પિત્તાશયમા એકત્રિત થઇ જાય છે, જે તમારી કિડની માટે ખુબ જ જીવલેણ અને ખતરનાક સાબિત થઇ શકે છે. વધારે ગંભીર મામલામા કિડની પણ હંમેશા માટે ફેલ થઇ શકે છે. તો આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત