Site icon News Gujarat

પ્રેમીએ દગો આપતા પ્લેનમાં બેઠેલી પ્રેમિકાએ તોડી નાખી વિન્ડો, અને પછી જે થયુ તે…જુઓ તો ખરા આ તસવીરો

ચાઈનીઝ ગર્લફ્રેન્ડે તો ભારે કરી – પ્રેમમાં દગો મળતા યુવતિએ પ્લેનની વિન્ડો તોડી નાખી – કરવું પડ્યું ઇમર્જન્સી લેન્ડિંગ

image source

પ્રેમમાં જ્યારે દગો મળતો હોય છે ત્યારે લોકો ખૂબ દુઃખી થતા હોય છે કેટલાક નિરાશામાં ગરકાવ થઈને પોતાનો જીવ લઈ લેતા હોય છે તો કેટલાક ક્રોધમાં આવીને પોતાના પ્રેમી કે પ્રેમિકાનો જીવ લઈ લેતા હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમ એક જોખમી બાબત બની જાય છે જ્યાં સુધી ઠીક ચાલ્યું ત્યાં સુધી ઠીક નહીંતર સમરાંગણ ખેલાઈ જાય છે.

તાજેતરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક ચાઈનીઝ યુવતિની સાથે તેના બૉયફ્રેન્ડે વિશ્વાસ ઘાત કર્યો અને તેનાથી તેણી એટલી ગુસ્સે ભરાઈ ગઈ કે તેણે પોતે જે પ્લેનમાં બેસી હતી તેની બારીની વિન્ડો પર મુક્કા મારવાનું ચાલુ કરી દીધું. અને પ્લેનની બારી લગભગ તોડી જ નાખી હતી. આ ઘટના ચીનની એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઘટી હતી.

image source

આ યુવતિ 29 વર્ષની છે અને પ્લેનમાં બેસેલા ઘણા બધા લોકોએ તેણીને રડતા જોઈ હતી. કોઈએ તેણીને જો કે તે વિષે પુછ્યું નહોતું. બધા પોતાનામાં વ્યસ્ત થઈ ગયા હતા. પણ અચાનક થોડીવારમાં તેણીને એટલો બધો ગુસ્સો આવ્યો કે પછી આઘાત લાગ્યો કે તે પોતાની બાજુમાંની પ્લેનની બારીને જોર જોરથી મુક્કા મારવા લાગી.

કેબિન ક્રૂએ તેને મહાપરાણે તેમ કરતા રોકી હતી. પણ ત્યાં સુધીમાં તેણીના મુક્કાઓથી બારીમાં ક્રેક પડી ગયા હતા. અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પ્લેન એક પ્રેશરરાઈઝ વેહિકલ છે અને તે બારીના નાનકડા ક્રેકથી પણ પ્લેન ક્રેશ થઈ શકે છે અને તેમાં સવાર સેંકડો લોકોના પળવારમાં મૃત્યુ થઈ શકે છે.

image source

આ પ્લેન ચીનના યાનચેંગ શહેરથી જીનિંગ તરફ જઈ રહ્યું હતું. પણ યુવતિના ગુસ્સાનો ભોગ બનેલી પ્લેનની બારીમાં આવેલા ક્રેકના કારણે પ્લેનનું તાત્કાલીક ઝેન્ગ્ઝો શહેર પર ઉતરાણ કરાવવું પડ્યું હતું.

છેવટે બધા જ પેસેન્જરને ઝેન્ગઝો શહેરના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામા આવ્યા અને ત્યાર બાદ પેલી યુવતિની ધરપકડ કરવામા આવી અને તેણે તે શા માટે કર્યુ તે બાબતે પૂછપરછ કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે તે યુવતિના પ્રેમિએ તેને દગો દીધો હતો અને તેનાથી તે દુઃખી થઈ ગઈ હતી અને પ્લેનમાં આવ્યા પહેલાં જ તે પોતાના દુઃખને ભૂલાવવા ઘણો બધો દારૂ ઢીચીને આવી હતી.

image source

જો કે તેણે પ્લેન પર સવાર મુસાફરોને તો કોઈ નુકસન નથી પહોંચાડ્યું પણ તેણીના બારી તોડ્યા બાદ જો પ્લેનના ક્રૂએ સમસર પગલું ન લીધું હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત અને તેમાં સવાર લોકોના જીવ ગુમાવવા સુધીનો પણ વારો આવ્યો હોત. હાલ તો તેણીની આ ગુના હેઠળ ધરપકડ કરવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version