આ દુકાનદાર જે રીતે વાસણ સાફ કરી રહ્યો છે તે જોઈને તમને આવશે ચક્કર, જુઓ વીડિયો

રોડ પર ભરાયેલા ગંદા પાણીથી જમવાના વાસણ ધોઈ રહ્યા છે દુકાનદાર, વિડીયો જોઈ તમેં પણ કહેશો કે આ તો જિંદગી સાથે રમત છે.

આ સમયે દેશ કોરોના વાયરસ સંકટથી લડી રહ્યો છે. લોકોને સાફ સફાઈ રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેનાથી આ મહામારી વધુ ન ફેલાઈ શકે. જો કે સાફ સફાઈ રાખવા માટે ઘણીવાર લોકોને કહેવામાં આવે છે પણ ઘણીવાર આપણી સામે એવી વસ્તુઓ આવી જાય છે જેને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોયા પછી તમે એકવાર ચોક્કસ કહેશો કે ભાઈ આ તો જિંદગી સાથે રમત કરી રહ્યા છે અને બીમારીને પીરસી રહ્યા છે..

બહુ જૂની કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે દરેક વ્યક્તિની એ ફરજ છે કે એ પોતાની આજુ બાજુની જગ્યાને ચોખ્ખી તેમજ સ્વચ્છ રાખે. એની પાછળ અન્ય ઘણા લોજીક છે. સ્વચ્છતાથી બીમારી નથી ફેલાતી અને લોકો પણ સ્વસ્થ રહે છે. ખાસ કરીને વાત જ્યારે ખાવા પીવાની હોય તો એમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. પણ આ વીડિયોને જોયા પછી જે લોકો રોડના કિનારે ઉભેલી લારી અને ટપરી પર ખાવાનું ખાય છે એમને બહુ મોટો ઝટકો લાગશે. કારણ કે વાસણ ધોવાની રીત જોઈને બની શકે કે તમે જિંદગીમાં ક્યારેય રોડ પર મળતું ખાવાનું પસંદ ન કરો. પહેલા જોઈ લો આ વીડિયો.

વિડીયો જોઈને ચોકી જશો તમે.


વિડીયો જોઈને ચોક્કસ તમને ઝટકો લાગ્યો જ હશે. જે રીતે આ વ્યક્તિ રોડ પર જમા થયેલા પાણીમાં વાસણ ધોઈ રહ્યો છે અને એ જ વાસણમાં ફરી લોકોને જમવા માટે આપવામાં આવી રહી છે. આ વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે લોકોની જિંદગી સાથે રમત કરવામાં આવી રહી છે. આ વીડિયોને જોયા પછી લોકો ચોંકી ગયા છે અને આની ખૂબ જ આલોચના કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘jattwadi.style’ નામના એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી એક લાખ આડત્રીસ હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. એટલું જ નહીં યુઝર્સ એના પર ખૂબ જ જોરદાર રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે મજા લેતા લખ્યું હતું કે આ તો કોવિડનું એન્ટીડોઝ છે. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે એક્સ્ટ્રા મસાલો છે. તમે પણ રોડ પર ઉભી રહેતી લારીનું સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલા આ વીડિયો એકવાર ચોક્કસ જોઈ જોજો.