એક જ પરિવારના 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા-ચમચી ચોંટતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય

જ્યારે એક બે કિસ્સા એવા આવ્યા કે વેક્સિન લીધા બાદ શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટવા લાગે છે. ત્યારે એમ થયું કે આ તો કેવું નવું નવું થઈ રહ્યું છે. પરંતુ હવે તો જાણે રોજનું થયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. તો આજે એવો જ એક કેસ વિશે વાત કરવી છે કે જ્યાં એક જ પરિવારમાંથી બે બે કિસ્સા સામે આવ્યો છે. તો વાત કંઈક એમ છે કે સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે હોબાળો મચી ગયો છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે. ત્યારે હવે આ કેસ વિશે ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઘટના છે નાસિકની. બન્યું એવું કે નાસિકમાં રહેતી એક 71 વર્ષીય વ્યક્તિને વેક્સિન લીધા બાદ સ્ટીલનાં વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જોકે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી અને કહ્યું કે આવું ન હોઈ શકે.

image source

78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો જોયો હતો. ત્યારે સાથે સાથે આ દરમિયાન આજે સવારે જ્યારે પૂનમ જગતાપે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં હતાં. આ વાતને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા. આ ઘટના બાબતે વત્સલાબેનના પુત્ર પૂનમ જગતાપે જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો, પરંતુ જે થઈ રહ્યું છે એ ખરેખર સાચું છે અને ચોંકાવનારું પણ છે.

image source

દીકરાએ વાત કરી કે આ બધું વેક્સિનને કારણે થઈ રહ્યું હોય એવું નથી, કેમ કે આ જ પ્રયોગ મેં મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટી ગયા હતા. જેથી એક વાત સ્પષ્ટ છે કે માત્ર વેક્સિનના કારણે જ આ વસ્તુ નથી બનતી. મારો પુત્ર દસ વર્ષનો છે અને તેને કોઈપણ પ્રકારની કોરોનાની વેક્સિન આપવામાં નથી આવી, જેથી હું નથી માનતો કે આ બધું કોરોનાની વેક્સિનના લીધે થઇ રહ્યું હશે. વેક્સિન સુરક્ષિત છે અને મારાં માતાને બંને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર નથી થઈ. આ વાત પછી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને લોકોને આંશિક શાંતિ પણ થઈ હતી.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો આવા અનેક કેસ આપણી સામે આવી ચૂક્યા છે. સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર આવી હોવાની વાત જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકને કરવામાં આવી ત્યારે તેઓ આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે એ બાબતને પણ સ્વીકારી હતી કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે. રસીમાં એવા કોઈ તત્ત્વ નથી, જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાય. ત્યારે હવે દેશના ખુણે ખુણેથી આવા સમાચાર સામે આવી રહ્યા છે કે વેક્સિન લીધા બાધ લોકોના શરીરમાં લોહ ચુંબકીય શક્તિ ભેગી થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!