એક જ ઝાટકે 9 કરોડની 21 લકઝ્યુરીયસ કાર પર બુલડોઝર ફેરવી નાંખ્યું, આ કારણે કારનો ભાંગીને ભૂક્કો કરી નાંખ્યો

હાલમાં એક એવી માહિતી સામે આવી રહી છે કે જેના વિશે જાણીને તમારો જીવ મળી જશે, કારણ કે લાખો કરોડોની કાર પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. ત્યારે હવે આ વાત સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. વાત કંઈક એવી હતી કે થોડા દિવસો પહેલા એક સમાચાર ચર્ચામાં આવ્યા હતા જ્યારે બુલડોઝર ચલાવીને 17 લક્ઝરી કારનો ભાંગીને ભૂક્કો કરી નાખવામાં આવ્યો હતો.

Image
image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો આ કિસ્સો ફિલિપાઇન્સ દેશનો છે, જ્યાં ચોરીવાળી લક્ઝરી કારને ત્યાંની સરકારે બુલડોઝર ચલાવીને નાશ કરી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર પહેલા તો આવા સમાચાર ખોટા છે કે સાચા એ વાતને લોકોમાં ચર્ચા જામી હતી. પરંતુ જ્યારે સમાચાર સત્ય હોવાનું બહાર આવ્યુ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ એવી ચર્ચા પણ થઈ હતી કે આ કારોને નાશ કરવાને બદલે હરાજી પણ કરી શકાતી હતી.

જો કે આ ઘટના બાદ ત્યાંના કસ્ટમ્સ બ્યુરોએ જણાવ્યું કે આ તમામ વાહનો જુદી જુદી રીતે દાણચોરી કરીને ફિલિપાઇન્સ લાવવામાં આવ્યા હતા. આ તમામ વાહનો 2018 2020 દરમિયાન કબજે કરવામાં આવ્યા હતા. ફિલિપાઇન્સની સરકાર આ રીતે વાહનોનો ભુક્કો બોલાવવા પાછળ દાણચોરી સામે કડક પગલા ભરવાનું કહેવામાં આવી રહ્યું છે

જો કે આ પેહલી વખત નથી. ફરીથી ફિલિપાઇન્સની સરકારે બુલડોઝરથી 21 કારનો નાશ કર્યો. નાશ પામેલી કારની કિંમત ભારતીય ચલણમાં આશરે 9 કરોડ કહેવામાં આવે છે. જો વિગતે વાત કરવામાં આવે તો ફિલિપાઇન્સ સરકાર દ્વારા Porsche 911, Bentley Flying Spur અને McLaren 620R જેવી અનેક લક્ઝરી બ્રાન્ડનો નાશ કરવામાં આવ્યો છે.

કારની બ્રાન્ડ અને નામ વિશે પણ માહિતી મળી રહી છે કે મર્સિડીઝ એસએલકે, લોટસ એલિસ, મોન્ડિફાઇડ હ્યુન્ડાઇ જિનેસિસ કૂપ, ટોયોટા સોલારા અને 14 મિત્સુબિશી જીપ જેવી ખુબજ મોંઘી બ્રાન્ડની કારનો નાશ કરવામાં આવ્યો હતો.

image source

જો આ પહેલાની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં, ફિલિપાઇન્સની સરકારે બુલડોઝર્સ દ્વારા વધુ 17 ચોરી કરેલ વાહનોનો નાશ કર્યો હતો. તે સમયે નાશ પામેલા વાહનોમાં ફેરારી 360 સ્પાયડર, અને લેમ્બોર્ગિની ગેલાર્ડો અને બીએમડબ્લ્યુ સહિતની ખર્ચાળ અને લક્ઝરી બ્રાન્ડ્સ શામેલ છે.

Z1 જેવા વાહનનો પણ કારના ભૂલ્લા બોલાવવા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. તો વળી એક વાત એવી પણ સામે આવી રહી છે કે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો રોઆ દુતેર્તે સત્તા પર આવ્યા બાદ જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!