આ 1 રૂપિયાની નોટથી તમે રાતોરાત બની જશો લખપતિ, જાણી લો કેવી રીતે

જો તમારી પાસે એક રૂપિયાની જૂની નોટ છે તો તમે ઘરે બેઠા બેઠા લખપતિ, કરોડપતિ બની શકો છો. જી હાં કોરોના કાળમાં તમને વધુ એકવાર ઘર બેઠાં કમાણી કરવાની સારી તક મળી રહી છે. જો તમને જૂની જૂની નોટ અને સિક્કા સાચવવાનો શોખ છે તો આ શોખથી એકઠી કરેલી ચલણી નોટ તમારું લખપતિ બનવાનું સપનું પુરું કરી શકે છે.

તમારી પાસે આ જૂનવાણી એક રૂપિયાની નોટ હોય તો તેને તમે ઓનલાઇન વેચીને લાખોની કમાણી કરી શકો છો, પરંતુ આ માટે તમારી પાસે આ એક રૂપિયાની આ ખાસ નોટ હોવી જોઈએ. માની લો કે તમારી પાસે આવી 5 નોટ છે તો તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. કારણ કે આ એક નોટની કીંમત 1 લાખ સુધી આવી શકે છે.

image source

આ માટે તમારે આ ખાસ નોટનો ફોટો વેબસાઇટ પર મૂકવો પડશે. ત્યારબાદ લોકો તમારી નોટ માટે પૈસાની બોલી લગાવશે અને તમે આ નોટો જેને ઇચ્છો તેને વેંચી અને લાખોની કમાણી કરી શકો છો.

જણાવી દઈએ કે એવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં જૂની નોટો અને સિક્કાઓ ખરીદવા અને વેચવામાં આવે છે, જો તમારી જૂની નોટો અને સિક્કાઓ ખરીદનારની જરૂરીયાત અનુસારના છે તો તમને ખૂબ સારા પૈસા મળી શકે છે. આ સિવાય તમને ભાવ ઓછા લાગે તો તમે મોલભાવ પણ કરી શકો છો. હવે તમને જણાવીએ કે કેવી છે આ એક રૂપિયાની નોટ જે તમને લખપતિ બનાવશે.

image source

આ એક રૂપિયાની નોટ 30 નવેમ્બર 1917 ના રોજ છાપવામાં આવી હતી. આ નોટ પર કિંગ જ્યોર્જ પાંચમાનો ફોટો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર 1926 માં પહેલીવાર એક રૂપિયાની નોટનું છાપકામ બંધ કરાયું હતું જે 1940 માં ફરીથી શરુ કરવામાં આવ્યું હતુ આ પછી 1994 માં ફરીથી એક રૂપિયાની નોટનું છાપવાનું બંધ કરવામાં આવ્યું અને 2015 માં ફરી એકવાર તેની શરૂઆત થઈ.

જો કે એક રૂપિયાની નોટ આરબીઆઈ દ્વારા નહીં પરંતુ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ જ કારણ છે કે એક રૂપિયાની નોટ રિઝર્વ બેંકના ગવર્નરની સહી નથી પરંતુ આ એક રૂપિયાની નોટ પર દેશના નાણાં સચિવની સહી છે.

image source

હાલના સમયમાં પૈસા કમાવવાનું આ માધ્યમ ઇ-કોમર્સ વેબસાઇટ પર ટ્રેંડિંગ કરે છે. ચલણી નોટ જ નહીં જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીની છાપવાળો 5 અને 10 રૂપિયાનો સિક્કો છે, તો તમે તેને પણ અહીં વેચીને પૈસા કમાઈ શકો છો. આ રીત સિક્કા અને નોટની લે વેંચી ઈંડિયામાર્ટ ડોટ કોમ અને ઈંડિયાકરન્સી ડોટ કોમ પર થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!